કોણ શ્રેષ્ઠઃ પલ્સર 200 NS, કરિઝમા ZMR કે યામાહા R15?
ભારતીય ઓટોમોબાઇલ સેકટરની વાત કરવામાં આવે તો હાઇ પરફોર્મન્સ બાઇક્સને પણ ખાસી પસંદ કરવામાં આવે છે અને તેના જ કારણે હીરો, બજાજ, યામાહા, હોન્ડા, સુઝુકી અને ટીવીએસ જેવી જાણીતી કંપનીઓ દ્વારા 200 કે તેથી વધુ સીસીની રેન્જમાં પોતાની આકર્ષક અને વધુ પરફોર્મન્સ ધરાવતી બાઇકને લોન્ચ કરાય છે. તાજેતરમાં જ હીરોએ પોતાની જાણીતી અને લોકપ્રીય બાઇક કરિઝમા ઝેડએમઆરના 2014ના મોડલને લોન્ચ કર્યું છે.
હીરો દ્વારા આ બાઇકના નવા મોડલને લોન્ચ કરવામાં આવતા સ્વાભાવિકપણે તેની બજારમાં એ જ કિંમતની અને એટલા જ સીસી ધરાવતી બાઇક સાથે તુલના થાય. બજારમાં આ જ રેન્જમાં બજાજની પલ્સર 200 એનએસ અને યામાહાની આર 15 ધૂમ મચાવી રહી છે. તો આજે અમે અહીં ઉક્ત ત્રણેય બાઇકની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં તેની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, એવરેજ, પરફોર્મન્સ અને ફીચર અંગે જણાવાયું છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- હીરોની બાઇક્સ અને સ્કૂટર્સને મળશે ‘BMW' ટચ
આ પણ વાંચોઃ- જાણો, કયા છે ગુજરાતના ટોપ 15 સૌથી લાંબા સ્ટેટ હાઇવે
આ પણ વાંચોઃ- ભારતની ટોપ હાઇ પરફોર્મન્સ કાર, કિંમત 15 લાખની અંદર

કિંમત અંગે સરખામણી
પલ્સર 200 એનએસની કિંમતઃ- 1,03,000 રૂપિયા
હીરો કરિઝમા ઝેડએમઆરની કિંમતઃ- 1,16,720 રૂપિયા
યામાહા આર 15ની કિંમતઃ- 1,27,350 રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- પલ્સર 200 એનએસ
એન્જીનઃ- 200 સીસી, 1 સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જીન
પાવરઃ- 23. 52 પીએસ
ટાર્કઃ- 18.30 એનએમ
બ્રેકિંગઃ- ડિસ્ક બ્રેક, ફ્રન્ટ એન્ડ રીયર

એન્જીન સ્પેસિફિકેશનઃ- હીરો કરિઝમા ઝેડએમઆર
એન્જીનઃ- 223 સીસી, 1 સિલિન્ડર, એઇર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 20 પીએસ
ટાર્કઃ- 19.70 એનએમ
બ્રેકિંગઃ- ડિસ્ક બ્રેક, ફ્રન્ટ એન્ડ રીયર

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા આર 15
એન્જીનઃ- 150 સીસી, 1 સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જીન
પાવરઃ- 17 પીએસ
ટાર્કઃ- 15 એનએમ
બ્રેકિંગઃ- ડિસ્ક બ્રેક, ફ્રન્ટ એન્ડ રીયર

ટ્રાન્સમિશનઃ- પલ્સર 200 એનએસ
6 ગીયર, મેન્યુઅલ, વેટ મલ્ટિ ડિસ્ક કલ્ચ

ટ્રાન્સમિશનઃ- હીરો કરિઝમા ઝેડએમઆર
5 ગીયર, મેન્યુઅલ, વેટ મલ્ટિપ્લેટ ક્લચ.

ટ્રાન્સમિશનઃ- યામાહા આર 15
6 ગીયર, મેન્યુઅલ, રિટર્ન ટાઇપ 6 સ્પીડ, વેટ મલ્ટિપ્લેટ ક્લચ.

પરફોર્મન્સઃ- પલ્સર 200 એનએસ
0 - 60 કિ.મી પ્રતિ કલાકઃ- 3.61 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 136 કિ.મી

પરફોર્મન્સઃ- હીરો કરિઝમા ઝેડએમઆર
0 - 60 કિ.મી પ્રતિ કલાકઃ- 3.60 સેકન્ડ
ટોપ સ્પીડઃ-129 કિ.મી

પરફોર્મન્સઃ- યામાહા આર 15
0 - 60 કિ.મી પ્રતિ કલાકઃ- 4.79 સેકન્ડ
ટોપ સ્પીડઃ-131.70 કિ.મી

ફ્યુઅલ એફિસિઅન્સીઃ- પલ્સર 200 એનએસ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટી(લિટર્સ):- 12 લિટર
એવરેજ સિટીઃ- 30.20 કિ.મી પ્રતિ લિટર
એવરેજ હાઇવેઃ- 40.30 કિ.મી પ્રતિ લિટર
ઓવરઓલ એવરેજઃ- 32.28 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ એફિસિઅન્સીઃ- હીરો કરિઝમા ઝેડએમઆર
ફ્યુઅલ ટેન્ક કેપેસિટી(લિટર્સ):- 15.3 લિટર
એવરેજ સિટીઃ- 37 કિ.મી પ્રતિ લિટર
એવરેજ હાઇવેઃ- 40 કિ.મી પ્રતિ લિટર

ફ્યુઅલ એફિસિઅન્સીઃ- યામાહા આર 15
ફ્યુઅલ ટેન્ક કેપેસિટી(લિટર્સ):- 12 લિટર
એવરેજ સિટીઃ- 36.30 કિ.મી પ્રતિ લિટર
એવરેજ હાઇવેઃ- 53.40 કિ.મી પ્રતિ લિટર
ઓવરઓલ એવરેજઃ- 40.60 કિ.મી પ્રતિ લિટર

અન્ય ફીચરઃ- પલ્સર 200 એનએસ
ટેકોમીટર, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, ડીજીટલ સ્પીડોમીટર, ડીજીટલ ઓડીઓ, ફ્યુઅલ ગજ, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, લો ઓઇલ ઇન્ડીકેટર, લો બેટરી ઇન્ડીકેટર, ટ્રિપોમીટર, એન્જીન ટર્નઓફ સ્વીચ, ટ્યૂબલેસ ટાયર.

અન્ય ફીચરઃ- હીરો કરિઝમા ઝેડએમઆર
ટેકોમીટર, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, ડીજીટલ સ્પીડોમીટર, ડીજીટલ ઓડીઓ, ફ્યુઅલ ગજ, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, લો બેટરી ઇન્ડીકેટર, ટ્રિપોમીટર, ટ્યૂબલેસ ટાયર.

અન્ય ફીચરઃ- યામાહા આર 15
ટેકોમીટર, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, ડીજીટલ સ્પીડોમીટર, ડીજીટલ ઓડીઓ, ફ્યુઅલ ગજ, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, લો ઓઇલ ઇન્ડીકેટર, લો બેટરી ઇન્ડીકેટર, ટ્રિપોમીટર, એન્જીન ટર્નઓફ સ્વીચ, ટ્યૂબલેસ ટાયર.