• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ કાર્સના ઇન્ટિરીયરને જોઇને તમે પણ કહીં દેશો, 'wow'

|
Google Oneindia Gujarati News

ઓટો બજાર આજે સૌથી એટ્રેક્ટિવ બજાર બની ગયું છે, યુવાનોમાં કાર્સનો કેવો ક્રેઝ છે એ બધા જાણે છે, અને તેને જ ધ્યાનમાં રાખીને વિવિધ કાર નિર્માતા કંપનીઓ પોતાની કારને એ રીતે તૈયાર કરે છે કે તે તમામ વર્ગના લોકોને વૈભવ્યતાનો અહેસાસ કરાવે. આ યાદીમાં હોન્ડા, હુન્ડાઇ, સ્કોડા અને મારુતિ ટોચના ક્રમે આવે છે. લક્ઝરીયસ કાર્સ બનાવતી કંપનીઓ પહેલાથી જ લોકોના માનસપટમાં પોતાનું એક અલાયદુ સ્થાન જમાવી ચુકી હોવા છતાં પણ યુવાનોને આકર્ષવા માટે આ વૈભવ્યતામાં વધારો કરવા માટે હરહંમેશ મથતી હોય છે.

ત્યારે આ વખતે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ કે જે તેના બાહ્ય દેખાવની સાથો સાથ અંદરના દેખાવથી પણ લોકોના મનમાં વસી ગયેલી છે. અહીં એવી કાર્સ અંગે જણાવવામાં આવ્યું છે કે જેના ઇન્ટિરીયરમાં કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા કંઇક ખાસ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું છે, તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આવી કેટલીક શાનદાર ઇન્ટિરીયર ધરાવતી કાર્સ અંગે.

ફોક્સવેગન જેટા

ફોક્સવેગન જેટા

લક્ઝરી અને કમ્ફર્ટના મામલે ફોક્સવેગનની જેટા એક શાનદાર કાર્સ છે. જેટા તેના અદભૂત ઇન્ટિરીયરથી કોઇપણ કાર લવર્સને હિપ્નોટાઇઝ કરી શકે છે.

હોન્ડા સિટી

હોન્ડા સિટી

હુન્ડાઇની જેમ હોન્ડા સિટી પણ પોતાના શાનદાર ઇન્ટિરીયર અને લક્ઝરીયસ માટે જાણીતી છે. હોન્ડાની કારમાં આપણને રોયલતાની અનૂભુતિ થાય છે. તેમાં પણ ખાસ કરીને હોન્ડાની સિટી કાર તેના આ રોયલ ટચના કારણે જ તમામ વર્ગના લોકોમાં લોકપ્રિય છે. સિટીનું ઇન્ટિરીયર એટલું અદભૂત છેકે આ કારમાં બેસનાર વ્યક્તિ પોતે કોઇ ખરા અર્થમાં કિંગ હોય તેવો અનુભવ કરે છે.

મિનિ કૂપર

મિનિ કૂપર

ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રિઝમાં બીએમડબલ્યુ બેસ્ટ લક્ઝરી કાર મેકર્સ કંપની છે અને મિનિ કૂપરનું નિર્માણ પણ બીએમડબલ્યુ દ્વારા કરવામાં આવ્યું છે. બીએમડબલ્યુના આ નાના વર્ઝને લક્ઝરી કાર્સ તરીકે સારી એવી નામના મેળવી છે. આ કારને ખાસ યુવાનોને આકર્ષવા માટે જ લોન્ચ કરવામાં આવી હતી. આ કારને જેમ તેનું ઇન્ટિરીયર પણ અત્યંત આકર્ષક છે.

હુન્ડાઇ સોનાટા

હુન્ડાઇ સોનાટા

હુન્ડાઇ પોતાના ગ્રાહકોને બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે, ખાસ કરીને લક્ઝરિયસની બાબતમાં, અને આ યાદીમાં તેની સોનાટા કારની તોલે એકપણ કાર આવતી નથી. હુન્ડાઇએ સોનાટામાં શાનદર વૈભવ્યતાનો અનુભવ કરાવે તેવા ઇન્ટિરીયરનો ઉપયોગ કર્યો છે.

શવરોલે ક્રુઝ

શવરોલે ક્રુઝ

શવરોલે ક્રુઝ તેના બ્લેક ઇન્ટિરીયર માટે જાણીતી છે. લેધર્સ અને એલ્યુમિનિયમનો આ કારમાં શાનદાર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્કોડા સુપર્બ

સ્કોડા સુપર્બ

આખા વિશ્વમાં સ્કોડાની સુપર્બનું વેચાણ શાનદાર છે અને તેની પાછળનું કારણ તેનું લક્ઝરીયસ ઇન્ટિરીયર છે. હાલના સુપર્બ મોડલમાં પહેલા કરતા પણ વધારે સુવિધાઓ આપવામાં આવી છે.

હુન્ડાઇ વેરના ફ્લુઇડિક

હુન્ડાઇ વેરના ફ્લુઇડિક

હુન્ડાઇની કાર્સ સૌથી સેફેસ્ટ કાર કહેવાય છે. જો તમે લક્ઝરીના આદી હોય અને વૈભવ તમને પસંદ હોય તો હુન્ડાઇ એ માટે પરફેક્ટ ચોઇસ છે. એડ્જેસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ સાથે ઓડિયો અને બ્લૂટૂથ બટન વેરના ફ્લુઇડિકની ખાસિયત છે.

ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડની આ કારની લોકપ્રિયતાનું એક કારણ તેનું ઇન્ટિરીયર પણ છે. ફોર્ડે આ કારને સારીથી વધુ સારી બનાવવા માટે લોકોને આકર્ષી શકે તેવા ઇન્ટિરીયરનો ઉપયોગ કર્યો છે.

મારુતિ સ્વિફ્ટ

મારુતિ સ્વિફ્ટ

એ વાતમાં જરા પણ શંકા નથી કે મારુતિ ભારતની સૌથી લોકપ્રિય કાર નિર્માતા કંપની છે અને તેમાં પણ ખાસ કરીને સ્વિફ્ટમાં જે ઇન્ટિરીયર કરવામાં આવ્યું છે તે ખરેખર કાર પ્રેમીઓને તેના તરફ જોવા માટે મજબૂર કરી દે છે. સ્વિફ્ટમાં વેનિટી મિરર્સ, ડિઝિટલ ડિસ્પ્લે, સન વિઝર વિગેરે ફીચર્સ કારને લક્ઝરિયસ લૂક આપે છે.

ટાટા એરિયા

ટાટા એરિયા

આ એમયુવીમાં ટાટા મોટર્સ દ્વારા શાનદાર ઇન્ટિરિયર્સ આપવામાં આવ્યું છે. કારમાં સારી સ્પેસ, સારા કન્ટ્રોલ સાથેનુ સ્ટીયરિંગ વ્હીલ, રીયર સીટ્સમાં એસી વેન્ટ્સ, કારમાં વૂડનનો ઉપયોગ પણ સારી રીતે કરવામાં આવ્યો છે.

English summary
here is the list of cars who had a best interiors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X