For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજાજ લોન્ચ કરશે વિશ્વની સૌથી ફાસ્ટ બાઇક

|
Google Oneindia Gujarati News

સુપર સ્પોર્ટ બાઇક શોખીનો માટે આ સારા સમાચાર છે. જો તમે શાનદાર સ્પોર્ટ બાઇકની રાહ જોઇ રહ્યા છો તો ટૂંક સમયમાં જ તમારી સામે બે નવા ઓપ્શન હશે. જીહાં, દેશની બીજા નંબરની સૌથી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટો ભારતીય બજારમાં પોતાની બે નવી સ્પોર્ટ બાઇક્સ કાવાસાકી નિંઝા ઝેડએક્સ 10 આર અને ઝેડએક્સ 14 આરને લોન્ચ કરવા જઇ રહી છે.

ઓટોમોટિવ સાઇટ ઓવર ડ્રાઇવ અનુસાર બજાજ ઓટો પોતાની આ બન્ને સુપર બાઇક્સ પર ઝડપથી કામ કરી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કંપની આ બન્ને બાઇક્સને ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ કરશે. જો કે, આ બાઇકની કિંમત અંગે હજુ કોઇ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જાણકારોનું માનવું છે કે, આ બાઇક્સની કિંમત અંદાજે 15 લાખથી 17 લાખ રૂપિયાની આસપાસ હશે.

કિંમત અનુરૂપ શાનદાર ફીચર્સ

કિંમત અનુરૂપ શાનદાર ફીચર્સ

પ્રીમીયમ સેગ્મેન્ટમાં આ બાઇક્સની કિંમત ઘણી ઉંચી છે, પરંતુ કંપની આ બાઇકની કિંમતની સાથે તેમાં તમામ ફીચર્સને પણ સામેલ કરી રહી છે, જેના દિવાના દરેક સ્પોર્ટ બાઇક પ્રેમી હોય છે. કાવાસાકી નિંઝા ઝેડએક્સ 10 આરમાં કંપની 998 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં આ બાઇકની સ્પીડ જાણીને તમે દંગ રહી જશો. આ બાઇક માત્ર 2.84 સેકન્ડમાં જ 97 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા માટે સક્ષમ હશે.

નિંઝા ઝેડએક્સ 10 આર(ZX-10R)

નિંઝા ઝેડએક્સ 10 આર(ZX-10R)

ઝેડએક્સ 10 આર (ZX-10R)ની ટોપ સ્પીડ 290 કિમી પ્રતિકલાક હશે, પોતાની ટોપ સ્પીડ પર પહોંચવા માટે આ બાઇકને માત્ર 11.99 સેકન્ડનો સમય લાગશે, કંપનીએ આ બાઇકમાં ફ્રન્ટ પેડલ ડ્યુલ એબીએસ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. જે ચાલકને ઝડપ દરમિયાન બ્રેક એપ્લાઇ કરવામાં શાનદાર સંતુલન પ્રદાન કરશે. હેવી સીસી એન્જીન ક્ષમતા હોવાના કારણે આ બાઇકનુ માઇલેજ ઓછું હશે. આ બાઇક 13.7 કિમી પ્રતિ લીટરની એવરેજ આપશે.

નિંઝા ઝેડએક્સ 14 આર(ZX-14R)

નિંઝા ઝેડએક્સ 14 આર(ZX-14R)

કાવાસાકી નિંઝા ઝેડએક્સ 14 આર (ZX-14R)ની વાત કરવામાં આવે તો આ બાઇકની હાલના સમયે વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ પ્રોડક્શન બાઇક તરીકે પણ જોવામાં આવી રહી છે. કંપનીએ આ બાઇકમાં 1441 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે બાઇકને 210 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે. આ બાઇકમાં કંપનીએ 6 સ્પીડ ગીયર બોક્સનો ઉપયોગ કર્યો છે. આ બાઇક 2.62 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા સક્ષમ છે.

સર્વાધિક ઝડપ

સર્વાધિક ઝડપ

શાનદાર પિક અપની સાથે બાઇકની સર્વાધિક ઝડપ 299 કિમી પ્રતિ કલાક છે. આ બાઇકમાં કંપનીએ ટ્રેક્શન કન્ટ્રોલ ટેક્નિકને સામેલ કરી છે. આ ઉપરાંત બાઇક એબીસ અને એબીએસ વગર એમ બન્ને રૂપમાં બજારમાં રજૂ કરવામાં આવશે.

English summary
Bajaj is rumored to launch Kawasaki Ninja ZX10R and Kawasaki Ninja ZX14R superbikes in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X