For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્મુલા 1 સાથે જોડાયેલી આ વાતો જાણીને રહી જશો દંગ

|
Google Oneindia Gujarati News

ફોર્મુલા વન એક ઘણી જ રોમાંચકારી દુનિયાનું નામ છે. જી હાં, રેસિંગ ટ્રેક પર ઘૂમાડાના ગોટાની વચ્ચે, દિલને હચમચાવી દે તેવી રફતારથી આગળ વધતા રફતારના યોદ્ધાઓને જોવાની મજા એક રોમાંચથી ઓછી નથી. ગત વર્ષે 2011માં ભારતમાં આ અનોખા ખેલની શરૂઆત નોએડા સ્થિત બુદ્ધ ઇન્ટરનેશનલ ટ્રેક પર થઇ. કરોડો રૂપિયાની ખર્ચે બનેલા આ ટ્રેક પર આયોજીત ઇન્ડિયન ગ્રાં પ્રી જોવા લાયક હતી.

આ વખતે પણ 2014 ગ્રાં પ્રીની શરૂઆત થવા જઇ રહી છે, પરંતુ ફોર્મુલા વનના કોમર્શિયલ પ્રમુખ બર્ની એક્લેસ્ટોને અચાનક ઇન્ડિયન ગ્રાં પ્રીના ટ્રેક પર ભૂંકપ લાવી દીધો. એક્લેસ્ટોને આ વખતે કહ્યું કે, આગામી વર્ષે થનારી ગ્રાં પ્રી રેસ પર શંકાના વાદળો છે. જો કે, આ અંગે કોઇ અધિકૃત માહિતી આપવામાં આવી નથી અને ના તો આ કોઇ અંતિમ નિર્ણય છે.

આ અંગે ફોર્મુલા વન રેસર કરુણ ચંડોકનું કહેવું છે કે, એક્લેસ્ટોને જે નિવેદન આપ્યું છે, તે અંતિમ નિર્ણય નથી, અમને આશા ચે કે, આગામી વર્ષે ઇન્ડિયન ગ્રાં પ્રીનું આયોજન કરવામાં આવશે. આ રેસમાં વિશ્વભરમાંથી આવેલી 12 ટીમો ભાગ લઇ રહી છે. જી હાં, એક તરફ આ ખેલ ઘણો જ રોમાંચકારી છે, તો બીજી તરફ પડદા પાછળ પણ આ દુનિયા ઘણી રોચક છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ફોર્મુલા 1 સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

રોચક તથ્યો

રોચક તથ્યો

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો ફોર્મુલા 1 સાથે જોડાયેલા રોચક તથ્યો.

સ્ટીયરિંગ વીડિયો ગેમના કન્ટ્રોલર જેવું

સ્ટીયરિંગ વીડિયો ગેમના કન્ટ્રોલર જેવું

કારનું સ્ટીયરિંગ બાળકો દ્વારા રમવામાં આવતી કોઇ વીડિયો ગેમના કન્ટ્રોલર જેવું હોય છે.

સ્ટીયરિંગમાં જ ક્લચ અને સ્પીડો મીટર

સ્ટીયરિંગમાં જ ક્લચ અને સ્પીડો મીટર

સ્ટીયરિંગમાં જ ક્લચ, સ્પીડો મીટર, કાર વિંગ કન્ટ્રોલર અને રેડિયો ટ્રાન્સમીટર લગાવવામાં આવે છે, જેની મદદથી ચાલક કન્ટ્રોલર રૂમ સાથે જોડાયેલા રહે છે.

એક ટીમ દ્વારા 2 લાખ લીટર ઇંધણનો ધૂમાડો

એક ટીમ દ્વારા 2 લાખ લીટર ઇંધણનો ધૂમાડો

એક સીઝનમાં એક ટીમ કુલ 2 લાખ લીટર ઇંધણનો ધૂમાડો કરે છે, એટલે કે 1 કરોડ 52 લાખ રૂપિયાનું પેટ્રોલ ચાર દિવસમાં ખર્ચ થઇ જાય છે. રેસ દરમિયાન એફ 1 કાર માત્ર 100 કિમી માટે જ 75 લીટર ઇંધણ ખાઇ જાય છે.

કારની સ્પીડ

કારની સ્પીડ

એફ 1 કાર રેસિંગ દરમિયાન અંદાજે 18 હજાર આરપીએમ પર ચાલે છે. રેસિંગ ટ્રેક પર કારની ગતિ અંદાજે 350 કિમી પ્રતિ કલાક હોય છે.

કારમા રડાર સિસ્ટમ

કારમા રડાર સિસ્ટમ

કારની અંદર જ રડાર સિસ્ટમથી ચાલક સીધો કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલો રહે છે, કોઇપણ આપાત સ્થિતિમાં તેને કન્ટ્રોલ રૂમમાંથી જરૂરી નિર્દેશ મળતા રહે છે, આદેશ વગર ચાલક પોતાની કારને ટ્રેક પર રોકી શકતો નથી, કારણ કે પાછળ આવતી કાર સાથે અથડાવવાની સંભાવના રહે છે.

બહારનું આવરણ થઇ જાય છે ગરમ

બહારનું આવરણ થઇ જાય છે ગરમ

350 કિમીની રફતારથી ચાલતી કારનું બહારનું આવરણ ઘણું જ ગરમ થઇ જાય છે, જેના કારણે ડ્રાઇવરને હંમેશા પાણીની જરૂર પડે છે, તેથી ચાલકની હેલ્મેટમાં જ પાઇપ લગાવેલી હોય છે, જેથી તે સમયાનુસાર પાણી પી શકે છે.

ભારતનું પહેલું એફ 1 ટ્રેક

ભારતનું પહેલું એફ 1 ટ્રેક

બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ દેશનું પહેલું એફ 1 રેસ ટ્રેક છે, તેની કુલ લંબાઇ 5.14 કિમી છે. રેસિંગ ટ્રેકની લંબાઇ લગભગ 308 કિમી છે. આ ટ્રેક કુલ 875 એકરની જમીનમાં ફેલાયેલું છે. ઇન્ડિયન ગ્રાં પ્રી રેસિંગ ટ્રેકનં નિર્માણ જેપી ગ્રુપે કરાવ્યું છે. આ રેસિંગ ટ્રેકના નિર્માણમાં કુલ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો, આ રેસ ટ્રેક પર પ્રતિયોગિતા દરમિયાન કુલ 5 હજાર કર્મચારી કામ પર હશે. જેમાં 300 શાનદાર એન્જીનીયર હશે. આ રેસિંગ ટ્રેકની ઉંચાઇ કુલ 14 મીટર છે.

ઓસ્ટ્રેલિયામાં વિશ્વની સૌથી નાની ફોર્મુલા વન રેસ

ઓસ્ટ્રેલિયામાં વિશ્વની સૌથી નાની ફોર્મુલા વન રેસ

વર્ષ 1991ની ઓસ્ટ્રેલિયા ગ્રાં પ્રી અત્યારસુધીની વિશ્વની સૌથી નાની ફોર્મુલા વન રેસ છે. ભારે વરસાદના કારણે આ રેસ પ્રભાવિત થઇ હતી, જેમાં 16માં લૈપ બાદ રેસને રોકી દેવામાં આવી હતી અને 81 લેપમાં જ રેસને પૂરી કરી દેવામાં આવી હતી.

ભારતીય ટીમનું નામ

ભારતીય ટીમનું નામ

ભારતીય ટીમનું નામ સહારા ફોર્સ ઇન્ડિયા છે. સહારા ફોર્સ ઇન્ડિયા ટીમના ચાલક આડ્રિયન સુટીલ અને પોલ ડી રેસ્ટા છે.

રેસના અંક

રેસના અંક

આ રેસમાં પ્રથમ સ્થાન પર આવનારાને 25 અંક, બીજા સ્થાને 18 અંક, ત્રીજા સ્થાને 15 અંક અને દસમાં સ્થાને આવનારાને 1 અંક આપવામાં આવે છે. જેના આધારે વિજેતાની પસંદગી કરવામાં આવે છે.

એફ1 ગ્રુપના સીઇઓ

એફ1 ગ્રુપના સીઇઓ

એફ 1 ગ્રુપના સીઇઓ બર્ની એક્લેસ્ટન છે, જેમણે આગામી 2014માં ઇન્ડિયન ગ્રાં પ્રી પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

English summary
We round up some of the most interesting Formula 1 facts. Do you know how many litres of gasoline is consumed by a Formula 1 team? Let's have a look at some interesting F1 facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X