For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએમડબલ્યુની સૌથી મોંઘી કાર્સ, ચોંકાવી દે તેવી છે કિંમત

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ અંગે વાત કરવામાં આવે તો વિશ્વભરમાં નિર્માણ કરવામાં આવતા વાહનોમાં અમુક જ કાર નિર્માતા કંપનીઓ હશે જે પોતાની લોકપ્રિયતા આખા વિશ્વમાં ધરાવતી હશે, જેમાંની એક બ્રાન્ડ છે બીએમડબલ્યું. બીએમડબલ્યુની કાર જેટલી ભારતમાં ધૂમ મચાવે છે, તેના કરતા અનેકગણી માત્રામાં વિશ્વના અન્ય દેશોમાં પણ તેની લોકપ્રિયતાનો પરચો આપે છે.

ભારતમાં આપણે અનેક પ્રકારની બીએમડબલ્યુ દ્વારા બનાવવામાં આવેલી કાર જોવા મળતી હશે અને તેની કિંમત સાંભળીને આપણે મોંમા આંગળા નાંખી દેતા હોઇએ છીએ. આ એક એવી વૈભવી કાર નિર્માતા કંપની છેકે જેની કાર ખરીદવાનું સ્વપ્ન હર કોઇ જોતું હોય છે, પરંતુ હર કોઇ એ કાર ખરીદી શકતું નથી, આ તો ભારતમાં લોન્ચ કરવામાં આવતી કાર અંગે વાત થઇ, કંપની દ્વારા કેટલીક એવી કાર્સ પણ લોન્ચ કરવામાં આવી છે જેની કિંમત હજારો- લાખો ડોલર્સમાં છે, તો ચાલો તસવીરો થકી બીએમડબલ્યુની ટોપ 10 સૌથી મોંઘી કાર્સ અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- બેકાબૂ બની ટો ટ્રક ને થયા આવા હાલ
આ પણ વાંચોઃ- શા માટે લોકોને ગમે છે પલ્સર, આ રહ્યા સાત કારણો
આ પણ વાંચોઃ- અનોખો પાર્ક, જ્યાં જોવા મળે છે ચિત્ર-વિચિત્ર કાર્સ

બીએમડબલ્યુ એમ5 ટૂરિંગ જી-પાવર હુર્રિકેન આરએસ

બીએમડબલ્યુ એમ5 ટૂરિંગ જી-પાવર હુર્રિકેન આરએસ

કારની કિંમતઃ- 410,000 ડોલર
આ કારમાં કંપનીએ 5 લિટર વી10 એન્જીન આપ્યું છે. આ કારને કંપનીની ફાસ્ટેસ્ટ કાર્સમાની એક માનવામાં આવે છે. આ કારની ટોપ સ્પીડ 223 એમપીએચ છે.

બીએમડબલ્યુ એક્સ5 એમ જી-પાવર ટાયફૂન

બીએમડબલ્યુ એક્સ5 એમ જી-પાવર ટાયફૂન

કારની કિંમતઃ- 420,000 ડોલર
આ યાદીમાં બે એસયુવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા આ એસયુવીમાં જી-પાવર ઉપરાંત 4.4 લિટર વી8 એન્જીન છે, જે 725 એચપી જનરેટ કરે છે, આ કારની ટોપ સ્પીડ 186 એમપીએચ છે અને તે 0-60ની સ્પીડ 4.2 સેકન્ડમાં પકડી શકે છે.

બીએમડબલ્યુ એક્સ6 જી-પાવર ટાયફૂન એસ

બીએમડબલ્યુ એક્સ6 જી-પાવર ટાયફૂન એસ

કારની કિંમતઃ- 440,000 ડોલર
આ કારમાં બીએમડબલ્યુએ જી-પાવરને ઘણી જ સારી રીતે ઉપયોગમાં લીધું છે. આ કારની ટોપ સ્પીડ 186 એમપીએચની આસપાસ છે.

બીએમડબલ્યુ એક્સ6 એમ જી-પાવર ટાયફૂન વાઇડબોડી

બીએમડબલ્યુ એક્સ6 એમ જી-પાવર ટાયફૂન વાઇડબોડી

કારની કિંમતઃ-440,000 ડોલર
આ કારને એક સુપરકાર જેવો ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કારમાં કંપની દ્વારા જી-પાવર બીઆઇ કમ્પ્રેસર સિસ્ટમ સાથે 5.5 લિટર એન્જીન આપવામાં આવ્યું છે. જે 725 એચપી જનરેટ કરી શકે છે. આ કારની સ્પીડ 186 એમપીએચની આસપાસ છે.

બીએમડબલ્યુ એમ5 જી-પાવર હુર્રિકેન આરઆર

બીએમડબલ્યુ એમ5 જી-પાવર હુર્રિકેન આરઆર

કારની કિંમતઃ- 440,000 ડોલર
આ કારમાં કંપની દ્વારા ટ્વિન સુપરચાર્જ્ડ વી10 એન્જીન આપવામાં આવ્યું છે. આ કારની ટોપ સ્પીડ 231 એમપીએચ છે. આ કારનું 5 લિટર એન્જીન 800 હોર્સપાવર જનરેટ કરી શકે છે.

બીએમડબલ્યુ એમ6 જી-પાવર હુર્રિકેન સીએસ

બીએમડબલ્યુ એમ6 જી-પાવર હુર્રિકેન સીએસ

કારની કિંમતઃ- 450,000 ડોલર
આ પણ બીએમડબલ્યુની સૌથી મોંઘી અને ફાસ્ટેસ્ટ કાર્સમાની એક છે, આ કારમાં કાર્બન ફાયબર સીટ આપવામાં આવી છે અને તેની ટોપ સ્પીડ 231 એમપીએચ છે.

બીએમડબલ્યુ એમ5 જી-પાવર હુર્રિકેન આરઆરએસ

બીએમડબલ્યુ એમ5 જી-પાવર હુર્રિકેન આરઆરએસ

કારની કિંમતઃ- 470,000 ડોલર
આ કારને બીએમડબલ્યુની ફાસ્ટેસ્ટ કાર્સમાની એક ગણવામાં આવે છે, આ કારની ટોપ સ્પીડ 231 એમપીએચ છે. આ કાર દ્વારા જી પાવરને પ્રોડ્યુસ્ડ કરવામાં આવે છે, જે 30 એચપી એકદમ સરળતાથી આપી શકે છે.

બીએમડબલ્યુ એક્સ5 લે માન્સ કોન્સેપ્ટ

બીએમડબલ્યુ એક્સ5 લે માન્સ કોન્સેપ્ટ

કારની કિંમતઃ- 590,000 ડોલર
આ કારમાં વી12ના પાવરફૂલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર 700 એચપી જનરેટ કરી શકે છે. આ કારને 0-60ની સ્પીડ પકડવામાં માત્ર 4.7 સેકન્ડનો સમય લગાડે છે.

બીએમડબલ્યુ એમ8 પ્રોટોટાઇપ(ઇ31)

બીએમડબલ્યુ એમ8 પ્રોટોટાઇપ(ઇ31)

કારની કિંમતઃ- 590,000 ડોલર
કંપની દ્વારા આવા માત્ર ત્રણ વ્હીકલ્સ જ બનાવવામાં આવ્યા હતા, જેને બીએમડબલ્યુના સૌથી ઝડપી અને મોંઘા વ્હીકલ્સ માનવામાં આવે છે. આ કાર 0-60ની સ્પીડને માત્ર 3.4 સેકન્ડમાં પકડી શકે છે.

બીએમડબલ્યુ નાઝકા એમ12

બીએમડબલ્યુ નાઝકા એમ12

કારની કિંમતઃ- 650,000 ડોલર
આ કારને 1991માં બનાવવામાં આવી હતી. આ એક ઇટાલિયન ડિઝાન કૂપ કાર છે, જેમાં 6.0 લિટરના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની ટોપ સ્પીડ 200 એમપીએચ છે.

English summary
Top 10 Most Expensive BMWs car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X