• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અભિનેત્રી દિશા પટાનીએ ખરીદી રેન્જ રોવરની આ એસયુવી, જાણો શું છે ખૂબીઓ

|

બોલિવૂડ સ્ટાર્સનો રેન્જ રોવરની લક્ઝરી કારો સાથે જૂનો સંબંધ છે. આ વર્ષે, બોલિવૂડના કેટલાક લોકપ્રિય સ્ટાર્સે કુલ અડધો ડઝન રેન્જ રોવર એસયુવી ખરીદી છે. હવે રેન્જ રોવર કાર ખરીદનારાઓમાં બોલીવુડ અભિનેત્રી દિશા પટાનીનું નામ પણ જોડાઈ ગયું છે. દિશા પટાણીએ વ્હાઇટ કલરની રેન્જ રોવર રેંજ રોવર સ્પોર્ટ એસયુવી ખરીદી છે. આ કારની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. દિશાએ નવી કાર સાથે તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

દિશા પટાનીએ ખરીદી શાનદાર કાર

દિશા પટાનીએ ખરીદી શાનદાર કાર

કહેવામાં આવી રહ્યું છે કે તે અત્યાર સુધીની દિશાની સૌથી મોંઘી કાર છે. આ પહેલા દિશા શેવરલે ક્રુઝ અને હોન્ડા સિવિક કાર ચલાવી ચૂકી છે. દિશાને ઘણી વાર કોઈ ખાસ પ્રસંગે ડી-સેગમેન્ટની સેડાન કાર ચલાવતી જોવા મળી છે.

અગાઉ આ કાર પણ હતી

અગાઉ આ કાર પણ હતી

આ પછી, તે મર્સિડીઝ બેન્ઝ ઇ-ક્લાસ અને બીએમડબ્લ્યુ 5-સિરીઝ જેવી મોંઘી લક્ઝરી કાર ચલાવતી પણ જોવા મળી છે. થોડા વર્ષો પહેલા જ દિશા ઘણી વાર હોન્ડા સિવિક કાર ચલાવતી જોવા મળી હતી.

દિશા પણ આ ક્લબમાં સામેલ

દિશા પણ આ ક્લબમાં સામેલ

રેન્જ રોવર કારની ખરીદી સાથે, દિશા બોલિવૂડના તે લોકોના જૂથમાં શામેલ થઇ ગઈ છે, જેમની પાસે રેન્જ રોવરની લક્ઝરી ગાડીઓ છે.

આ એક્ટર્સ પાસે છે રેન્જ રોવર

આ એક્ટર્સ પાસે છે રેન્જ રોવર

સલમાન ખાન, રણબીર કપૂર, કેટરિના કૈફ, મલાઈકા અરોરા, સિદ્ધાર્થ મલ્હોત્રા, ઇમરાન હાશ્મી અને સંજય દત્ત જેવા બોલિવૂડના કેટલાક જાણીતા સ્ટાર્સ પાસે રેન્જ રોવર એસયુવી કાર છે.

ફીચર્સ

ફીચર્સ

રેંજ રોવરને એસયુવી કારોની દુનિયાની રોલ્સ રોયસ કહેવામાં આવે છે. જો કે, રોલ્સ રોયસની પોતાની એસયુવી કાર પણ છે. રેન્જ રોવરની રેંજ રોવર એસયુવી કારનો લુક ક્લાસી હોય છે. તેમના પાવરફુલ એન્જિન, ડિઝાઇન અને અલ્ટ્રા-કમ્ફર્ટેબલ ઇન્ટિરિયરને કારણે બોલિવૂડ સ્ટાર્સ રેન્જ રોવર કારને ખૂબ પસંદ કરે છે.

એન્જીન

એન્જીન

રેંજ રોવર સ્પોર્ટની વાત કરીએ તો આ કાર એચએસઈ પેટ્રોલ વેરિઅન્ટ છે. જોકે, આ કારમાં 2.0-લિટર પેટ્રોલ છે કે 3.0 લિટર ડીઝલ એન્જિન છે તે જાણી શકાયું નથી.

કિંમત

કિંમત

પેટ્રોલ યુનિટની એક્સ શોરૂમ કિંમત 1.52 કરોડ છે જ્યારે ડીઝલ યુનિટની કિંમત 1.80 કરોડ છે. 2.0 લિટર પેટ્રોલ એન્જિન 296 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે.

ઓટોમેટિક ગિયરબોક્સ

ઓટોમેટિક ગિયરબોક્સ

તો 3.0 લિટર ડીઝલ એન્જિન 335 બીએચપી પાવર અને 450 એનએમ ટોર્ક જનરેટ કરે છે. રેંજ રોવર સ્પોર્ટ 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ સાથે આવે છે.

જાણો ખાસિયત

જાણો ખાસિયત

આ ઉપરાંત, રેંજ રોવર સ્પોર્ટ પાસે થોડા વધુ એન્જિન વિકલ્પો છે. બેઝ વેરિઅન્ટનું 3.0 લિટર વી 6 ટર્બોચાર્જ ડીઝલ એન્જિન 289 બીએચપી પાવર અને 600 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

જબરદસ્ત છે કાર

જબરદસ્ત છે કાર

સૌથી શક્તિશાળી એન્જિન વેરિઅન્ટમાં 5.0 લિટરનું સુપરચાર્જ્ડ વી 8 પેટ્રોલ એન્જિન છે જે 503 બીએચપીની શક્તિ સાથે 625 એનએમનું ટોર્ક જનરેટ કરે છે.

અમારા વિચારો

અમારા વિચારો

રેન્જ રોવરની રેંજ રોવર સ્પોર્ટ એક સર્વોપરી કાર છે. આ કારમાં આરામ, સુવિધાઓ અને લક્ઝરી લુકને બોલિવૂડ સ્ટાર્સ ખુબ પસંદ કરે છે. રેંજ રોવર સ્પોર્ટ ભારતમાં પોર્શ કાયેન સાથે સ્પર્ધા કરે છે.

સેલ્સના મામલે એમજી હેક્ટરે ટાટા હેરિયર, મહિન્દ્રા એસયૂવી 500ને માત આપીસેલ્સના મામલે એમજી હેક્ટરે ટાટા હેરિયર, મહિન્દ્રા એસયૂવી 500ને માત આપી

English summary
actress disha patani bought range rover SUV, know price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X