For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રેંકફર્ટ મોટર શો 2013માં કાર્સ અને ગર્લ્સનો જલવો

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ બજાર માટે ફ્રેંકફર્ટ મોટર શો ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વનો સૌથી મોટો મોટર શો તાજેતરમાં જર્મનીમાં યોજાયો હતો, આ મોટર શો પર વિશ્વ ભરના વાહન નિર્માતાઓની નજર હતી. સિલ્ક વસ્ત્રોમાં લપેટાયેલી ચમચમાતી કાર્સને જોવાની આતુરતા પરથી જ અંદાજો કદાચ કોઇ કાર પ્રેમી જ લગાવી શકે છે.

જેવી આશાઓ હતી, તેવી જ રીતે આ વખતે ફ્રેંકફર્ટ મોટર શો લોકોની સામે અનેક શાનદાર કાર્સના મોડલ લઇને આવ્યો. વિશ્વ ભરની વાહન નિર્માતા કંપનીઓ, મર્સીડિઝ બેન્ઝ, ઑડી, બીએમડબલ્યુ, શેવરોલે, ફોર્ડ, પોર્શે, ફેરારી, રોલ્સ રોય્સ, બેંટલે જેવી દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓએ પોતાના શાનદાર મોડલ્સ અને કોન્સેપ્ટથી લોકોના દિલની ધડકનો વધારી દીધી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ ફ્રેંકફર્ટ મોટર શોમાં પોતાનો ઝલવો વિખરેનારી શાનદાર કાર્સ અને તેને પ્રસ્તૃત કરનાર મોડલ્સને.

વિશ્વનો સૌથી મોટો મોટર શો

વિશ્વનો સૌથી મોટો મોટર શો

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, વિશ્વના સૌથી મોટા મોટર શોનો શાનદાર નજારો, નક્કી તમને એ જરૂરથી પસંદ પડશે.

બેંટલેની શાનદાર કોન્ટિનેન્ટલ જીટી વી8

બેંટલેની શાનદાર કોન્ટિનેન્ટલ જીટી વી8

આ મોટર શો દરમિયાન બેંટલેએ પોતાની શાનદાર કાર કોન્ટિનેન્ટલ જીટી વી8ને રજૂ કરી. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ કારને જોઇને અનેકના દિલ તેના પર ફિદા થઇ ગયા હતા.

જર્મનીના ફ્રેંકફર્ટ શહેરમાં યોજાયો

જર્મનીના ફ્રેંકફર્ટ શહેરમાં યોજાયો

ફ્રેંકફર્ટ મોટર શો દર વર્ષે જર્મનીના ફ્રેંકફર્ટ શહેરમાં યોજાય છે. જર્મનીમાં મોટર શોને ઇન્ટરનેશનલ મોટર શો તરીકે પણ સંબોધવામાં આવે છે.

જર્મની શાનદાર કાર ઉપરાંત આ શો માટે પણ જાણીતું

જર્મની શાનદાર કાર ઉપરાંત આ શો માટે પણ જાણીતું

જર્મનીએ વિશ્વને મર્સીડિઝ, બીએમડબલ્યુ, ઑડી, ફોક્સવેગન જેવા દિગ્ગજ વાહન નિર્માતા આપ્યા છે, આ ઉપરાંત જર્મની આ શો માટે પણ ઘણું સન્માન મેળવે છે.

મર્સીડિઝ માટે હોમ ગ્રાઉન્ડમાં પ્રદર્શન જેવો માહોલ

મર્સીડિઝ માટે હોમ ગ્રાઉન્ડમાં પ્રદર્શન જેવો માહોલ

જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝ માટે આ આયોજન મુંબઇમાં સચિનની મેચ એટલે કે હોમ ગ્રાઉન્ડમાં પ્રદર્શન જેવું હતું. જેનું પૂરતું ધ્યાન રાખતા કંપનીએ પોતાની શાનદાર કોન્સેપ્ટ કાર એસ ક્લોસ કૂપેને રજૂ કરી. જે પ્રકારે આ કારે દેખાવે શાનદાર છે તેવી જ રીતે ટેક્નોલોજીના મામલે પણ દમદાર છે. કંપનીએ તેને ડ્રાઇવલેસ કાર તરીકે રજૂ કરી છે.

ફોર્ડની શાનદાર કોન્સેપ્ટ એમપીવી

ફોર્ડની શાનદાર કોન્સેપ્ટ એમપીવી

અમેરિકન વાહન નિર્માતા કંપની ફોર્ડે પોતાની શાનદાર કોન્સેપ્ટ એમપીવી એસમેક્સને રજૂ કરી. કંપનીએ આ કારમાં પોતાના પારંપરિક ફ્રન્ટ ગ્રીલનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કારની ઉંચાઇ ઇને આકાર પણ કારની અંદર શાનદાર સ્પેશ હોવાનો આભાસ કરાવે છે.

સ્કોડાની શાદનાર કાર ઓક્ટિવાનો નવો અવતાર

સ્કોડાની શાદનાર કાર ઓક્ટિવાનો નવો અવતાર

સ્કોડાએ પોતાની શાનદાર કાર ઓક્ટિવાનો નવો અવતાર આરએસ રજૂ કર્યો છે. તમને જણાવી દઇએ કે, ભારતીય બજારમાં સ્કોડા પોતાની ઓક્ટિવાના નવા સંસ્કરણને ટૂંક સમયમાં રજૂ કરવા જઇ રહી છે.

નિસાનની શાનદાર એસયુવી કરાઇ રજૂ

નિસાનની શાનદાર એસયુવી કરાઇ રજૂ

જાપાનની વાહન નિર્માતા કંપની નિસાને પોતાની શાનદાર એસયુવી એક્સ્ટ્રેલને રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ એસયુવીએ ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. બની શકે છે કે, કંપની આ એસયુવીથી ભારતીય બજારમાં હાજર એક્સટ્રેલને અપડેટ કરે.

કોઇ ભારતીય કંપની નથી પહોંચી શકી ફ્રેંકફર્ટ મોટર શો સુધી

કોઇ ભારતીય કંપની નથી પહોંચી શકી ફ્રેંકફર્ટ મોટર શો સુધી

એ દુઃખદ વાત છે કે, હજુ સુધી કોઇ ભારતીય વાહન નિર્માતા ફ્રેંકફર્ટ મોટર શો સુધી પહોંચી શકી નથી, પરંતુ જે ઝડપથી ભારતીય ઓટોમોબાઇલ બજાર વધી રહ્યો છે, તેને જોતા એ કહેવું ખોટું નહીં હોય કે, આગામી સમયમાં ફ્રેંકફર્ટના મંચ પર હિન્દુસ્તાની કાર્સ ચમચમાતી જોવા મળશે.

શેવરોલેની શાનદાર સ્પોર્ટ કાર

શેવરોલેની શાનદાર સ્પોર્ટ કાર

શેવરોલેએ પોતાની શાનદાર સ્પોર્ટ કાર કમારોના નવા વેરિએન્ટને રજૂ કરી. કંપનીએ આ કારના બોનેટને ઘણો જ આકર્ષક લુક આપ્યો છે.

મોટર શોનો રોચક ઇતિહાસ

મોટર શોનો રોચક ઇતિહાસ

તમને જણાવી દઇએ કે, ફ્રેંકફર્ટ મોટર શોનો ઇતિહાસ ઘણો જ રોચક છે. વિશ્વનો સૌથી પહેલો ઇન્ટરનેશનલ ઓટો શો વર્ષ 1897માં બર્લિનની હોટલ બ્રિસ્ટલમાં યોજવામાં આવ્યો હતો.

મોટર શો અને ફેરારીનો પણ એક અલગ સંયોગ

મોટર શો અને ફેરારીનો પણ એક અલગ સંયોગ

મોટર શો અને ફેરારીનો પણ પોતાનો એક અલગ સંયોગ છે. જી હાં, દરેક મોટર શોમાં ફેરારી પોતાની શાનદાર સ્પોર્ટ કાર્સથી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આ વખતે કંપનીએ પોતાની સ્પેશિયલ 458ને રજૂ કરી હતી.

શો જાણીતો બનવા પાછળનું કારણ

શો જાણીતો બનવા પાછળનું કારણ

ફ્રેંકફર્ટ મોટર શો જાણીતો બનવા પાછળનું કારણ એ પણ છે કે, મોટર શોની વ્યવસ્થા ઘણી જ શાનદાર હોય છે. તેનાથી તમામ વાહન નિર્માતાઓને પોતાના વાહનોને પ્રદર્શિત કરવા માટે યોગ્ય સ્થાન અને સમય બન્ને મળે છે.

હોન્ડાની શાદનાર કાર સીવિક

હોન્ડાની શાદનાર કાર સીવિક

જાપાનની વાહન નિર્માતા કંપની હોન્ડાએ પોતાની શાનદાર ટૂઅરર કાર સીવિકનો નવો અવતાર રજૂ કર્યો. આકારમાં આ કાર ઘણી જ લાંબી છે, હાલ કંપનીએ આ કારને કોન્સેપ્ટ મોડલ તરીકે રજૂ કરી છે.

જગુઆરની કોન્સેપ્ટ સી એક્સ17

જગુઆરની કોન્સેપ્ટ સી એક્સ17

પ્રમુખ બ્રિટીશ કાર નિર્માતા કંપની જગુઆરે આ શોમાં પોતાની શાનદાર કોન્સેપ્ટ સી એક્સ17ને રજૂ કરી હતી. આ કારને ઇઓન કોલમે ડિઝાઇન કરી છે. તમને જણાવી દઇએ કે, કંપનીને દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે અધિગ્રહણ કરી લીધી અને વિશ્વભરમાં ટાટા મોટર્સ જ તેનું સંચાલન કરે છે.

જર્મની ઓટોમોબાઇલ બજારે સ્થાપ્યું મોટું કિર્તિમાન

જર્મની ઓટોમોબાઇલ બજારે સ્થાપ્યું મોટું કિર્તિમાન

વર્ષ 1977માં જર્મનીના ઓટોમોબાઇલ બજારે એક મોટું કિર્તિમાન સ્થાપિત કર્યું હતું, તે સમયે એક વર્ષમાં 40 લાખ વાહનોનું નિર્માણ માત્ર જર્મની એકલાએ કર્યું હતું. જેણે આ ઓટો શોને ઘણું બળ આપ્યું હતું.

લેમ્બોર્ગિનીની શાનદાર કાર

લેમ્બોર્ગિનીની શાનદાર કાર

ઇટલીની સ્પોર્ટ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ આ શોમાં પોતાની શાનદાર ગલાર્ડો એલપી 570-4 સ્કવાડ્રા કોર્સને રજૂ કરી.

ફ્રેંડ મી કોન્સેપ્ટ

ફ્રેંડ મી કોન્સેપ્ટ

નિસાને આ શો દરમિયાન ફ્રેંડ મી કોન્સેપ્ટને રજૂ કર્યો. ઘણા જ આકર્ષક લુકથી સજેલી આ કારને જોઇ લોકો ઘણા જ આકર્ષિત થયા.

ઑડીએ શાનદાર કાર્સની એક શ્રેણી ઉતારી

ઑડીએ શાનદાર કાર્સની એક શ્રેણી ઉતારી

બીજી તરફ ઑડીએ પોતાની શાનદાર કાર્સની એક શ્રેણી ઉતારી, જેમાં કોન્સેપ્ટ કાર્સ પણ સામેલ હતી. આગળ સ્લાઇડમાં જૂઓ ઑડીની શાનદાર કોન્સેપ્ટ કારને.

નાનક ક્વાટ્રો કોન્સેપ્ટ

નાનક ક્વાટ્રો કોન્સેપ્ટ

ઑડીએ પોતાની શાનદાર કાર નાનક ક્વાટ્રો કોન્સેપ્ટ રજૂ કર્યું. દેખાવે આ કાર ઑડી આર8 જેવી લાગે છે. ઘણા જ આકર્ષક લુકથી સજેલી આ સુપર કારમાં કંપનીએ શાનદાર 5 લીટરની ક્ષમતાના વી10 ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ કાર 3.8 સેકન્ડમાં જ 62 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા સક્ષમ છે.

 વ્યવસાયિક વાહનો પણ કરાયા પ્રદર્શિત

વ્યવસાયિક વાહનો પણ કરાયા પ્રદર્શિત

ફ્રેંકફર્ટ મોટર શોમાં યાત્રી વાહનોની સાથે વ્યવસાયિક વાહનો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

જીપે પણ અનેક રેન્જના મોડલ ઉતાર્યા

જીપે પણ અનેક રેન્જના મોડલ ઉતાર્યા

આ દરમિયાન જીપે પણ પોતાના શાનદાર મોડલ રેન્જને ઉતાર્યા, તમને જણાવી દઇએ કે જીપ એક ઇટાલીયન વાહન નિર્માતા કંપની અને ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની રેલંગર અને ચેરોકી અસુયવીને લોન્ચ કરવાની છે.

આ શો ટેક્નોલોજી માટે પણ ખાસ

આ શો ટેક્નોલોજી માટે પણ ખાસ

કાર્સની સાથે આ શોમાં ટેક્નોલોજીને પણ ખાસ સ્થાન મળે છે. આ ક્રમમાં નિસાને પોતાની શાનદાર નિજ્મો કોન્સેપ્ટ વોચને રજૂ કરી. આ વોચમાં લીથિયમ બેટરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે આ વોચમાં સોશિયલ મીડિયા જેમકે ફેસબુક, ટ્વીટર વિગેરે સાથે જોડાઇ શકો છો.

English summary
Frankfurt Motor Show is the world's largest motor show. It is held biennially in Frankfurt am Main, Hesse, Germany. Here we are presenting highlights of 2013 Frankfurt Motor Show in pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X