• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી બચવા માટે અપનાવો આ 10 ઉપાય

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કે નશો કરીને વાહન ચલાવવાની સમસ્યા સૌથી વધુ દેખાઈ રહી છે. ખાસ કરીને તહેવારના દિવસે નશો કરવાનું ચલણ વધી રહ્યું છે. આ ઉપરાંત વીક એન્ડમાં પણ યુવાનોની પાર્ટીમાં જામ છલકાતા હોય છે. પણ પાર્ટી પૂરી થયા બાદ મુશ્કેલી હોય છે ગાડી ચલાવવાની. આપણે જાણીએ છીએ કે દારૂ શરીરમાં જતા જ આપણને ઓવર કોન્ફિડન્ટ કરી દે છે. એટલે લોકો પોતાના જીવની પરવા કર્યા વગર ગાડી ચલાવવા લાગે છે.

આ વાત તેમના માટે તો જીવલેણ છે જ સાથે જ રોડ પર જઈ રહેલા અન્ય લોકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ પગલા લે છે. રોજબરોજ હજારો લોકોને નશો કરીને દારૂ પીને વાહન ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ તેના કારણે ન તો ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ અટકી રહ્યા છે, ન તો અકસ્માત. આપણે જ્યારે હોશમાં હોઈએ ત્યારે વિચારીએ છીએ કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ન કરવું જોઈએ પરંતુ જેમ જેમ ગ્લાસ ખાલી થાય તેમ તેમ આ વિચાર પણ હવા થઈ જાય છે. એક આંકડા પ્રમાણે લગભગ દર 53 મિનિટે એક વ્યક્તિનું દારૂ પીને વાહન ચલાવવાથી મોત થાય છે.

આ પણ વાંચો: આ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર

પરંતુ આજે અમે આ લેખમાં એવી 10 વાત જણાવીશું જેનો અમલ કરીને તમે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી સહેલાઈથી બચી શકો છો. બસ તમે આટલા મુદ્દા પર પહેલા જ વિચાર કરો. પરંતુ અમારી વાત કહેતા પહેલા અમે તમને જણાવી દઈએ કે ડ્રાઈવ સ્પાર્ક કોઈ પણ પ્રકારનો નશો કરવાની સલાહ નથી આપતું, ન તો અમારું ઉદ્દેશ્ય દારૂનું સેવન વધારવાનું છે. આ લેખ આજના પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. જેથી તમે આવી ઈમરજન્સીની સ્થિતિમાંથી બચી શકો.

1. યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં જ ખરીદો દારૂ

1. યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં જ ખરીદો દારૂ

કેટલીકવાર એવું થાય છે કે લોકો છેલ્લી ઘડીએ દારૂ ખરીદે છે, જેથી એવું થાય છે કે તમારી પાર્ટીમાં કેટલો દારૂ જોઈશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. એટલે કોશિશ કરો કે તમે યોગ્ય સમયે યોગ્ય માત્રાાં જ દારૂ ખરીદો. યોગ્ય માત્રામાં દારૂ ખરીદવા પાછળ કહેવાનો અર્થ એ નથી કે તમે વધુ પ્રમાણમાં ખરીદી કરો. પરંતુ એટલું જ ખરીદો કે તમારે મોડી રાત્રે નશાની હાલતમાં બીજી વાર લીકર સ્ટોર પર ન જવું પડે. જો તમે પહેલેથી જ તૈયાર રહેશો તો તમે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી સહેલાઈથી બચી શક્શો. આ ઉપરાંત વિલ પાવર મજબૂત કરો જેથી વધુ દારૂ પીવાથી રોકી શકાય.

2. કેબ કે ટેક્સીની એપ ડાઉનલોડ કરો

2. કેબ કે ટેક્સીની એપ ડાઉનલોડ કરો

આજના સમયમાં દેશના લગભગ બધા વિસ્તારોમાં કેબ સર્વિસ ચાલુ થઈ ચૂકી છે. જ્યારે તમે પાર્ટીમાં જાવ અને તમને લાગે કે તમે વધુ પડતું પી લીધું છે તો સમય બરબાદ કર્યા વગર કેબ કે ટેક્સી સર્વિસ વાપરો. કોશિશ કરો કે મોબાઈલ એપથી કેબ બુક કરાવો જેથી તમારે ટેક્સી ડ્રાઈવર સાથે ભાડાને લઈ તકરાર ન કરવી પડે. કારણ કે મોટા ભાગે ટેક્સી ચાલકો મુસાફરોને નશામાં સમજીને વધુ પૈસા માગે છે. જેથી વિવાદ થાય છે. ભલે તમારી પાસે પોતાની કાર હોય તેમ છતાંય નશાની હાલતમાં ડ્રાઈવ ન કરો તેને સુરક્ષિત પાર્ક કરીને કેબ સર્વિસનો ઉપયોગ કરો.

3. એક ડ્રાઈવર નક્કી કરો

3. એક ડ્રાઈવર નક્કી કરો

યુવાનો માટે મિત્રો સાથે આઉટિંગ પર જવું કે ગ્રુપમાં મોજ મસ્તી કરવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં પહેલા તમારા ફ્રેન્ડ સર્કલમાંથી એક એવી વ્યક્તિ નક્કી કરો જેને ડ્રાઈવિંગ આવડતું હોય અને તે નશો પણ ન કરત હોય. નશો કરતા પહેલા તમામ લોકોની સલાહ લઈને નક્કી કરો કે પાર્ટી બાદ ગાડી તે જ વ્યક્તિ ચલાવશે. આપણે ત્યાં મોટા ભાગે નશો કર્યા બાદ લોકો એવું જ કહેતા હોય છે કે,'ગાડી તેરા ભાઈ ચલાયેગા.' આ માત્ર વાક્ય નથી, પરંતુ એવી ભવિષ્યવાણી છે જેની પાછળ ખતરો છુપાયેલો છે. એટલે આવી સ્થિતિ અને મિત્રોથી બચવા માટે એક વ્યક્તિને ડ્રાઈવિંગની જવાબદારી સોંપો.

4. ફોન નંબર શેર કરો

4. ફોન નંબર શેર કરો

જ્યારે પણ તમે કોઈ પાર્ટી કે ગેટ ટુ ગેધરમાં જઈ રહ્યા હો ત્યારે ગાડીમાં બેસનાર તમામ લોકો પાસે એક બીજાના નંબર હોવા જરૂરી છે. ખાસ કરીને જે વ્યક્તિને ડ્રાઈવિંગની જવાબદારી સોંપાઈ હોય તેની પાસે બધાના નંબર હોવા જરૂરી છે. કારણ કે પાર્ટી પૂરી થયા બાદ લોકો આમથી તેમ વિખરાઈ જાય છે, આવી સ્થિતિમાં એક વ્યક્તિ બધાને એકત્ર કરી શકે.

5 મોબાઈલ ચાર્જ રાખો

5 મોબાઈલ ચાર્જ રાખો

પાર્ટીમાં જતા પહેલા તમારો મોબાઈલ ચાર્જ કરી લો, અથવા તો તમારી પાસે એક્સ્ટ્રા બેકઅપ માટે પાવરબેન્ક રાખો. કેટલીકવાર મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય તો સંપર્ક કરવો મુશ્કેલ થાય છે. એટલે આ માટે સ્વયં તૈયાર રહો અને લોકોને પણ સૂચના આપો.

6. ચાવી સંતાડી દો

6. ચાવી સંતાડી દો

કેટલીકવાર લોકો પોતપોતાની ગાડીમાં પાર્ટીમાં પહોંચે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક એક વ્યક્તિને ડ્રાઈવિંગની જવાબદારી સોંપીને બાકીના તમામ લોકોની મંજૂરી લઈ તેમની ગાડીની ચાવી નક્કી કરેલા વ્યક્તિને સોંપી દો. જેથી તમે ચિંતામુક્ત થઈ જાવ કે કોઈ વ્યક્તિ નશો કર્યા બાદ જાતે ગાડી નહીં ચલાવે. પરંતુ આવું કરતા પહેલા લોકોની મંજૂરી જરૂર લો જેથી ઝઘડો ન થાય.

7. ડ્રાઈવર નક્કી કરેલા વ્યક્તિને નશો ન કરવા દો

7. ડ્રાઈવર નક્કી કરેલા વ્યક્તિને નશો ન કરવા દો

આગળ જાણ્યું તેમ એક વ્યક્તિને ડ્રાઈવિંગની જવાબદારી સોંપો. આવી સ્થિતિમાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જેને ડ્રાઈવિંગ કરવાનું છે તે નશો ન કરે. આ ઉપારંત તેને કોઈ મિત્ર પણ ડ્રિંક ન આપે તેનું ધ્યાન રાખો. કેટલીકવાર લોકો મજાક કરવા માટે સોફ્ટડ્રિન્કમાં દારૂ મેળવીને પીવડાવી દે છે. આ સ્થિતિ ભયાનક બની શકે છે.

8. જ્યાં જાવ છો ત્યાં જ રોકાવ

8. જ્યાં જાવ છો ત્યાં જ રોકાવ

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવથી બચવા માટે સૌથી સહેલો અને સુરક્ષિત ઉપાય આ જ છે. આમ તો દરેક વ્યક્તિ વિચારે છે કે પાર્ટીમાં તે ઓછામાં ઓછો નશો કરશે. પરંતુ એક વાર શરૂઆત થાય પછી ધ્યાન નથી રહેતું એટલે જ્યારે તમે પાર્ટીમાં જાવ ત્યારે ઘરે જાણ કરીને જાવ કે જરૂર હશે તો રાત્રે ત્યાં જ રોકાઈ જશો. આ માટે તમારા મિત્રો સાથે પણ અગાઉથી વાત કરી લો જેથી પાર્ટી પતે તો તમે ત્યાં જ રોકાઈ શકો.

9. વિશ્વસનીય વ્યક્તિને બોલાવો

9. વિશ્વસનીય વ્યક્તિને બોલાવો

જો તમે લાગે કે તમે મુસીબતમાં છો અથવા તમારો કોઈ ફ્રેન્ડ ગાડી ચલાવવા જીદ કરી રહ્યો છે તો આવી સ્થિતિમાં તમે કોઈ વિશ્વસનીય વ્યક્તિને બોલાવો જે સ્થિતિ સંભાળી શકે અને તમને સુરક્ષિત રીતે પહોંચાડી શકે. નશો કર્યા બાદ પોતાના નિર્ણયને લોકો પર થોપવાની ભૂલ ન કરો.

10. પબ્લિક ટ્રાન્સપોર્ટન કરો ઉપયોગ

10. પબ્લિક ટ્રાન્સપોર્ટન કરો ઉપયોગ

આ પણ સૌથી ઉપયોગી વિકલ્પ છે. જો એવું થાય કે જેને ડ્રાઈવિંગની જવાબદારી સોંપાઈ છે તે પણ નશો કરી લે તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો છો. બસ એ ધ્યાન રાખો કે તમારા લીધે અન્ય લોકો પરેશાન ન થાય. કારણ વગર કોઈની સાથે વાત નકરો. તમારે ક્યાં જવું છે તે કંડક્ટર અથવા ટેક્સી ડ્રાઈવરને અગાઉથી કહી રાખો. કોશિશ કરો કે તમારી સાથે બીજું કોઈ વ્યક્તિ પણ હોય. દારૂને તમારા પર હાવી ન થવા દો, વચ્ચે વચ્ચે પાણી પીધા કરો.

English summary
10 Ways To Avoid Drink and Drive. Read in Gujarati...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X