For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 2014માં ધૂમ મચાવતી ટોપ 10 બાઇક્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં ટૂ વ્હીલર સેગ્મેન્ટમાં અનેક પ્રકારની બાઇક દરરોજ લોન્ચ થાય છે. જેમા વિવિધ સીસી સેગ્મેન્ટમાં વિવિધ કંપનીઓ જેમ કે, બજાજ, હીરો, સુઝુકી, હોન્ડા અને યામાહા દ્વારા પોતાની બાઇક લોન્ચ કરીને વધુ ગ્રાહકો પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી કેટલીક સફળ રહે છે તો કેટલીક નિષ્ફળ. જો કે આ સાથે બાઇક ખરીદદારોને એક લાંબી યાદી મળી રહે છે, પોતાની પસંદગીની બાઇક ખરીદવામાં.

જો તમે પણ ભારતની 2014ની ટોપ બાઇક્સમાંથી પોતાની પસંદગીની બાઇક ખરીદવા માગતા હોવ પરંતુ પસંદગી કોના પર ઉતરાવી તેને લઇને મુંઝવણ અનુભવી રહ્યાં હોવ તો અમે અહીં તમારી સમસ્યાનું સમાધાન થઇ શકે એ હેતુસર તસવીરો થકી કેટલીક બાઇક્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો એ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવતી મર્સીડિઝ બેન્ઝની ટોપ 10 કાર્સ
આ પણ વાંચોઃ- અચાનક કારની બ્રેક ફેઇલ થઇ જાય તો? જાણો ખાસ બાબતો
આ પણ વાંચોઃ- ભારતમાં આ 10 કાર્સની છે શાનદાર રિસેલ વેલ્યુ

બજાજ ડિસ્કવર

બજાજ ડિસ્કવર

આ બાઇક સ્પોર્ટી લૂક અને સારી એવરેજ આપે છે. આ બાઇકના બે વર્ઝન છે, જેમાં 125 સીસી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકની કિંમત 50 હજાર રૂપિયા છે.

બજાજ પલ્સર

બજાજ પલ્સર

આ ભારતની સૌથી લોકપ્રીય સ્પોર્ટ બાઇક છે, આ બાઇકના 135સીસી, 150સીસી, 180સીસી, 200એનએસ અને 220એફ મોડલ બજારમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 60,000 થી 90,000 રૂપિયા છે.

હીરો કરિઝ્મા

હીરો કરિઝ્મા

આ બાઇકના બજારમાં બે વર્ઝન ઉપલબ્ધ છે, એક કરિઝ્મા આર અને બીજું કરિઝ્મા ઝેડએમઆર. જેની કિંમત 86 હજારથી 1.07 લાખ રૂપિયા છે.

હીરો સ્પેલન્ડર એનએક્સજી

હીરો સ્પેલન્ડર એનએક્સજી

ભારતની સૌથી વધુ સેલિંગ બાઇક સ્પેલન્ડર છે અને આ તેનું જ એક વર્ઝન છે. આ બાઇક 65 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે. તેની કિંમત 46 હજાર રૂપિયાની આસપાસ છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350

રોયલ એનફિલ્ડની આ બાઇકમાં 350 સીસીના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ એક દમદાર બાઇક છે. જેની કિંમત 1.30 લાખ રૂપિયા છે.

હોન્ડા સાઇન

હોન્ડા સાઇન

હોન્ડાની આ બાઇક સારો દેખાવ ધરાવે છે અને એવરેજ પણ સારી આપે છે. આ બાઇકની કિંમત 48,000 થી 56,000 રૂપિયા છે.

યામહા ફેઝર

યામહા ફેઝર

આ બાઇકમાં યામાહાએ 180 સીસીના એન્જીનનો ઉપયોગ કર્યો છે. તેની કિંમત 80 હજાર રૂપિયા છે.

હીરો સીબીઝેડ એક્સ્ટ્રીમ

હીરો સીબીઝેડ એક્સ્ટ્રીમ

આ ભારતની પહેલી સ્પોર્ટ બાઇક હતી. આ બાઇકને હોન્ડા સાઇન, યામાહા એફઝેડ અને બજાજ પલ્સર તરફથી કપરી સ્પર્ધા મળી હતી. આ બાઇકની કિંમત 70 હજાર રૂપિયા છે.

કેટીએમ ડ્યુક

કેટીએમ ડ્યુક

ભારતમાં કેટીએમ દ્વારા તેની ડ્યુક બ્રાન્ડમાં 200 સીસી અને 390 સીસીની બાઇક વેચવામાં આવી રહી છે. જેની કિંમત 1.3થી 1.7 લાખ રૂપિયા છે.

બજાજ પ્લેટિના

બજાજ પ્લેટિના

આ બજાજની એન્ટ્રી લેવલની બાઇક છે, જેની કિંમત 41 હજાર રૂપિયા છે, આ બાઇક 72 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે.

English summary
Top 10 Bikes in India in 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X