For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટોપ 10 પેટ્રોલ કાર્સ, કિંમત 5 લાખ સુધી

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં નીતનવી સુવિધા સાથેની કાર્સ લોન્ચ દર મહિને લોન્ચ થતી રહેતી હોય છે. જેમાની કેટલીક આપણા બજેટમાં ફીટ થાય તેવી હોય છે, તો કેટલીક આપણી ઇચ્છાઓ પર ખરી ઉતરે તેવી હોય છે, પરંતુ આપણે જે પ્રકારની કારની કલ્પના કરતા હોઇએ છીએ એ પ્રકારની કાર ભાગ્યેજ આપણને આપણા બજેટમાં મળી શકે છે.

ભારતમાં ઓફોર્ડેબલ કારનું ચલણ વૈભવી અને મોંઘીદાટ કાર્સ કરતા વધારે છે અને તેને ધ્યાનમાં રાખીને હોન્ડા, હુન્ડાઇ, ટોયોટા, મારુતિ સુઝુકી સહિતની કંપનીઓ દ્વારા આ પ્રકારની કાર્સનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે, જેની કિંમત આપણને પોસાય તેવી અને તેમાં સુવિધા તથા ફીચર્સ પણ આપણી અપેક્ષા અનુસાર હોય છે. બજારમાં આવતી આટલી બધી કાર્સમાંથી કઇ કાર પર પસંદગી ઉતારવી તે આપણા માટે કઠીણ બની જાય છે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં તસવીરો થકી ભારતની ટોપ 10 પેટ્રોલ કાર અંગે જણાવી રહ્યાં છીએ, જે તમે તમારી પસંદગી અનુસારની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે.

આ પણ વાંચોઃ- કોણ વધારે સારું: પેટ્રોલ કાર કે ડીઝલ?
આ પણ વાંચોઃ- મોબિલિયો ટૂ 7 સીરીઝ હાઇબ્રિડઃ જુલાઇમાં લોંચ થઇ આ કાર્સ
આ પણ વાંચોઃ- વિશ્વની ટોપ 10 બેસ્ટ એરલાઇન્સ

હુન્ડાઇ એક્સેન્ટ 1.2 એમટી એસ(ઓ)

હુન્ડાઇ એક્સેન્ટ 1.2 એમટી એસ(ઓ)

એન્જીનઃ- 1198 સીસી,4 સિલિન્ડર એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 4000 આરપીએમ પર 111 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.60 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

હોન્ડા બ્રાયો વીએક્સ એમટી

હોન્ડા બ્રાયો વીએક્સ એમટી

એન્જીનઃ- 1198 સીસી,4 સિલિન્ડર એન્જીન, 6000 આરપીએમ પર 88 પીએસ અને 4600 આરપીએમ પર 109 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 16.5 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.99 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 1.2 એમટી એસ્ટા(ઓ)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 1.2 એમટી એસ્ટા(ઓ)

એન્જીનઃ- 1197 સીસી,4 સિલિન્ડર એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 4000 આરપીએમ પર 114 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.9 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.42 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝાયર વીએક્સઆઇ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝાયર વીએક્સઆઇ

એન્જીનઃ- 1197 સીસી,4 સિલિન્ડર એન્જીન, 6000 આરપીએમ પર 87 પીએસ અને 4000 આરપીએમ પર 114 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.44 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

મારુતિ સ્વિફ્ટ ઝેડએક્સઆઇ

મારુતિ સ્વિફ્ટ ઝેડએક્સઆઇ

એન્જીનઃ- 1197 સીસી,4 સિલિન્ડર એન્જીન, 4000 આરપીએમ પર 75 પીએસ અને 2000 આરપીએમ પર 190 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 15.4 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.45 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ટોયોટા ઇટિઓસ લિવા વી એસપી

ટોયોટા ઇટિઓસ લિવા વી એસપી

એન્જીનઃ- 1197 સીસી,4 સિલિન્ડર એન્જીન, 5600 આરપીએમ પર 80 પીએસ અને 3100 આરપીએમ પર 104 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.6 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.91 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

ફોર્ડ ફિગો 1.2 ટિટેનિયમ

ફોર્ડ ફિગો 1.2 ટિટેનિયમ

એન્જીનઃ- 1196 સીસી,4 સિલિન્ડર એન્જીન, 6250 આરપીએમ પર 71 પીએસ અને 4000 આરપીએમ પર 102 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 15.6 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.06 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

નિસાન માઇક્રા એક્સએલ કમ્ફર્ટ

નિસાન માઇક્રા એક્સએલ કમ્ફર્ટ

એન્જીનઃ- 1198 સીસી,3 સિલિન્ડર એન્જીન, 6000 આરપીએમ પર 76 પીએસ અને 4000 આરપીએમ પર 104 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.44 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 4.82 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

રેનો પલ્સ આરએક્સઝેડ

રેનો પલ્સ આરએક્સઝેડ

એન્જીનઃ- 1198 સીસી,3 સિલિન્ડર એન્જીન, 6000 આરપીએમ પર 76 પીએસ અને 4000 આરપીએમ પર 104 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.6 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.77 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

હુન્ડાઇ આઇ20 1.2 એમટી સ્પોર્ટ્સ

હુન્ડાઇ આઇ20 1.2 એમટી સ્પોર્ટ્સ

એન્જીનઃ- 1197 સીસી, 1.2 લીટર 4 સિલિન્ડર એન્જીન, 6000 આરપીએમ પર 84 પીએસ અને 4000 આરપીએમ પર 114 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.5 કિ.મી પ્રતિ લીટર
કિંમતઃ- 5.79 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

English summary
Here is the list of Top 10 petrol cars in Rs 5 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X