• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુબઈ પોલીસ પાસે છે વિશ્વની સૌથી ઝડપી કાર, 407 કિમી પ્રતિ કલાકની સ્પીડ

|
Google Oneindia Gujarati News

જ્યારે જ્યારે દુબઈનો ઉલ્લેખ થાય ત્યારે ત્યારે ત્યાંની સમૃદ્ધિને ભૂલી શકાય નહીં. અહીંના આલિશાન શોપિંગ મૉલ, સ્કાય સ્ક્રેપર્સ, ભવ્ય હોટેલ્સ અને રિસોર્ટ અહીંના મુખ્ય આકર્ષણ ગણાય છે. આ ઉપરાંત દેશની એક વધુ વાત છે, જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. અહીંની વિદેશી લક્ઝરી કારો રોડ પર એ રીતે દોડે છે, જે રીતે કોઈ દેશમાં કોઈ થ્રી વ્હિલર કે સામાન્ય વાહનોની સંખ્યા હોય. આ ગાડીઓ દુનિયાભરના ઓટો ઉત્સાહી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

લક્ઝરી કાર

લક્ઝરી કાર

જો તમને પણ લક્ઝરી કાર પ્રત્યે લગાવ છે અને તમે તમારા દેશના ઉત્સાહને રોકી નથી શક્તા તો દુબઈ બેસ્ટ છે. અહીં તમને મર્સિડીઝ AMG 63, બ્રેબસ 700 વિડસર અને એટલે સુધી કે ક્રૂવ SUV જેવી કાર રસ્તા પર જોવા મળે છે. આ ઉપરાંત લ્યોંક હાઈપરસ્પોર્ટ જેવી મલ્ટી મિલિયન ડૉલર હાઈપરકાર પણ સામાન્ય છે. કારણ કે આ તમામ કારનો ઉપયોગ દુબઈ પોલીસ પેટ્રોલિંગ માટે કરે છે.

દુબઈ પોલીસ

દુબઈ પોલીસ

દુબઈની પોલીસ પાસે લક્ઝરી કાર અને SUV કારનું મોટું કલેક્શન છે. અહીંની તમામ કાર પોલીસની શાન બની ચૂકી છે. સંયુક્ત આરબ અમીરાતની પોલીસલાખો કરોડ રૂપિયાની લીલા અને સફેદ રંગની કાર લઈને નીકળે ત્યારે લોકો જોવા માટે ભેગા થઈ જાય છે. આજે અમે તમારા માટે આવી 5 લક્ઝરી કારની વાત લાવ્યા છીએ, જેનો ઉપયોગ પોલીસ યુએઈમાં કરે છે.

લાઈકન હાઈપર સ્પોર્ટ

લાઈકન હાઈપર સ્પોર્ટ

આ લિસ્ટમાં જે સૌથી પહેલી કાર છે, તે છે લાઈકન હાઈપરસ્પોર્ટ. ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 7 સિરીઝ બાદ આ કાર લોકોની નજરે ચડી છે. બાદમાં તેની લોકપ્રિયતા એટલી વધી કે દરેક વ્યક્તિને આ કાર જોઈએ છે. મિડલ ઈસ્ટમાં બનેલું આ સુપરકાર લાઈકાન હાઈપરસ્પોર્ટ ડબલ્યુ મોટર્સનું પહેલું મોડેલ છે.

લાઈકન હાઈપર સ્પોર્ટને 2012માં લોન્ચ રાઈ હતી. આ કાર લોન્ચ સમયે વિશ્વની ત્રીજી સૌથી મોંઘી કાર હતી. તેની કિંમત 3.4 મિલિયન ડૉલર હતી. કંપનીએ ફક્ત આવી 7 જ કાર બનાવી હતી. હવે તે દુનિયાની લિમિટેડ સુપરકારમાંની એક છે.

તેમાં 3.7 લિટરનું ટર્બોચાર્જ઼્ડ પેટ્રોલ એન્જિન છે, જે 787 પીએસનો વધારાનો પાવર આઉટપુટ અને 960 NM ટોર્ક આપે છે. ડબલ્યુ મોટર્સે તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન મૂક્યા છે. તેમાં ટાઈટેનિયમની બ્લેડ અને હીરા એમ્બેડ કરેલી LED હેન્ડ લેમ્પ જેવી સુવિધા છે.

ધિયાથ

ધિયાથ

ડબલ્યુ મોટર્સ દ્વારા એક વધુ સુપરકાર ડિઝાઈન કરવામાં આવી છે. આ મેગા એસયુવીનું નામ ધિયાથ છે. તે શેવરલે તાહો પર આધારિત છે, જે મધ્યપૂર્વની સૌથી લોકપ્રિય SUVમાંની એક છે. જો કે આ કારના ફીચર્સ અંગે ખુલાસો નથી થયો.

તેની અંદર અને બહાર ઘણાં પરિવર્તન જોવા મળી રહ્યા છે. તેનું મુખ્ય આકર્ષણ છે ફેશિયલ રેકગ્નઆઈઝ ટેક્નોલોજી, તેની બહાર લાગેલો કેમેરો અને નંબર પ્લેટની ઓળખ તે ધિયાથને અન્ય કરતા અલગ બનાવે છે. પછી આ ડેટા દુબઈ પોલીસના ડેટાબેઝ સાથે મેળવીને ઓળખ પસંદ કરવામાં આવે છે.

તો તેના ડેશ બોર્ડ અને સેન્ટર કન્સોલ પર ટચસ્ક્રીન પર એક ટેબલ જેવી અન્ય વિશેષતા છે. જે સ્પોર્ટી અને મોંઘા દેખાનારા કાર્બન ફાઈબર ફિનિશથી ઘેરાયેલું છે.

બુગાટી વેરૉન

બુગાટી વેરૉન

બુગાટી વેરૉન ભલે 2015માં ઈતિહાસમાં ધકેલાઈ ગઈ હોય. પરંતુ લગભગ એક દાયકા સુધી તેણે પોતાનો જલવો બતાવ્યો છે. દુબઈ પોલીસ બેડામાં પણ બુગાટી વેરોન 16.4 મોજુદ છે, જેની વધુમાં વધુ સ્પીડ 407 કિલોમીટર પ્રતિ કલાક છે. જે દુનિયાભરમાં સૌથી ઝડપી ચાલતી કાર છે.

તેમાં 8.0 લિટર ક્વાડ-ટર્બોચાર્જ઼્ડ W16 પેટ્રોલ એન્જિન, જે હવા માટે ત્રણ હિટ એક્સચેન્જર્સનો ઉપયોગ લિક્વિડ ઈન્ટરકોલર અને ત્રણ એન્જિન રેડિયેટર્સ માટે કરે છે. સાથે જ તેનાથી 6 સ્પીડ DSG ઓટોમિટક ગિયર બોક્સ સાતે જોડવામાં આવ્યું છે. તેનું એન્જિન 1001 પીએસ વધુમાં વધુ પાવર આઉટપુટ અને 1250 NMનો ટોર્ક પેદા કરે છે.

મર્સિડિઝ બેન્ઝ SLS AMG

મર્સિડિઝ બેન્ઝ SLS AMG

SLS AMG લાંબા સમય સુધી મર્સિડિઝ બેન્ઝનું મુખ્ય મોડલ હતું અને 2015માં AMG GT દ્વારા પાછું ખેંચી લેવાયા બાદ પણ તે સૌથી ખાસ કારમાંની એક ગણાય છે. આ કારનો ઉપયોગ દુબઈ પોલીસ પોતાના કૂપે વર્ઝનમાં કરે છે.

લોન્ચ સમયે આ કાર દુનિયાની સૌથી શક્તિશાળી એસ્પિરેટેડ પ્રોડક્શન સિરીઝ એન્જિન ધરાવતી હતી. SLS AMGને SLR મેક્લારેનના ઉત્તરાધિકારી તરીકે રજૂ કરવામાં આવી હતી. પરંતુ તેની ડિઝાઈન પ્રમાણે તે 300 SL ગુલ્લિવંગના આધુનિક અવતાર જેવી દેખાય છે.

બ્રેબસ બી 63 S 700 વાઈડસ્ટાર

બ્રેબસ બી 63 S 700 વાઈડસ્ટાર

મર્સિડીઝ બેન્ઝ જી 63 MG પહેલાથી જ પ્રદર્શન મામલે સૌથી સારી SUV હતી. પરંતુ જર્મન કંપનીએ તેને બ્રેબસ સાથે બી63 એસ 700 વિડેસ્ટારમાં બદલીને વધુ સારી બનાવી દીધી છે.

ધ બ્રેબસ બી 63 એસ 700 વિડસ્ટાર મર્સિડીઝ બેન્જ જી 64 એએમજી ઘણા પરિવર્તન સાથે આવે છે. પરિવર્તનની યાદી જોઈએ તો મોટા પૈડા, મોટા પ્રમાણમાં રિયર સ્પોઈલર, લો પ્રોફાઈલ ટાયર સાથે મોટા 23 ઈંચના મિશ્ર ધાતુના પૈડા, સામેની બોનેટ પર છત પર ચડીને LED લાઈટ બાર અને ડિઝાઈન સામેલ છે.

આ પણ વાંચો: ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુરક્ષા હેતુ વાપરે છે આ લક્ઝરી કારો...

English summary
dubai police uses this super cars for petrling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X