• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાર લોન સાથે જોડાયેલી જાણવા જેવી વાતો

|

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં વર્તમાનમાં એકથી એક ચઢિયાતી કાર રજૂ થઇ ચુકી છે. જેમાની કેટલીક કાર્સ એવી હોય છે, જેની કિંમત વધારે હોય છે, જેને આપણે ખરીદી શકતા નથી. આવી સ્થિતિમાં તમારી પાસે બેંક એક એવો વિકલ્પ હોય છે, જે તમને તમારી મનગમતી કાર ખરીદવા માટે નાણાકીય સુવિધા પૂરી પાડે છે. બેંકમાંથી કાર લોન લેવી આજના સમયમાં ઘણું સહેલું થઇ ગયું છે, પરંતુ તમને જણાવી દઇએ કે તમે કાર લોન લેવા જઇ રહ્યાં છો, તો નીચે આપવામાં આવેલી કેટલીક ટીપ્સ તમને ઘણી ઉપયોગી થઇ શકે છે.

આજના સમયમાં દેશભરમાં અનેક બેંક કાર લોન લેવા માટે ઘણી બધી સ્કીમ બહાર પાડી રહી છે, પરંતુ એ તમામ સ્કિમોમાંથી કઇ પસંદ કરવી તેની જાણકારી હોવી તમારા માટે ઘણી જરૂરી છે. જો તમે કાર લોન લેતા પહેલાં બેંકની નીતિઓ અને તેના નિયમો અંગે સંપૂર્ણ જાણકારી રાખો છો તો તમે સારી બચત સાથે કાર લોન લેવામાં સફળ નીવડશો. તો ચાલો તસવીરો થકી જાણીએ કાર લોન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી વાતોને.

કાર લોન સાથે જોડાયેલી વાતો

કાર લોન સાથે જોડાયેલી વાતો

આગળ નેક્સ્ટ બટન પર ક્લીક કરો અને તસવીરોના માધ્યમથી જાણો કાર લોન સાથે જોડાયેલી જરૂરી વાતો.

લોન અંગેની સંપૂર્ણ માહિતી એકઠી કરો

લોન અંગેની સંપૂર્ણ માહિતી એકઠી કરો

જ્યારે તમે કાર લોન લેવા ઇચ્છો તો તમે કોઇ પણ એક બેંકની સ્કીમ અંગે ના વિચારો. તમારા શહેરની તમામ બેંકોમાંથી કાર લોન અંગેની જાણકારી પ્રાપ્ત કરો. આ દોડધામ ભરેલી જિંદગીમાં તમામ બેંકોમાં જઇને જાણકારી મેળવવી એ થોડું અઘરું પડશે, એ માટે તમે ઇંટરનેટનો ઉપયોગ કરી શકો છો. ઇંટરનેટ પર તમામ બેંક પોતાની અલગ-અલગ લોનની સ્કિમો અંગે સંપૂર્ણ જાણકારી આપે છે. આ ઉપરાંત તેનો કોન્ટેક્ટ નંબર પણ તમને મળી જશે.

વધુમાં વધુ ડાઉનપેમેન્ટ

વધુમાં વધુ ડાઉનપેમેન્ટ

ડાઉનપેમેન્ટ એ રકમ છે, જે તમે કોઇપણ પ્રોડક્ટ માટે સૌથી પહેલાં ચૂકવો છો. જો તમે વધુ રકમ ચૂકવો છો, તો તમારા પર બેંકનું દેવું ઓછુ થશે અને ઓછા દેવામાં તમે સહેલાયથી હપ્તા ચૂકવી શકશો. બેંકની સ્કિમોમાં અનેક વાર વધારે હપ્તાનું લાલાચ હોય છે, પરંતુ ધ્યાન રહે કે બેંક તમને જેટલો વધારે સમય આપશે, વ્યાજરૂપે તમારે એટલા જ વધુ પૈસા ચૂકવવા પડશે.

લોનના નિયમો અને શરતો

લોનના નિયમો અને શરતો

જ્યારે તમે કાર લોન માટે બેંકનો સંપર્ક કરો છો, તો બેંક દ્વારા તમને આપવામાં આવતી લોનના નિયમો અંગે સંપૂર્ણ માહિતી આપે છે. આ દરમિયાન બેંકિંગના અનેક શબ્દો અને ભાષા એવી હોય છે, જે સામાન્ય ગ્રાહકોની સમજણમાં આવતા નથી. એ દરમિયાન બેંકની સંપૂર્ણ શરતો અને નિયમો અંગે જાણકારી રાખો. જો સંભવ ના હોય તો કોઇ હિતેચ્છુંની મદદ અને સલાહ લો, કારણ કે, બેંક તમારી સંપૂર્ણ લેખીત સહમતી પછી જ લોન આપશે અને ત્યારાદ તમે કોઇપણ વાતથી ફરી શકશો નહીં.

સ્કિમની તુલના કરો

સ્કિમની તુલના કરો

કાર લોન લેવા માટે આ વાત ઘણી જ મહત્વપૂર્ણ છે. કાર લોન લેતી વખતે ઉતાવણ ના કરો, તમામ બેંકોની જાણકારી એકઠી કર્યા બાદ બે-ત્રણ બેંક પસંદ કરો અને તેમની સ્કિમ અને લોન સંબંધિત આપવામાં આવેલી શરતોની એકબીજા સાથે તુલના કરો. તમામ બેંકોમાં લોનના નિયમો અને શરતો અલગ-અલગ હોય છે, અને ક્યારેક ક્યારેક કેટલીક બેંકો દ્વારા છૂટછાટ પણ આપવામાં આવે છે. આ તમામ વાતોને સમજીને જ બેંકની પસંદગી કરો.

કાર લોન માટે વીમો

કાર લોન માટે વીમો

કાર લોન પર વીમો જરૂરથી કરાવવો જોઇએ જે તમને ભવિષ્યમાં કોઇ દુર્ઘટના દરમિયાન આર્થિક રીતે ઘણો મદદરૂપ થઇ શકે છે. વીમા માટે સરકારી અથવા બીનસરકારી સંસ્થાઓ અનેક છે. આ દરમિયાન તમે વીમા માટે સારી સ્કિમને પસંદ કરો. આ રીતે તમે કેટલીક મહત્વની વાતોને ધ્યાનમાં રાખીને કાર માટે એક શ્રષ્ઠ લોન વિકલ્પને પસંદ કરી શકો છો.

English summary
Buying a car is always a big investment. Many people plan on applying for a car loan. Here are some important facts about car loan & how to apply to apply for a car loan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more