For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારુતિ-હુન્ડાઇની 'જાની દૂશ્મન' બનવા તૈયાર છે આ કાર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં શરૂઆતથી જ ઓછી કિંમત અને સારું માઇલેજ ધરાવતી કાર્સનો પ્રભાવ જોવા મળ્યો છે. અથવા તો એમ કહીએ કે, દેશના રસ્તા પર એકહથ્થું શાસન હૈચબૈક કાર્સનું છે. અમે એ વાતથી જરા પણ ઇન્કાર કરતા નથી કે સિડાન અથવા તો અન્ય સેગ્મેન્ટની કાર્સ તેની સરખામણીએ નમતું જોખે છે, પરંતુ વેચાણના આંકડાઓ કંઇક આવું જ દર્શાવે છે. અત્યારસુધીમાં દેશમાં હૈચબૈક કાર્સની રેન્જમાં કેટલાક મોટા નામ રહ્યાં છે, જેમ કે, મારુતિ સુઝૂકી, હુન્ડાઇ અથવા તો શેવરોલે.

આ વાહન નિર્માતાઓએ દેશના ગ્રાહકોની ઇચ્છા અનુસાર ઓછી કિંમતમાં શાનદાર માઇલેજ આપતી કાર્સ રજૂ કરી. જેમણે સફળતાની અનેક ઇમારતો રચી, પરંતુ આ દિગ્ગજોને ટક્કર આપવા અને તેમના 'જાની દૂશ્મન' બનવા માટે જાપાનીઝ કાર નિર્માતા કંપની નિસાને દેશના રસ્તાઓ પર પોતાની લો કોસ્ટ બ્રાન્ડ ડસ્ટનને ઉતારવાની સંપૂર્ણ યોજના બનાવી લીધી છે. આ ક્રમમાં નિસાને તાજેતરમાં જ આગામી 15 જૂલાઇને ડસ્ટનના ગ્લોબલ લોન્ચની તારીખ ઘોષિત કરી દીધી છે.

જ્યાં એક તરફ આ ઘોષણાથી દિગ્ગજોને પરસેવા છૂટી ગયા છે તો બીજી તરફ મધ્યમ વર્ગ એ વાતથી ખુશ છે કે તેમને બજેટમાં વધુ એક કાર પસંદ કરવાની તક મળશે. જે જોર-જુસ્સા સાથે ડસ્ટને દેશમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવાની વાત કરી છે, તેને જોઇને લાગી રહ્યું છે કે, મારુતિ સુઝૂકી અલ્ટો, શેવરોલે સ્પાર્ક અને હુન્ડાઇ આઇ10ને ડસ્ટનની ડેબ્યુ કારથી જોરદાર ટક્કર મળવાની છે. આજે ડસ્ટને પોતાની શાનદાર નાની કારની પ્રથમ તસવીર રજૂ કરી છે. તો ચાલો તસવીરોમાં જોઇએ આ કારને કે જેણે દિગ્ગજોનાં હોશ ઉડાવી દીધા છે.

મારુતિ-હુન્ડાઇને આપશે ટક્કર

મારુતિ-હુન્ડાઇને આપશે ટક્કર

ડસ્ટને આજે પોતાની પહેલી કાર જેને તે ભારતીય બજારમાં ગ્લોબલી લોન્ચ કરવા જઇ રહી છે, તેની પહેલી તસવીર આધિકારીક રીતે રજૂ કરી છે.

આકર્ષક લૂક આપાયો છે

આકર્ષક લૂક આપાયો છે

આ તસવીરમાં આપણે સ્પષ્ટપણે જોવા મળે છે કે કંપનીએ આ કારને ઘણો જ આકર્ષક અને મશક્યૂલર લૂક પ્રદાન કર્યો છે. ઘણાજ શાનદાનર એક્સટીરિયર અને ફીચર્સની સાથે ડસ્ટનનો વર્ષોનો વિશ્વાસ આ કારને વધુ સામર્થ્ય બક્ષે છે.

નિસાનની માઇક્રા જેવી

નિસાનની માઇક્રા જેવી

તમને જણાવી દઇએ કે કંનપીએ આ કારનું નિર્માણ નિસાનની લોકપ્રિય હૈચબૈક માઇક્રાની તર્જ પર કર્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે કંપની આ કારમાં શાનદાર અને શ્રેષ્ઠ ફીચર્સ સામેલ કરશે. હાલના સમયે દેશમાં મારુતિ સુઝૂકી અલ્ટો, હુન્ડાઇ સેન્ટ્રો અને શેવરોલે સ્પાર્ક જેવી કાર્સની માંગ ઘણી છે. તેને ધ્યાનમાં રાખીને કંપનીએ લો કોસ્ટ કારથી દેશમાં પોતાની શરૂઆથ કરવાની યોજના બનાવી છે.

કિંમત અંગે કોઇ જાણકારી નથી

કિંમત અંગે કોઇ જાણકારી નથી

જોકે કંપનીએ હજુ આ કારની કિંમત વિગેરે અંગે કોઇ જાણકારી આપી નથી, પરંતુ કંપની પોતાની આ પહેલા કારને લગભગ 3થી 4 લાખ રૂપિયાની વચ્ચે રજુ કરી શકે છે. જે મારુતિની અલ્ટોને આકરો પડકાર ફેંકી શકે છે. મારુતિ અલ્ટોની કિંમત 3.25થી લઇને 3.38 લાખ રૂપિયા સુધી છે. આ ઉપરાંત ડસ્ટન એક્સટીરિયર દેખાવે અલ્ટો કરતા ઘણી સારી છે.

સેન્ટ્રોને આપશે ટક્કર

સેન્ટ્રોને આપશે ટક્કર

બીજી તરફ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની હુન્ડાઇની શાનદાર કાર સેન્ટ્રો જીંગને પણ ડસ્ટન જોરદાર ટક્કર આપશે. કિંમતની વાત કરીએ તો સેન્ટ્રોની કિંમત 3 લાખ રૂપિયાથી લઇને 4.13 લાખ રૂપિયા સુધી છે.

શેવરોલેની સ્પાર્ક પણ રડારમાં

શેવરોલેની સ્પાર્ક પણ રડારમાં

આ ઉપરાંત શેવરોલે સ્પાર્કને પણ ડસ્ટનની કાર ટક્કર આપી શકે છે. સ્પાર્કની કિંમત 3.33 લાખથી લઇને 4.16 લાખ રૂપિયા સુધી છે.

15મી જૂલાઇએ થશે લોન્ચ

15મી જૂલાઇએ થશે લોન્ચ

કંપની આગામી 15 જૂલાઇએ પોતાની આ કારેને પહેલીવાર વિશ્વ સામે રજૂ કરશે.

English summary
Datsun K2 rendering has been revealed. Datsun K2 will launch on July 15. Datsun K2 will compete with Maruti Suzuki Alto, Estilo, Hyundai i10, Chevrolet Spark. Datsun K2 will hatchback, based on Micra platform.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X