હીરો સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની આ બાઇક સાથે થશે ટક્કર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની ટોચની ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ દ્વારા તેના બે મોડલ્સને લોન્ચ કરવામાં આવ્યા છે. આ મોડલ્સને ખાસ તહેવારના સમયમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેથી કંપનીના વેચાણમાં ફાયદો થઇ શકે. કંપનીએ પોતાની જાણીતી બ્રાન્ડ સ્પ્લેન્ડરની નવી બાઇક સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક 100 સીસીને કાફે રેસર સ્ટાઇલિંગમાં લોન્ચ કરી છે. જેની એક્સશોરૂમ દિલ્હીની કિંમત 48,650 રૂપિયા છે, જ્યારે બીજી ઓફરોડ બાઇક પેશન પ્રો ટીઆર 100 સીસીને એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 51,550 રૂપિયામાં લોન્ચ કરી છે.
વાત સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની કરવામાં આવે તો તેની ડિઝાઇન આપણને રોયલ એન્ફિલ્ડની બાઇક કાફે રેસરની યાદ અપાવી દે છે. પ્રો ક્લાસિક એ લોકો માટે શ્રેષ્ઠ કહીં શકાય જેઓ એકલા મુસાફરી કરતા હોય, કારણ કે આ એક સિંગલ સિટર બાઇક છે અને તેને લઇને બજારમાં તેની સાથે આ સેગ્મેન્ટમાં સ્પર્ધા કરી શકે તેવી કોઇ બાઇક નથી અથવા તો આ બાઇકની અન્ય કોઇ સાથે સ્પર્ધા નથી તેમ કહીં શકાય. તેમ છતાં મહિન્દ્રાની સેન્ટ્યુરો, હોન્ડાની સીબી ટ્વિસ્ટર અને બજાજ ડિસ્કવર 100એમ એવી બાઇક છે, જે 100 સીસીની રેન્જમાં આ બાઇકને ટક્કર આપી શકે છે. તો ચાલો તસવીરો થકી ઉક્ત ચારેય બાઇકની તુલનાત્મક માહિતી મેળવીએ, જેમાં તેમનું એન્જીન, ફીચર્સ, કિંમત અને એવરેજ અંગે માહિતી આપવામાં આવી છે.

કિંમત અંગે સરખામણી
સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની કિંમતઃ- 48,650 રૂપિયા
હોન્ડા સીબી ટ્વિસ્ટરની કિંમતઃ- 47,857 રૂપિયા
મહિન્દ્રા સેન્ટ્યુરોની કિંમતઃ- 45,000 રૂપિયા
ડિસ્કવર 100એમની કિંમતઃ- 46,936 રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક
એન્જીનઃ- 97.20 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જીન
પાવરઃ- 8.36 પીએસ
ટાર્કઃ- 8.05 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ હોન્ડા સીબી ટ્વિસ્ટર
એન્જીનઃ-109 સીસી, સિંગલ સિલિન્ડર, ફોર સ્ટ્રોક, એસઆઇ એન્જીન
પાવરઃ- 9 બીએચપી
ટાર્કઃ- 9 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ મહિન્દ્રા સેન્ટ્યુરો
એન્જીનઃ- 106.70 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, એમસીઆઇ-5 એન્જીન
પાવરઃ- 8.5 બીએચપી
ટાર્કઃ- 8.5 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ ડિસ્કવર 100એમ
એન્જીનઃ- 102 સીસી, ડીટીએસઆઇ 4 વાલ્વ એન્જીન
પાવરઃ- 9.3 પીએસ
ટાર્કઃ- 9.2 એનએમ

ફીચર્સ અંગે સરખામણીઃ- સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક
એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ

ફીચર્સ અંગે સરખામણીઃ-હોન્ડા સીબી ટ્વિસ્ટર
એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, લો ઓઇલઇન્ડીકેટર, લો બેટરી ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ

ફીચર્સ અંગે સરખામણીઃ-મહિન્દ્રા સેન્ટ્યુરો
એનાલોગ સ્પીડોમીટર, ટેકોમીટર ટાઇપ, એનાલોગ ટ્રિપોમીટર ટાઇપ, ફ્યુઅલ ગેજ

ફીચર્સ અંગે સરખામણીઃ-ડિસ્કવર 100એમ
એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, લો બેટરી ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ

એવરેજ અંગે સરખામણી
સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની એવરેજઃ- 55-65 કિ.મી પ્રતિ લિટર
હોન્ડા સીબી ટ્વિસ્ટરની એવરેજઃ- 70 કિ.મી પ્રતિ લિટર
મહિન્દ્રા સેન્ટ્યુરોની એવરેજઃ- 85 કિ.મી પ્રતિ લિટર
ડિસ્કવર 100એમની એવરેજઃ- 84 કિ.મી પ્રતિ લિટર