For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ બાબતો મહિલાઓ માટેના ટૂ વ્હીલર્સમાં હોય તે જરૂરી

|
Google Oneindia Gujarati News

ભારતમાં મહિલાઓમાં હાઇટની સમસ્યા રહે છે, તેમાં પણ ખાસ કરીને ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવતા ટૂ વ્હીલર્સમાં મહિલાઓને આ સમસ્યા ઘણી જ નડતી હોય છે. અનેક ટૂ વ્હીલર્સ નિર્માતાઓ દ્વારા આ વાતની નોંધ લેવામાં આવી છે અને જ્યારે પોતાના ટૂ વ્હીલર્સ ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવે છે, ત્યારે એ બાબતની ખાસ કાળજી રાખે છેકે તે ભારતીય મહિલાઓ યોગ્ય રીતે ચલાવી શકશે કે નહીં.

તેમ છતાં ઘણી એવી બાબત છે જે ભારતમાં લોન્ચ કરવામાં આવતા ટૂ વ્હીલર્સમાં ધ્યાન રાખવા યોગ્ય છે, આજે અમે અહીં એવી જ કેટલીક બાબતોને લઇને આવ્યા છીએ, જે અંગે ટૂ વ્હીલર્સ નિર્માતાઓ દ્વારા અથવા તો વાહન ચાલક મહિલાઓ દ્વારા કાળજી રાખવામાં આવે તો તેઓ સારી રીતે ટૂ વ્હીલર્સને ચલાવી શકે છે, તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- હીરોની બાઇક્સ અને સ્કૂટર્સને મળશે ‘BMW' ટચ
આ પણ વાંચોઃ- જાણો, કયા છે ગુજરાતના ટોપ 15 સૌથી લાંબા સ્ટેટ હાઇવે
આ પણ વાંચોઃ- ભારતની ટોપ હાઇ પરફોર્મન્સ કાર, કિંમત 15 લાખની અંદર

સીટ હાઇટ

સીટ હાઇટ

ટૂ વ્હીલરની હાઇટ હંમેશા મહિલાઓ માટે એક પડકાર સમાન સાબિત થાય છે. ખાસ કરીને બાઇકમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે અને તેના જ કારણે હવે ભારતમાં લોન્ચ કરવામાં આવતી બાઇક્સમાં ખાસ મહિલાઓ માટે લો સીટની ઓફર કરવામાં આવે છે.

બેબી સીટ

બેબી સીટ

આ અન્ય એક મહત્વની બાબત છે જે ટૂ વ્હીલર્સ વાહન નિર્માતા કંપનીઓએ ધ્યાનમાં રાખવી જરૂરી છે. મહિલાઓ ટૂ વ્હીલર્સમાં પોતાના બાળકોને સ્કૂલ છોડવા જતી હોય છે, ત્યારે ટૂ વ્હીલર્સમાં બેબી સીટ હોવી જરૂરી છે.

સાઇડ સ્ટેન્ડ

સાઇડ સ્ટેન્ડ

ટૂ વ્હીલર્સ ચલાવતી મહિલાઓ માટે આ એક ગંભીર અને મુશ્કેલી ભરી બાબત બની જાય છેકે તેમને પોતાના ટૂ વ્હીલર્સને મેઇન સ્ટેન્ડમાં પાર્ક કરવું પડે છે, જોકે હવે મોટાભાગના ટૂ વ્હીલર્સમાં સાઇડ સ્ટેન્ડની સુવિધા આપવામાં આવી છે. સાઇડ સ્ટેન્ડ હોય તો મહિલા સહેલાયથી પોતાના ટૂ વ્હીલર્સને પાર્ક કરી શકે છે.

લેગ ગાર્ડ

લેગ ગાર્ડ

આ એક કોમન બાબત છે જે તમામ ટૂ વ્હીલર્સમાં હોવી જરૂરી છે.

મિરર એડજેસ્ટમેન્ટ

મિરર એડજેસ્ટમેન્ટ

અન્ય મહત્વની બાબતોની વાત કરવામાં આવે તો મહિલાઓ માટે બનાવવામાં આવતા ટૂ વ્હીલર્સમાં મિરર એડજેસ્ટમેન્ટ હોવું જરૂરી છે, ઉપરાંત ટ્યૂબલેસ ટાયર, કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક્સ ઉપરાંત હેલમેટ પણ જરૂરી છે.

English summary
Five Things to Customize in the Two Wheelers for Ladies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X