કાર પર 90 ટકા સુધીની લોન મેળવો, 7 વર્ષમાં કારની કિંમત ચૂકવો
ભારતમાં પ્રીમિયમ કારના અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (HCIL) એ જાહેર ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક કેનેરા બેંક સાથે જોડાણમાં તેના ગ્રાહકો માટે ઘણી આકર્ષક અને સસ્તી ફાઇનાન્સ સ્કીમ લોન્ચ કરી છે. આ ભાગીદારી હેઠળ હોન્ડા અમેઝ, સિટી, જાઝ અને WR V ના ગ્રાહકો કેનેરા બેંકમાંથી સરળ ધિરાણ વિકલ્પો અને મુશ્કેલી વગર કાર લોનની સુવિધા મેળવી શકે છે.

ફાઇનાન્સ સ્કીમ અને આકર્ષક ઇનામો રજૂ કર્યા
તહેવારોની સિઝનમાં ખરીદીને વધુ આકર્ષક બનાવવા માટે કંપનીએ વિવિધ ફાઇનાન્સ સ્કીમ અને આકર્ષક ઇનામો રજૂ કર્યા છે. હોન્ડા કાર ઇન્ડિયા અર્ધ શહેરી અનેગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં આ યોજનાઓ ઓફર કરવા માટે ઘણી બેંક્સ સાથે ભાગીદારી કરી રહી છે.

મહિલા ખરીદદારો માટે ઓછો વ્યાજ દર
હોન્ડા કાર્સની વિશેષ ધિરાણ યોજનામાં આકર્ષક વ્યાજ દર, મહિલા ખરીદદારો માટે ઓછો વ્યાજ દર, ન્યૂનતમ પ્રોસેસિંગ ફી, કારની કુલ કિંમતના 90 ટકા સુધીની લોન,84 મહિનાની મહત્તમ ચુકવણી અવધિ સાથે ઝડપી લોન પ્રક્રિયા જેવી સુવિધાઓ શામેલ છે. કેનેરા બેંકની માર્ગદર્શિકા મુજબ તમામ હોન્ડા કાર પર વ્યાજબી ફાઇનાન્સસ્કીમ મેળવી શકાય છે.

ગ્રાહકોની વિવિધ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા લીધો નિર્ણય
આ પ્રસંગે બોલતા, હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, કેનેરા બેંક સાથેની ભાગીદારી ગ્રાહકો માટે સરળ અનેઅનુકૂળ નાણાકીય ઉકેલોને સક્ષમ કરવાના અમારા પ્રયાસોનું વિસ્તરણ છે. અમને વિશ્વાસ છે કે, ખાસ કરીને આગામી તહેવારોની સીઝનમાં કેનેરા બેંક સાથે જોડાણઅમને અમારા ગ્રાહકોની વિવિધ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરશે.

હોન્ડા કાર પર 57,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે
હોન્ડા ઓગસ્ટ 2021 માં પોતાની કાર પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર આપી રહી છે. જો તમે આ મહિને નવી હોન્ડા કાર ખરીદવા માંગો છો, તો તમે 57,000 રૂપિયાસુધી બચાવી શકો છે. હોન્ડા ભારતમાં કુલ ચાર મોડલ ડિસ્કાઉન્ટ પર વેચી રહી છે, જેમાં હોન્ડા સિટી, અમેઝ, WR-V અને Jazz નો સમાવેશ થાય છે.

કોમ્પેક્ટ સેડાન અમેઝની ખરીદી પર 57,243 રૂપિયાનું છૂટ
હોન્ડા આ મહિને તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન અમેઝ પર 57,243 રૂપિયાની ઓફર છે. હોન્ડા સિટીની ચોથી અને પાંચમી જનરેશનના મોડલ પર પણ ભારેછૂટ આપવામાં આવી રહી છે. કંપની બંને જનરેશન મોડલ પર 22,000 રૂપિયાની ઓફર આપી રહી છે.

WR Vની ખરીદી પર 34,058 રૂપિયાનું છૂટ
જો તમે હોન્ડા WR V ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કારની ખરીદી પર 34,058 રૂપિયાની બચત કરી શકો છો. આ મહિને હોન્ડા જાઝની ખરીદી પર 34,095રૂપિયાનો ફાયદો થઇ શકે છે.

કંપની ભારતીય બજારમાં નવી મીડ સાઇઝ SUV લોન્ચ કરશે
હોન્ડા ઇન્ડિયા ભારતીય બજારમાં મીડ સાઇઝ SUV લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ છેલ્લા દિવસોની આ માહિતી સત્તાવાર રીતે જાહેર કરી છે.
કંપની માને છેકે, મીડ સાઇઝ SUV સેગમેન્ટ દેશમાં લોકપ્રિય બની રહી છે. આવી પરિસ્થિતિમાં હોન્ડા આ સેગમેન્ટમાં પોતાની કાર લોન્ચ કરીને પોતાનું વેચાણ વધારવાની યોજનાબનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ નવી SUV કંપનીની હાલની મીડ સાઇઝ સેડાન હોન્ડા સિટીના પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. આ અંગે વાત કરતા હોન્ડા કાર્સ ઇન્ડિયાનાસેલ્સ એન્ડ માર્કેટિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, આ મોડેલ ભારતીય બજાર માટે બહુ ખાસ રહેશે.