For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમાણીમાં પણ રફતારઃ હાઇએસ્ટ પેઇડ મોટોજીપી રાઇડર્સ

|
Google Oneindia Gujarati News

જે લોકો રેસિંગના શોખિન હશે તેઓ મોટોજીપી અંગે જાણતા હશે, તેમાં ભાગ લેતા રેસર્સ અંગે પણ એ લોકો વિશેષ જાણતા હશે અને તેમાનો કોઇ એક આવા રેસિંગ પ્રિય લોકોનો ફેવરિટ પણ હશે, જોકે આજે અમે અહીં વાત એ રેસિંગ સ્પર્ધાની નથી કરી રહ્યાં પરંતુ અમે વાત કરી રહ્યાં છીએ, આ રેસિંગ સ્પર્ધામાં ભાગ લઇ રહેલા રેસર અને તેમને જે કંપની અથવા તો ટીમ દ્વારા તેમના પરફોર્મન્સ અને પ્રતિભાના આધારે જે રકમ ચૂકવવામાં આવે છે, તે અંગે વાત કરી રહ્યાં છીએ.

ટૂ વ્હીલર મોટરસ્પોર્ટ ઇવેન્ટ ઘણી યોજાય છે, પરંતુ મોટોજીપી સંપૂર્ણપણે પ્રોટોટાઇપ મશિન્સ અને ટેક્નોલોજી. આ એ ટેક્નોલોજી છે જેનો ઉપયોગ તમામ ઓલ સ્ટ્રિટ વ્હિકલ્સમાં કરવામાં આવે છે. કેટલીક ટૂ વ્હીલર નિર્માતા કંપનીઓ રાઇડર્સને પોતાની ટીમમાં સામેલ કરે છે, કારણ કે તેનાથી તેમની ટેક્નોલોજીને ડેવલોપ કરવામાં ઘણો જ ફાયદો થાય છે, કારણ કે ટૂ વ્હીલર ચલાવવાનો તેમનો અનુભવ ટેક્નોલોજીને વિકસિત કરવામાં ઘણો જ ફાયદાકારક રહે છે.

અહીં તસવીરો થકી એક યાદી આપવામાં આવી છે, જેમાં ટોપ ટેન હાઇએસ્ટ પેઇડ મોટોજીપી રાઇડર્સ અંગે જણાવવામાં આવ્યું છે, આ યાદીની શરૂઆત ક્રમાંક 10થી શરૂ થાય છે. તો ચાલો જાણીએ કોણ છે મોટોજીપીનો હાઇએસ્ટ પેઇડ સુપરસ્ટાર.

કોલિન એડવર્ડ્સ યામાહા એનજીએમ ફોરવર્ડ રેસિંગ સાથે

કોલિન એડવર્ડ્સ યામાહા એનજીએમ ફોરવર્ડ રેસિંગ સાથે

આ યાદીમાં તે દશમાં ક્રમે છે. તે એક મોટી વયના રાઇડર છે અને આ વર્ષે તે આ ગેમને છોડી દેશે. ક્યારેક તે વાલેન્ટિનો રોસીને ટીમમેટ હતો. તે હાલ યામાહા એનજીએમ ફોરવર્ડ રેસિંગ સાથે જોડાયેલો છે અને તે દર વર્ષે 5,67,91,475 રૂપિયા કમાઇ લે છે.

આન્દ્રેયા ડોવિઝિઓસો ફેક્ટરી ડૂકાટી ટીમ સાથે

આન્દ્રેયા ડોવિઝિઓસો ફેક્ટરી ડૂકાટી ટીમ સાથે

ઇટાલિયન રાઇડર આન્દ્રેયા ડોવિઝિઓસો હાલ ફેક્ટરી ડૂકાટી સાથે જોડાયેલો છે, અને તે આ સાથે નંબર નવ પર આવ્યો હતો. આ પહેલા તેમે રેપ્સોલ હોન્ડા, ટેક3 યામાહા સાથે કોન્ટ્રાક્ટ હતા. તેનો ડૂકાટી સાથેનો કરાર આ વર્ષે પૂર્ણ થાય છે અને આવતા વર્ષે તેની સાથે કરાર કરશે કે કેમ તે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ એવી આશા છેકે ડૂકાટી ફેક્ટરી ટીમ તેની સાથે કરારને આગળ વધારશે, કારણ કે તેનું પરફોર્મન્સ સારું હતું. ડોવિઝિઓસો દર વર્ષે 5,97,80,500 રૂપિયા કમાઇ લે છે.

કાલ ક્રુત્ચલો ફેક્ટરી ડૂકાટી ટીમ

કાલ ક્રુત્ચલો ફેક્ટરી ડૂકાટી ટીમ

બ્રિટિશ રાઇડર કાલ ક્રુત્ચલો એ ડૂકાટીની વોલટાઇલ મશિનનો તાજો પીડિત છે. કાલ માટે આ બાઇક ચલાવી એટલી સહેલી નથી, કારણ કે તે ટેક3 યામાહામાંથી આવેલો છે. એવી અફવા પણ છેકે તે 2015માં આ ઇટાલિયન આઉટફિટને છોડીને સુઝુકીની ફેક્ટરી ટીમ સાથે જોડાશે. આ બ્રિટિશરને 7,17,50,479 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે. તેવી આશા છેકે તેને વધારે મળવા જોઇએ.

એલ્વારો બ્યુતિસ્તા ગો એન્ડ ફન હોન્ડા ગ્રેસિનિ સાથે

એલ્વારો બ્યુતિસ્તા ગો એન્ડ ફન હોન્ડા ગ્રેસિનિ સાથે

વિશ્વના ટોપ હાઇએસ્ટ પેઇડ મોટોજીપી રાઇડરની યાદીમાં પૂર્વ સુઝુકી રાઇડર એલ્વારો સાતમાં ક્રમે આવે છે. હાલ તે ગો એન્ડ ફન હોન્ડા ગ્રેસિની ટીમ માટે રાઇડિંગ કરી રહ્યો છે. જોકે આવતા વર્ષે તેની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે કે નહીં તે અંગે હજુ પ્રશ્નાર્થ છે, છતાં હોન્ડાની સેટેલાઇટ ટીમ દ્વારા એલ્વારોને 8,37,90,242 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

સ્ટેફન બ્રાડ્લ એલસીઆર હોન્ડા મોટોજીપી સાથે

સ્ટેફન બ્રાડ્લ એલસીઆર હોન્ડા મોટોજીપી સાથે

જર્મન રાઇડર અને બેસ્ટ સેટેલાઇટ ટીમ રાઇડર સ્ટેફન બ્રાડ્લથી હોન્ડા ખુશ છે, જોકે એવી અફવા છેકે તેણે મોટોજીપીના બદલે મોટો2 ચેમ્પિયનશિપ જોઇન કરી છે. તેમ છતાં એલસીઆર હોન્ડા મોટોજીપી બ્રાડ્લને 2014 માટે 10,16,87,187 રૂપિયા ચૂકવી રહી છે.

નિકી હેડન ડ્રાઇવ એમ7 એસ્પર સાથે

નિકી હેડન ડ્રાઇવ એમ7 એસ્પર સાથે

ફોર્મર મોટોજીપી વિનર નિકી હેડન, જેને કેન્તુકી કિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે રેપ્સોલ હોન્ડા સાથે રેસ જીતી હતી, બાદમાં તે ફેક્ટરી ડૂકાટી ટીમ સાથે જોડાયો હતો અને હવે તે હોન્ડાની રેસર બાઇક ડ્રાઇવ એમ7 એસ્પર સાથે જોડાયો છે. જોકે બાઇકના નબળા પ્રદર્શન અને કેટલીક ઇજાઓના કારણે એમરિકન રાઇડરને કોઇ ફાયદો થયો નહોતો, તેમ છતાં તેને 2014 માટે 23,91,68,265 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

માર્ક માર્ક્વેઝ રેપ્સોલ હોન્ડા સાથે

માર્ક માર્ક્વેઝ રેપ્સોલ હોન્ડા સાથે

હાલનો મોટોજીપી વિશ્વ ચેમ્પિયન તેમજ પ્રીમિયર ક્લાસનો યુવા ચેમ્પિયન માર્ક માર્ક્વેઝ તે હજુ હાઇએસ્ટ પેઇડ રેસર નથી. જોકે અમને આશા છેકે ટૂંક સમયમાં તે આ સિદ્ધિ પણ હાંસલ કરી લેશે. હાલ તેને 32,53,99,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ વર્ષે તેની સાથે ચેમ્પિયનશિપને લઇને કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે, પરંતુ 2015 માટે હજુ સુધી તેનો સંપર્ક રેપ્સોલ હોન્ડા દ્વારા કરવામાં આવ્યો નથી.

દાનિ પેડ્રોસા રેપ્સોલ હોન્ડા સાથે

દાનિ પેડ્રોસા રેપ્સોલ હોન્ડા સાથે

સ્પેનિશ રાઇડર દાનિ પેડ્રોસાએ પોતાની મોટોજીપી કારકિર્દીની શરૂઆત રેપ્સોલ હોન્ડા સાથે કરી હતી અને તેને પૂર્ણ પણ કદાચ તેની સાથે જ કરવાની તેમની યોજના છે. તાજેતારમાં તેમણે રેપ્સોલ હોન્ડા સાથે વધુ બે વર્ષનો કરાર કર્યો છે, એવી પણ અફવા હતી કે દાનિને સુઝુકી તરફથી રાઇડિંગની ઓફર કરવામાં આવી હતી, પરંતુ દાનિની કિંમત સુઝુકીને પોસાઇ નહોતી. રાસ્પોલ હોન્ડા 2014 માટે સ્પેનિશ રાઇડરને 32,53,99,000 રૂપિયા ચૂકવશે તેમજ 2015માં તેના કરતા વધારે મળે તેવી આશા છે.

જોર્જ લોરેન્ઝો મોવિએસ્ટર યામાહા સાથે

જોર્જ લોરેન્ઝો મોવિએસ્ટર યામાહા સાથે

સ્પિનિશ રાઇડર જોર્જ લોરેન્ઝો આગામી વર્ષે કોઇપણ ટીમ વગર હશે કારણ કે તેમનું હાલનું ફોર્મ તેમને કંઇ જ મદદ કરી રહ્યું નથી. એવી અફવા છેકે એપ્રિલા 2016માં તેમની સાથે કરાર કરશે અને યામાહાએ તેમની સાથે એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે. યામાહા તેમને 43,11,53,675 રૂપિયા ચૂકવશે અને તેઓ જાહેરાતો તથા જાહેર કાર્યક્રમોમાંથી 11,95,84,132 રૂપિયા કમાશે.

વેલેન્ટિનો રોસી મોવિએસ્ટર યામાહા સાથે

વેલેન્ટિનો રોસી મોવિએસ્ટર યામાહા સાથે

મોટોજીપીના હાઇએસ્ટ પેઇડ રાઇડર્સમાં સૌથી પહેલું નામ લેજન્ડરી વેલેન્ટિનો રોસીનું આવે છે. ફોર્બ્સની હાઇએસ્ટ પેઇડ એથલેટ્સની યાદીમાં એકમાત્ર આ જ મોટોજીપી સ્ટાર ઇટાલિયન રાઇડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ધ ડોક્ટર'ના નામથી જાણીતા રોસીએ તાજેતરમાં જ ફરીથી બે વર્ષ માટે મોવિએસ્ટર યામાહા સાથે કરાર કર્યો છે. યામાહા દ્વારા તેમને 71,83,18,292 રૂપિયા ચૂકવશે તેમજ તેઓ આ ઉપરાંત જાહેરાતો અને અન્ય પ્રવૃત્તિઓમાંથી 59,79,20,662 રૂપિયા કમાશે.

English summary
MotoGP 2014 season has been dominated by one individual single handedly, however, today we are not going to be praising him. We are going to reveal the top 10 highest paid MotoGP racers in the 2014 paddock. The list is full of surprises and there are some names you may least expect, however, their talent and skill is what manufacturers pay for.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X