For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૈયાર થઇ જાવ આ શાનદાર પલ્સર પર સવાર થવા

|
Google Oneindia Gujarati News

ભારતમાં બજાજ આરએસ 200 લૉંચ થઇ ગઇ છે. બજાજ પલ્સર પ્રત્યે ઉત્સાહી લોકો ઘણા લાંબા સમયથી આ બાઇકની રાહ જોઇ રહ્યા હતા.

આ બાઇક પર બેસતા જ આપની પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જશે એમાં કોઇ શંકાને સ્થાન નથી, પરંતુ આ બાઇકની અંદર એવી કંઇ વિશેષતાઓ છે એ જાણવું પણ જરૂરી છે. શું બ્રાંડ એક કારણ છે? કીંમત? પ્રદર્શન? કે પછી તેમાં રહેલી ખૂબીઓ?

આવો બજાજ પલ્સર આરએસ 200ની મુખ્ય વિશેષતાઓ શું છે, સાથે સાથે તેના એન્જિન અને કિંમત અંગે આવો મેળવીએ જાણકારી.

તસવીરોમાં જુઓ શું છે બજાજ પલ્સર આરએસ 200ની ખાસીયતો...

ટ્વિન પ્રોજેક્ટર હેડલેમ્પ્સ

ટ્વિન પ્રોજેક્ટર હેડલેમ્પ્સ

પલ્સર આરએસ 200માં ટ્વિન પ્રોજેક્ટર હેડલેમ્પ્સ લાગેલ છે તથા દિવસમાં ચાલનાર લાઇટ્સ પણ લાગેલી છે, જે ભારતના અંધારા રસ્તાઓ અને હાઇવે પર ખૂબ જ ઉપયોગી બની રહેશે.

ક્રિસ્ટલ એલઇડી ટેલ લેમ્પ્સ

ક્રિસ્ટલ એલઇડી ટેલ લેમ્પ્સ

એલઇડી ટેલ લેમ્પની વિશિષ્ઠ ડિઝાઇન પણ અનોખી વિશેષતા ધરાવે છે. સરળતાથી પાછળથી જોઇને ઓળખી શકાય છે, કે આ બજાજ પલ્સર આરએસ 200 છે.

આક્રમક શૈલી

આક્રમક શૈલી

બજાજ પોતાની બાઇકની શૈલી માટે ઓળખાય છે, તથા આરએસ 200 પણ તેમાં ઓછી નથી. આરએસ 200ની આક્રમક શૈલી બાઇકની પ્રતિ ઉત્સાહી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

બટરફ્લાઇ ડિસ્ક બ્રેક્સ

બટરફ્લાઇ ડિસ્ક બ્રેક્સ

પલ્સર આરએસ 200 માં આગળ તરફ અને 300 એમએમ બટરફ્લાઇ ડિસ્ક બ્રેક્સ અને પાછળ તરફ 230 એમએમ ડિસ્ક બ્રેક લાગેલ છે જે બ્રેકને જડપથી ઠંડુ કરવામાં મદદ કરે છે.

એબીએસ

એબીએસ

એબીએસ એક વૈકલ્પિક વિશેષતાના રૂપમાં ઉપલપ્ધ છે. જ્યારે ઘુમાવદાર, હવાદાર, ભીના રસ્તા પર અથવા હાઇવે પર ગાડી ચલાવે છે તો તે એક મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધા હોય છે. આ બ્રેકને લોક થવાથી રોકે છે.

સ્પોર્ટી મીટર કંસોલ

સ્પોર્ટી મીટર કંસોલ

આરએસ 200માં એક મોટું એનાલોગ આરપીએમ મીટર લાગેલું છે તથા સાથે જ ડિજિટલ ફ્યૂલ ગોઝ અને સ્પીડો રીડિંગ પણ છે. ડાબી બાજું તમામ વોર્નિંગ લાઇટ લાગેલી છે, જેના કારણે કંસોલને વાંચવામાં સરળતા રહે છે.

 અલોય વ્હીલ્સ

અલોય વ્હીલ્સ

આરએસ 200માં 10 સ્પોકવાળા સ્ટાઇલિશ મેટલ બ્લેક વ્હીલ લાગેલા છે. તેમાં બાઇકની ડિઝાઇનને સુંદર બનાવવામાં સહાયતા મળે છે.

એન્જિન

એન્જિન

આ બાઇકમાં લિક્વિડ કૂલ્ડ, 199.5 સીસી, સિંગલ સિલિન્ડર એન્જિન લાગેલું છે જેમાં ત્રણ સ્પાર્ક પ્લગ લાગેલા છે જે 24 હોર્સ પાવર તથા 18.6 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં છ સ્પીડવાળા ગિયર બોક્સ લાગેલ છે.

સસ્પેન્સન

સસ્પેન્સન

આરએસ 200માં આગળની તરફ સામાન્ય ટેલીસ્કોપિક ફોર્ક્સ
અપ અને પાછળની તરફ મોનો નાઇટ્રો શોક લાગેલ છે.

કિંમત

કિંમત

બજાજ પલ્સર આરએસ 200ની કિંમત:
બજાજ પલ્સર આરએસ 200- 1,18,000 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત અનુસાર)
બજાજ પલ્સર આરએસ 200 એબીએસ- 1,30,000 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત અનુસાર)

English summary
Bajaj Pulsar RS 200 launched in India. Let’s take a look at 10 stand out features, along with its engine specification and pricing."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X