For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમ્પૅરિઝનઃ ફિયાટની એવેન્ટ્યુરા હંફાવી શકશે આ કોમ્પેક્ટ એસયુવીને

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં કોમ્પેક્ટ એસયુવી પણ પોતાનુ સ્થાન બનાવવામાં સફળ રહી છે, જેનું તાજુ ઉદાહરણ ફિયાટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી તેની નવી કોમ્પેક્ટ એસયુવી એવેન્ટ્યુરા છે. ફિયાટે પોતાની આ એસયુવીની કિંમત 6.2 લાખથી 8.4 લાખ રૂપિયા રાખવામાં આવી છે. એવરેજના મામલે આ એસયુવી પેટ્રોલમાં 11 અને ડીઝલમાં 16 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે. બજારમાં અન્ય ઘણી કોમ્પેક્ટ એસયુવી ધૂમ મચાવી રહી છે. ત્યારે ચોક્કસપણે આ એસયુવીને બજારમાં તગડી સ્પર્ધા મળશે.

વાત કોમ્પેક્ટ એસયુવીની સરખામણી અંગે કરવામાં આવે તો ફિયાટની એવેન્ટ્યુરાને બજારમાં પોતાની જગા બનાવવા માટે ઘણી મહેનત કરવી પડશે. જોકે તહેવારના માહોલમાં એસયુવીને લોન્ચ કરવામાં આવી હોવાથી તેનો ફાયદો મળી શકે છે. તેમ છતાં ફોક્સવેગન ક્રોસ પોલો અને ટોયોટા ઇટિયોસ ક્રોસ એવી કોમ્પેક્ટ એસયુવી છે, જે આ એસયુવીને કપરી ટક્કર આપશે. આજે અમે અહીં ઉક્ત કાર્સ અંગેની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તેની કિંમત, એવરેજ, ડિમેન્શન અને એન્જીન સ્પેસિફિકેશન અંગે માહિતી આપવામાં આવી છે. તો ચાલો તેને તસવીરો થકી નિહાળીએ.

કિંમત અંગે સરખામણી

કિંમત અંગે સરખામણી

ફિયાટ એવેન્ટ્યુરાની કિંમતઃ- 6.2થી 8.4 લાખ રૂપિયા
ફોક્સવેગન ક્રોસ પોલોની કિંમતઃ- 7.9 લાખ રૂપિયા
ટોયોટા ઇટિયોસ ક્રોસની કિંમતઃ- 6.0થી 7.5 લાખ રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફિયાટ એવેન્ટ્યુરા

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફિયાટ એવેન્ટ્યુરા

પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4 લિટર, 16વી ફાયર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88.8 બીએચપી અને 4500 આરપીએમ પર 115 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી મલ્ટીજેટ એન્જીન, 4000 આરપીએમ પર 91.2 બીએચપી અને 1750 આરપીએમ ટાર્ક

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફોક્સવેગન ક્રોસ પોલો

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફોક્સવેગન ક્રોસ પોલો

એન્જીનઃ- 1199 સીસી, 1.2 લિટર 12વી ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 74 બીએચપી અને 2000 આરપીએમ પર 180 એનએમ ટાર્ક

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટોયોટા ઇટિયોસ ક્રોસ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટોયોટા ઇટિયોસ ક્રોસ

ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી-4ડી એન્જીન, 3800 આરપીએમ પર 67.6 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક
પેટ્રોલ એન્જીનઃ- 1496 સીસી, 1.5 લિટર 16વી પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 88.76 બીએચપી અને 3000 આરપીએમ પર 132 એનએમ ટાર્ક

કારનું ડિમેન્શન્સઃ- ફિયાટ એવેન્ટ્યુરા

કારનું ડિમેન્શન્સઃ- ફિયાટ એવેન્ટ્યુરા

લંબાઇઃ- 3989 એમએમ પહોળાઇઃ- 1706 એમએમ ઉંચાઇઃ- 1542 એમએમ વ્હીલબેઝઃ- 2510 એમએમ

કારનું ડિમેન્શન્સઃ- ફોક્સવેગન ક્રોસ પોલો

કારનું ડિમેન્શન્સઃ- ફોક્સવેગન ક્રોસ પોલો

લંબાઇઃ- 3987 એમએમ પહોળાઇઃ- 1698 એમએમ ઉંચાઇઃ- 1474 એમએમ વ્હીલબેઝઃ- 2456 એમએમ

કારનું ડિમેન્શન્સઃ- ટોયોટા ઇટિયોસ ક્રોસ

કારનું ડિમેન્શન્સઃ- ટોયોટા ઇટિયોસ ક્રોસ

લંબાઇઃ- 3895 એમએમ પહોળાઇઃ- 1735 એમએમ ઉંચાઇઃ- 1555 એમએમ વ્હીલબેઝઃ- 2460 એમએમ

એવરેજ અંગે સરખામણી

એવરેજ અંગે સરખામણી

ફિયાટ એવેન્ટ્યુરાની એવરેજઃ-11.2 કેએમપીએલ શહેરમાં અને 14.4 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) અને 16.9 કેએમપીએલ શહેરમાં અને 20.5 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
ફોક્સવેગન ક્રોસ પોલોની એવરેજઃ- 17 કેએમપીએલ શહેરમાં અને 22.07 કેએમપીએલ હાઇવે પર
ટોયોટા ઇટિયોસ ક્રોસની એવરેજઃ-12.04 કેએમપીએલ શહેરમાં અને 16.78 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) અને 18.04 કેએમપીએલ શહેરમાં અને 23.59 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

English summary
Fiat Avventura vs VW Cross Polo vs Toyota Etios Cross
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X