• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમા બેન્ચમાર્ક સ્થાપનારી પાંચ મોટરસાઇકલ

|

ભારતીય ઓટોમોબાઇલ બજારને પરફોર્મનન્સ મોટરસાઇકલ મેન્યુફેક્ચર્સ માટે સૌથી વધુ વિકસતું બજારમાં માનવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કંપનીઓની ફ્લેગશીપ મોટરસાઇકલ પણ હાલ ભારતમાં લોન્ચ કરવામાં આવી રહી છે. જોકે આ બાઇક્સ એવી છેકે જેને દરરોજના ઉપયોગમાં મીડ સેગ્મેન્ટ માટે પસંદ કરી શકાય તેમ નથી.

છેલ્લા લાંબ સમયથી ભારતમાં ટૂ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં પરફોર્મન્સ ટચ ઓછો જોવા મળી રહ્યો હતો, પરંતુ તે હંમેશા આવું રહ્યું નથી. આજના સમયે ઘણી બધી બાઇક ભારતમાં જોવા મળી રહી છે, જે રાઇડર્સને સારું થ્રીલ આપી રહી છે.

અહીં અમે એવી જ પાંચ મોટરસાઇકલ અંગે માહિતી રહ્યાં છીએ, જેણે મોટરસાઇકલ ઉત્સાહીઓમાં ખરું સ્પાર્ક લાવી દીધું હતું. 80,90નો દશકો હોય કે પછી 2000ની શરૂઆત, એ સમયના તમામ બાઇકર્સને આ બાઇકનું મશીન અને પરફોર્મન્સ આજે પણ એટલું જ યાદગાર લાગતું હશે. આજના આધુનિક સમયમાં ઇલેક્ટ્રોનિક્સનો જેટલો ઉપયોગ થાય છે, તેટલો એ સમયે ન થતો હોવા છતાં લોકોને શાનદાર રાઇડની અનુભૂતિ થતી હતી, ત્યારે માત્ર રાઇડર અને મશીન વચ્ચે જ વાતો થતી હતી. તો ચાલો તસવીરો થકી એ બાઇક અંગે જાણીએ.

બેન્ચમાર્ક સ્થાપિત કરનારી પાંચ મોટરસાઇકલ

બેન્ચમાર્ક સ્થાપિત કરનારી પાંચ મોટરસાઇકલ

ભારતીય બજારમાં બેન્ચમાર્ક સ્થાપિત કરનારી પાંચ મોટરસાઇકલ અંગે જાણવા માટે આગળની તસવીરો પર ક્લિક કરો.

5. સીબીઝેડ

5. સીબીઝેડ

હીરોહોન્ડાની સીબીઝેડે ભારતમાં 150 સીસીની બાઇકની શરૂઆત કરી હતી. આ બાઇકને 1999માં લોન્ચ કરવામાં આવી હતી. આ બાઇક હોન્ડાની સીબી શ્રેણીની બાઇક હતી. આ બાઇકનું હીરો હોન્ડા મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવતું હતું અને બાદમાં હોન્ડા દ્વારા આ જ બાઇકને 156.8 સીસી સાથે લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં 150 સીસીની આ પહેલી બાઇક હતી અને તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. જેના કારણે અન્ય બાઇક નિર્માતાઓએ પણ આ સેગ્મેન્ટમાં બાઇક લોન્ચ કરવાની શરૂઆત કરી હતી. આ એવી પહેલી બાઇક હતી જેમાં હાઇડ્રોલિક બ્રેક્સ આપવામાં આવતી હતી. આ બાઇક 5 સ્પીડ ગીયરબોક્સ સાથે સારું પરફોર્મન્સ આપતી હતી.

4. યામાહા આરએક્સ 100

4. યામાહા આરએક્સ 100

આ બાઇકે ભારતમાં 1985માં એન્ટ્રી કરી હતી. આ બાઇકમાં 98 સીસી એર કૂલ્ડ, ટૂ સ્ટ્રોક એન્જીન હતું. આ બાઇકનું નિર્માણ 1996 સુધી કરવામાં આવ્યું હતું. 11 બીએચપી પ્રોડ્યુસ કરતું એન્જીન 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ સહેલાયથી ભરી શકતું હતું.

યામાહા આરએક્સ 100

યામાહા આરએક્સ 100

ટૂ સ્ટ્રોકના ચાહકોની આ પહેલી પસંદ બાઇક હતી. ભારતમાં આ બાઇકને અનેક ડાઇહાર્ડ ચાહકો હતા, આજના સમયમાં પણ જો જૂની બ્રિટીશ બાઇક્સ અને હાલમાં ભારતમાં મળતી ટૂ સ્ટ્રોક બાઇક વચ્ચે કોઇ એકની પસંદગી કરવામાં આવે તો આરએક્સ 100 અન્ય બાઇકની સરખામણીએ વધારે પરફોર્મન્સ આપે તેમાં બે મત નથી.

આરએક્સ 100

આરએક્સ 100

આરએક્સ 100ના કારણે યામાહાએ ભારતમાં આરએક્સ135, આરએક્સ-જી, આરએક્સઝેડ અને ટાઇગર જેવી બાઇક રજૂ કરવામાં સફળતા મળી હતી.

3. સુઝુકી શોગન

3. સુઝુકી શોગન

આરએક્સ 100ની જેમ સુઝુકી શોગન પણ ભારતમાં ઘણી લોકપ્રીય રહી હતી. આ કારને 1996માં લોન્ચ કરવામાં આવી હતી. આ બાઇકના પોતાનું એક અલાયદુ ફેન ક્લબ અને ફોલોઅર્સ હતા. આ બાઇકમાં 110 સીસી એન્જીન આપવામાં આવ્યું હતું, જે 14 બીએચપી જનરેટ કરતું હતું. આ બાઇક રાઇડરને સારી શક્તિ પ્રદાન કરતી હતી. આ બાઇકમાં મલ્ટી પોર્ટ, ટૂ સ્ટ્રોક પેટ્રોલ એન્જીન સાથે સ્પેશિયલ ઇન્ડક્શન રેસનાટર અને ટ્રિકોન મેગાફોનિક રેસિંગ સાઇલેન્સર હતું.

સુઝુકી શોગન

સુઝુકી શોગન

આ મોટરસાઇકલ હેન્ડલિંગ અને પાવર ડિલિવરીમાં ઘણી જ સારી હતી. તેમજ આરપીએમની રેન્જના કારણે આ બાઇક આરએક્સ 100ની જેમ તુરંત પાવર આઉટપૂટ આપતી હતી.

2. રોયલ એનફિલ્ડ

2. રોયલ એનફિલ્ડ

આ બાઇકની શોધ 1893માં કરવામાં આવી હતી. આ મોટરસાઇકલ નિર્માતા કંપની વિશ્વની સૌથી જૂની કંપની છે અને આજે પણ તે પોતાની મોટરસાઇકલ લોન્ચ કરી રહી છે. આ કંપનીનું ફ્લેગશીપ મોડલ સ્ટાન્ડર્ડ 350 જ્યારે તેને લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી લાંબા પ્રવાસ માટે અપરાજીત ચેમ્પિયન રહ્યું છે. જમણી બાજુ ગીયર અને ડાબી બાજૂ બ્રેક ધરાવતી આ બાઇક પોતાનામાં જ એક યુનિક હતી અને બધા તેને ખરીદવા માગતા હતા.

રોયલ એનફિલ્ડ

રોયલ એનફિલ્ડ

સામાન્ય રીતે આ બાઇકનું વજન અન્ય કરતા ઘણું જ વધારે હતું, અને તેની પાવર ડિલવરી તેના માટે અવરોધ બની નહોંતી કારણ કે આ બાઇક ચલાવવામાં ઘણી જ સ્મૂથ હતી અને હાઇવે પર તેને સહેલાયથી ચાલવી શકાતી હતી. 1994માં કંપની દ્વારા તેનું 500 સીસીના વર્ઝનને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલે પણ સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી. આજે પણ કંપની દ્વારા આ મોડલનું નિર્માણ કરવામાં આવે છે અને તેની લોકપ્રિયતામાં જરા પણ ઘટાડો જોવા મળી રહ્યો નથી.

1.યામાહા આરડી 350

1.યામાહા આરડી 350

યામાહાની આ બાઇકમાં ટૂ સ્ટ્રોક, પેરેલલ ટ્વીન, 347 સીસી એન્જીન આપવામાં આવ્યું હતું, જે 30.5 બીએચપી જનરેટ કરતું હતું. એસ્કોર્ટ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવેલી આ ખરા અર્થની સ્પોર્ટ્સ બાઇક હતી. આ બાઇકમાં રીડ વાલ્વ્સથી ફ્યુઅલને એન્જીનમાં ફેડ કરવામાં આવતું હતું જે તેને ઘણી જ યુનિક બનાવતું હતું. આ બાઇક ભારતમાં 1983થી 1990 દરમિયાન વેંચવામાં આવી હતી.

યામાહા આરડી 350

યામાહા આરડી 350

આ બાઇકમાં ટ્વીન સિલિન્ડર એન્જીનની સાથોસાથ 6 સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવતું હતું જે ટીઝેડ 250, ટીઝેડ350 સીરીઝ ફેક્ટરી રોડ રેસ બાઇક્સ જેવું પરફોર્મન્સ આપતું હતું, આ બાઇક હેન્ડલિંગમાં પણ ઘણી જ સારી હતી.

આરડી 350

આરડી 350

ફ્યુઅલ એફિસિન્સી ઓછી હોવાની સાથે લો ટાર્ક સહિત તે 27 બીએચપી જનરેટ કરતી હતી. લો ટાર્કના કારણે આ બાઇક 150 કિ.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપ સહેલાયથી પકડી શકતી હતી. અને આજની બાઇકની સરખામણીમાં પણ આ પરફોર્મન્સ સારું માનવામાં આવે છે. એ સમયે આ બાઇકને 20 હજાર રૂપિયામાં વેચવામાં આવતી હતી.

English summary
India is seen as a major growing market to performance motorcycle manufacturers. Although flagship motorcycles from most of the international companies are present here, there is not really a choice in the mid segment iin the everyday usable range.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more