અનોખો સ્પોર્ટ્સ કાર પ્રેમઃ આ મહાશય પાસે છે એક નહીં અનેક ફેરારી
મોંઘી સ્પોર્ટ્સ કારના માલિક હોવાનો અનુભવ ઘણા ઓછા લોકો જાણતા હશે. આ વિશ્વમાં અંદાજે ચારેક જણા જ એવા છે જે આ પ્રકારનો અનુભવ ધરાવે છે અને એ લોકો જે પ્રકારની લાગણી અનુભવતા હશે તેવી જ લાગણી જોન હન્ટ પણ અનુભવી રહ્યા હશે. બ્રિટિશના પ્રોપર્ટી વ્યવસાયીને ફેરારી કારનો સંગ્રહ કરવાનો શોખ છે અને તેમની પાસે ચાર કરતા વધારે ફરારી છે.
તેમની પાસે ફેરારી 288જીટીઓ, એફ40, એફ50 અને એન્ઝો ફેરારી છે તેમ છતાં તેમને કંઇક ખૂટતું હોય તેમ લાગતા તેમણે પોતાની ફેરારી કાર્સની યાદીમાં વધુ એક નામ જોડી દીધું અને એ હતી લાફેરારી. આ તેમની લેટેસ્ટ કાર છે અને તેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે આ કારમાં લંડનથી મારાનેલ્લો સુધીની યાત્રા કરી આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ જોનના ફેરારી પ્રેમ અને અનુભવને.

જોનનો ફેરારી પ્રેમ
જોનના ફેરારી પ્રેમને જાણવા માટે આગળની તસવીરો પર ક્લિક કરો.

ફેરારી 288 જીટીઓ
આ કારને 1985 અને 1985 દરમિયાન બનાવવામાં આવી હતી. આ કારને મુખ્ય રીતે ગ્રુપ બી રેસ સીરીઝ માટે બનાવવામાં આવી હતી અને આ માત્ર 272 કારનું નિર્માણ જ કરવામાં આવ્યું હતું. આ પહેલી સ્ટ્રીટ લીગલ કાર હતી કે જેણે 300 કિ.મી પ્રતિ કલાકની ઝડપને ટચ કરી હતી. જોનનું કહેવું છેકે તેણે ચલાવેલી ફેરારીમાં આ સૌથી કમ્ફર્ટેબલ કાર છે.

એફ 40
ફેરારીની 40મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ કારને બનાવવામાં આવી હતી આ 288 જીટીઓના સફળતાનું પરિણામ હતી. જે તે સમયે આ કાર સૌથી મોંઘી, ફાસ્ટેસ્ટ અને પાવરફૂલ ફેરારી હતી. 1987થી 1992 દરમિયાન 1315 જેટલી એફ40 બનાવવામાં આવી હતી.

એફ50
આ કારને 1995માં લાવવામાં આવી હતી. આ એક લિમિટેડ એડિશન હતી અને આ કારના 349 યુનિટ જ બનાવવામાં આવ્યા હતા. આ કારમાં 4.7 લિટર વી12 એન્જીન હતું જે 520 પીએસ પ્રોડ્યુસ કરતી હતી.

એન્ઝો
આ કારનું નામ ફાઉન્ડરના નામ પરથી રાખવામાં આવ્યં હતું, આ કારનું નિર્માણ 2002થી 2004 દરમિયાન કરવામાં આવ્યું હતું. તેમાં 6.0 લિટર વી12 એન્જીન આપવામાં આવ્યું છે. જે 221 એમપીએચની ઝડપ પકડી શકે છે. આ લિમિટેડ એડિશન હતી અને 400 જેટલી આ કારનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. જોને આ કારમાં 60 હજાર કિ.મીની યાત્રા કરી છે.

લાફેરારી
આ પણ એક લિમિટેડ કાર હતી, અને 499 જેટલી આ કારનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. આ હાઇબ્રિડ ફેરારી 963 પીએસ પાવરને પ્રોડ્યુસ કરે છે. જોન આ કારનો દિવાનો થઇ ગયો છે.