For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર

લાંબા સમયથી ભારતમાં પોતાનું વર્ચસ્વ ધરાવતી કાર નિર્માતા કંપની લેન્ડ રોવરે ફરી એક સ્પોર્ટ એસયૂવી કાર ભારતમાં લોન્ચ કરી છે. આ કારની મુખ્ય ખાસિયત તેનો સ્પોર્ટ ટાઇપ લૂક છે.

By Kajal
|
Google Oneindia Gujarati News

દર વર્ષે આપણા દેશમાં અલગ અલગ સુવિધાથી સજ્જ નવી કાર, મોટરબાઇક, ઇ-સ્કૂટર વગેરે લોન્ચ થતા હોય છે. લોકો પણ પોતાના બજેટ અને પસંદ અનુસાર કાર કે કોઇ ઓટોમોબાઇલની ખરીદી કરતા હોય છે. આ પસંદગીમાં સૌ પ્રથમ કારની કિંમત અને સાથે તેમાં મળતી સુવિધાઓ મહત્વની હોય છે. લાંબા સમયથી ભારતમાં પોતાનું વર્ચસ્વ ધરાવતી કાર નિર્માતા કંપની લેન્ડ રોવરે ફરી એક સ્પોર્ટ એસયૂવી કાર ભારતમાં લોન્ચ કરી છે. આ કારની મુખ્ય ખાસિયત તેનો સ્પોર્ટ ટાઇપ લૂક છે. આ કારે નવા વર્ષની શરૂઆતમાં ભારતના બજારમાં એન્ટ્રી કરતા જ ઓટોમોબાઇલ સેક્ટરમાં ફેરફાર જોવા મળ્યા છે. તો ચાલો જાણીએ આ સ્પોર્ટ એસયૂવીની કેટલીક ખાસિયતો....

લેન્ડ રોવલ ડિસ્કવરી સ્પોર્ટ

લેન્ડ રોવલ ડિસ્કવરી સ્પોર્ટ

ભારતમાં લોન્ચ થયેલ એસયૂવીને માત્ર એક ડીઝલ એન્જિન સાથે જ લાવવામાં આવી છે. તેમાં કુલ 9 સ્પિડ ગિયરબોક્સ છે. તે ચારે ટાયરને પાવર ટ્રાન્સફર કરે છે. 2.0 લીટર ડીઝલ એન્જિનવાળી એસયૂવીને ખાસ, એસઇ અને એચએસઇ મોડલથી પ્રેરિત થઈને 147 બીએચપી અને 382 એનએમ ટોર્કનું ઉત્પાજન કરે છે.

લેન્ડ રોવર એસયૂવીનું એન્જિંન

લેન્ડ રોવર એસયૂવીનું એન્જિંન

લેન્ડ રોવલ ડિસ્કવરી સ્પોર્ટ એસયૂવી લક્ઝરી વેરિઅન્ટ ટર્બો ડીઝલ એન્જિનથી 177 બીએચપી અને 430 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત આ કારને ઇનકન્ટ્રોલ પ્રો સર્વિસ સાથે પણ જોડવામાં આવ્યુ છે. જે કારની ઇનફોટ્રેન ક્ષમતાને વધારવામાં ઉપયોગી બની છે.

એસયૂવીની અધ્યતન સુવિધાઓ

એસયૂવીની અધ્યતન સુવિધાઓ

લેન્ડ રોવલ ડિસ્કવરી સ્પોર્ટ એસયૂવીમાં તમે એક રૂપ પ્લાનર એપને ડાઉનલોડ કરી તમારા રસ્તામાં આવતી આગળની માહિતી મેળવી શકો છો. એ સિસ્ટમ વાહનના સટનવ સિસ્ટમની સાથે રોડને પણ દેખાડે છે. આ ઉપરાંત તેમા નવો 'કમ્પ્યુટર મોડ' ફિચર પણ એડ કરવામાં આવ્યો છે. જે સ્પોર્ટ કારના ઉપયોગમાં લેવાતા રોડ વિશે માહિતી આપે છે. આ સિવાય એસયૂવીમાં એટીએ, વાઇ-ફાઇ હોટસ્પોટ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી છે.

વિશેષજ્ઞોનું શું કહેવું છે?

વિશેષજ્ઞોનું શું કહેવું છે?

2018 લોન્ડ રોવલ ડિસ્કવરી સ્પોર્ટમાં એવી ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી છે જેના કારણે ગ્રાહકોને ચોક્કસ તેનો નવો અવતાર ખૂબ પસંદ પડશે. આ સાથે જ એક નવાઇની વાત એ પણ છે કે કંપનીએ એક પણ પેટ્રોલ એન્જિન મોડેલ લોન્ચ નથી કર્યું. પરંતુ આજ કાલ મોટા ભાગના લોકો ડીઝલ એસયૂવી વધારે પસંદ કરે છે. તો કંપનીને ખાસ કોઇ ફરક નહીં પડે.

English summary
2018 land rover discovery sport launched in india specs features images. Read more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X