For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિઆટે લોન્ચ કરી પાન્ડા ક્રોસ કોમ્પેક્ટ એસયુવી, જાણો શું છે ખાસ

By Super
|
Google Oneindia Gujarati News

ઇટાલિયન ઓટોમોબાઇલ કંપની ફિઆટે તેની નવી પાન્ડા ક્રોસને લોન્ચ કરી છે, જે પાન્ડા 4x4 જેવી છે. ભારતમાં કોમ્પેક્ટ એસયુવીની લોકપ્રિયતા જે પ્રકારે વધી રહી છે, તેનાથી ફિઆટ માહિતગાર છે અને તેથી જ બની શકે છેકે ફિઆટે પોતાની આ એસયુવીને ભારતમા પણ લોન્ચ કરી શકે છે. ફિઆટ પોતાની આ કોમ્પેક્ટ એસયુવીમાં બે નવા એન્જીન ઓફર કરી રહી છે. એક 1.3 લિટર મલ્ટિજેટ 2 અને બીજું 0.9 લિટર ટ્વિન એર ટર્બો એન્જીન છે.

ફિઆટની પાન્ડા ક્રોસ ઓફ રોડ અને સિટીની સ્થિતિ બન્ને માટે સારી છે. છ સ્પીડ ગીયર બોક્સ સાથે આ એસયુવીને ઓફ રોડરનું હૃદય માની શકાય છે. 0.9 લિટર પેટ્રોલ પાવર્ડ ટ્વિન એર ટર્બો એન્જીન 90 હોર્સપાવર સાથે 145 એનએમનું પીક ટાર્ક પ્રોડ્યુસ કરે છે. જ્યારે 1.3 લિટર મલ્ટિજેટ 2 ટર્બો ડીઝલ એન્જીન 80 હોર્સપાવર સાથે 190 એનએમનું પીક ટાર્ક જનરેટ કરે છે. તો આ એસયુવી અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

ફિઆટ પાન્ડા ક્રોસ

ફિઆટ પાન્ડા ક્રોસ

પાન્ડા 4x4 મોડલ પરથી ફિઆટે પોતાની પાન્ડા ક્રોસને લોન્ચ કરી છે. ભારતમાં વેચાઇ રહેલા પ્રિમિયર રિઓ વાહન જેવી જ આ એસયુવી છે. આ એક સાચી ઓફ રોડર એસયુવી છે, જે સરળતાથી શહેરી વાતાવરણમાં પોતાને ઢાળી શકે છે.

પાન્ડા ક્રોસનો આગળનો ભાગ

પાન્ડા ક્રોસનો આગળનો ભાગ

અન્ય ઓફ રોડરની જેમ આ એસયુવીનો આગળનો ભાગ એગ્રેસિવ નથી. તેમાં સ્ટાઇલિશ એલ્યુમિનિયમ સ્કિડ પ્લેટનો ઉપયોગ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ હાઉસમાં કરવામાં આવ્યો છે. હેડલાઇટની ઘણી જ નજીક ફોગલેમ્પ્સને ગોઠવવામાં આવ્યા છે. આ એસયુવી ઘણી જ ક્યૂટ લાગે છે.

પાન્ડા ક્રોસનો સાઇડ વ્યૂ

પાન્ડા ક્રોસનો સાઇડ વ્યૂ

સાઇડ વ્યૂથી તેને જોવામાં આવે તો આ તમને એક કોમ્પેક્ટ કાર લાગે છે. દરવાજાની નીચે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજા દરવાજે બોટમમાં ક્રોસ બેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલોય વ્હીલ અને ચંકી ઓફ રોડ ટાયરને આ કોમ્પેક્ટ એસયુવીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો એક્સ્ટ્રા સામાનને કૅરી કરવો હોય તો તેના માટે સ્પોર્ટી લૂક ધરાવતી રૂફ રેઇલ્સ પણ આપવામાં આવી છે.

પાન્ડા ક્રોસનો પાછળનો ભાગ

પાન્ડા ક્રોસનો પાછળનો ભાગ

પાન્ડા ક્રોસનો પાછળનો ભાગ સામાન્ય છે. સ્કિડ પ્લેટનો ઉપયોગ પાછળના ભાગમાં પણ કરવામાં આવ્યો છે તેમજ લાઇટનો ઉપયોગ કરાયો છે જે ઓફ રોડ કન્ડિશનને અનુરુપ છે. તેમાં ત્રણ અલગ રીતે હાઇ ટેલ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાન્ડા ક્રોસનું ઇન્ટેરિયર

પાન્ડા ક્રોસનું ઇન્ટેરિયર

પાન્ડા ક્રોસમાં ફિઆટે પ્રિમિયમ બ્રાઉન અને બ્લેક ઇન્ટેરિયર આપ્યું છે. સ્ટીયરિંગ વ્હીલ યુનિક છે અને તેની મધ્યમાં હોર્ન આપવામાં આવ્યો છે. તેમજ ઓડિયો કન્ટ્રોલને ખાસ અલગ સ્થાન આપવામાં આવ્યું છે. એસી વેન્ટ, મ્યુઝિક સિસ્ટમ અને અન્ય કન્ટ્રોલ્સને સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેનાથી કેબિનમાં પ્રિમિયમ ફિલ આપી શકાયો છે. જો તમે રસ્તો ભૂલી જાઓ તો નેવિગેશન સિસ્ટમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

ભારતમાં પણ થવી જોઇએ લોન્ચ

ભારતમાં પણ થવી જોઇએ લોન્ચ

પાન્ડા ક્રોસ એક એક્સલેન્ટ વ્હીકલ્સ છે અને આપણે તેને ભારતમાં પણ જોવા માગીએ છીએ. ફિઆટે આ વર્ષના અંત સુધીમાં પોતાની એવેન્તુરાને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે, તેમજ પુન્ટો અને પુન્ટો એવોને પણ તે લોન્ચ કરવાની તૈયારીમાં છે.

English summary
Italian automobile giant Fiat has launched its new Panda Cross, based on the Panda 4x4. Fiat is aware of the growing popularity of compact SUVs in India and could get this vehicle to India, if there is demand. Fiat will be offering two new engines a 1.3-litre MultiJet 2 and a 0.9-litre TwinAir Turbo engine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X