For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રસ્તાઓ માટે આ કાર્સ છે શ્રેષ્ઠ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેકવિધ સેગ્મેન્ટમાં કાર લોન્ચ કરવામાં આવે છે. જોકે તેમાની કેટલીક કાર્સ માત્ર સારા રસ્તાઓ માટે જ બનેલી હોય છે, તો કેટલીક કારને હાઇવે પર ચલાવવી સરળ રહે છે. જોકે ભારતમાં રસ્તાઓની બનાવટ અન્ય દેશો કરતા અલગ છે. રસ્તાઓમાં સ્પીડ બ્રેકર્સ, ટ્રાફિક સમસ્યાઓ અવાર નવાર નડે છે. તો કેટલાક સ્થળો પણ હજુ પણ સારા રસ્તાઓ બનાવવાની જરૂર છે. ત્યારે આવા રસ્તાઓ પર કઇ કાર લઇને જવું તે એક પ્રશ્ન બની ગયો છે.

જો તમે પણ એ વાતને લઇને ચિંતિત હોવ તો આજે અમે અહીં એવી કેટલીક કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ જે ભારતના કોઇપણ રસ્તા પણ સરળતાથી ચલાવી શકાય તેવી કાર્સ છે. જેમાં મહિન્દ્રા, હોન્ડા, ટાટા, મારુતિ સુઝુકી સહિતની કાર નિર્માતા કંપનીઓ દ્વારા નિર્મિત કાર્સ આવી જાય છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- બીએમડબલ્યુની ભારતમાં ટોપ 11 કાર્સ
આ પણ વાંચોઃ- ભારતમાં રોડ ટ્રિપ દરમિયાન યાદ રાખવા જેવી 11 બાબતો
આ પણ વાંચોઃ- ગિક્સર, એફઝેડ, સીબી ટ્રિગર કે એક્સ્ટ્રીમઃ કોના પર ઠરશે નજર

મહિન્દ્રા સ્કોર્પિયો-બોલેરો

મહિન્દ્રા સ્કોર્પિયો-બોલેરો

આ કાર્સને ભારતના રફ રોડ માટે બનાવવામાં આવી છે. બોલેરોની સરખામણીએ સ્કોર્પિયો થોડીક વૈભવી એસયુવી કાર છે. જોકે બન્નેની પકડ રસ્તા પર સારી છે. બોલેરોનો દેખાવ એક કોમર્સિયલ વ્હીકલ જેવો છે, જ્યારે સ્કોર્પિયો ખાસ પ્રકારના લોકો માટે બનાવવામાં આવી હોય તેવો દેખાવ ધરાવે છે. આ કાર ભારતીય રસ્તાઓ માટે સારી માનવામાં આવે છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

આ કાર સાથે મારુતિ સુઝુકીનો વિશ્વાસ જોડાયેલો છે તેમજ તેના પાર્ટ્સ સહેલાયથી પોસાય તેવી કિંમતમાં મળી રહે છે. આ કાર સિટી તમેજ ઓફ રોડ ડ્રાઇવિંગ માટે પણ સારી માનવામાં આવે છે.

મારુતિ સુઝુકી ડિઝાયર-હોન્ડા અમેઝ

મારુતિ સુઝુકી ડિઝાયર-હોન્ડા અમેઝ

આ બન્ને કાર ભારતીય રસ્તાઓ માટે સારી માનવામાં આવે છે. બન્નેમાં સારી એવી સ્પેસ આપવામાં આવી છે અને બન્ને કાર્સનું વેચાણ પણ સારું છે. તેમાં કમ્ફર્ટેબલ ઇન્ટિરીયર્સ, ગુડ લેગ સ્પેસ આપવામાં આવી છે.

નિસાન માઇક્રા

નિસાન માઇક્રા

હેચબેક કાર્સની વાત કરવામાં આવે તો નિસાન માઇક્રા, ફોક્સવેગન પોલો અને હોન્ડા જઝ્ઝ એવી કાર્સ છે, જે ભારતીય રસ્તાઓ પર તમારી રાઇડને સારી બનાવી શકે છે. જઝ્ઝ અન્ય બે કાર કરતા થોડીક લાંબી છે, જોકે ત્રણેય કાર અન્ય બાબતે તમને સુખદ અનુભવ કરાવી શકે છે

ટોયોટા ફોર્ટ્યુનર- ટાટા સફારી

ટોયોટા ફોર્ટ્યુનર- ટાટા સફારી

ભારતીય રસ્તાઓ પર જે રીતે સ્કોર્પિયો એક શાનદાર એસયુવી તરીકે પોતાની પકડ જમાવી રહી છે, તો તેવી જ રીતે ટોયોટા ફોર્ટ્યુનર અને ટાટા સફારી પણ દમદાર પરફોર્મન્સ આપી રહી છે. આ બન્ને કાર્સને તમે સરળતાથી આરામદાયક અનુભૂતિ સાથે ભારતીય રસ્તાઓ પર ચલાવી શકો છો.

મારુતિ સુઝુકી અલ્ટો 800- ટાટા ઇન્ડિકા

મારુતિ સુઝુકી અલ્ટો 800- ટાટા ઇન્ડિકા

આ કાર કિંમતે અન્ય કાર્સની સરખામણીએ સસ્તી છે, ઉપરાંત આ કાર્સનો તમે કોઇપણ રીતે ઉપયોગ કરી શકો છો, ફેમિલી કાર અથવા તો ટેક્સી કાર તરીકે. આ બન્ને કાર્સને ભારતીય રોડને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

હોન્ડા સિટી-સ્કોડા ઓક્ટિવા

હોન્ડા સિટી-સ્કોડા ઓક્ટિવા

પોસાય તેવી કિંમતમાં વૈભવી સેડાન કાર રજૂ કરવી એ ભારતીય કાર ઇન્ડસ્ટ્રીઝનો સફળ મંત્ર છે. ભારતમાં આ સેગ્મેન્ટમાં લોન્ચ થયેલી કાર્સ અંગે વાત કરવામાં આવે તો સ્કોડા ઓક્ટિવા અને હોન્ડા સિટી બે એવી કાર છે, જે સારી એવરેજ આપે છે અને ભારતીય રસ્તાઓમાં ચલાવવામાં સરળ રહે છે.

English summary
Here is the list of top cars best for indian road
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X