For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્લે ડેવિડસન વિશ્વને કરાવશે ‘LiveWire’ એક્સપિરિયન્સ

|
Google Oneindia Gujarati News

હાર્લે ડેવિડસન પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઇક લાઇવ વાયર લઇને આી રહી છે. જોકે આ કોઇ પ્રોડક્શન વ્હીકલ નથી, પરંતુ આ પ્રોડક્શન મોડલનો બે વર્ષ સુધી ટ્રાયલ બેઝ પર ઉપયોગ કરવામાં આવશે અને લોકોના અનુભવો અને પ્રતિક્રિયા જાણવામાં આવશે. હાર્લે દ્વારા ધ પ્રોજેક્ટ લાઇવ વાયર એક્સપિરિયન્સ હાથ ધરવામાં આવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત યુએસના 30 શહેરોનો પ્રવાસ કરવામાં આવશે અને લોકોને લાઇવ વાયરની ટેસ્ટ રાઇડ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. જ્યાં તેમના અનુભવો, પ્રતિભાવો અને સલાહ સૂચનો લેવામાં આવશે, જેથી બાઇકને લોન્ચિંગ કરતા પહેલા તેમાં શું સુધારા વધારા કરવા જરૂરી છે, તે જાણી શકાય.

આ પણ વાંચોઃ- હાર્લે ડેવિડસનના સમાચારો

આ પ્રોજેક્ટ થકી હાર્લે એ પણ જાણશે કે હાલના સમયમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું માર્કેટ શહેરોમાં ઉભુ થઇ શકશે કે નહીં. એવી ધારણા રાખવામાં આવી રહી છેકે હાર્લેની આ ઇલેક્ટ્રિક બાઇક 2016 સુધીમાં વિશ્વફલક પર લોન્ચ કરવામાં આવી શકે છે. આગામી વર્ષે આ પ્રોજેક્ટ લાઇવ વાયર એક્સપિરિયન્સને વિસ્તારવામાં આવશે અને તેને યુએસના શહેરો ઉપરાંત કેનેડા અને યુરોપના શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ હાર્લેની લાઇવ વાયરના ફીચર્સને.

એન્જીન

એન્જીન

લાઇવ વાયરના એન્જીન અંગે વાત કરવામાં આવે તો તેમાં 3 ફેઝ એસી ઇન્ડક્શન મોટર છે જે 55 કેવી(એટલે કે 74 એચપી) અને 70 એનએમ ટોર્ક આપી શકે છે.

બેટરીની રેન્જ

બેટરીની રેન્જ

લાઇવ વાયરમાં લિથિયમ આઇઓન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની રેન્જ 85 કિ.મીની છે.

ઘણી શક્તિશાળી

ઘણી શક્તિશાળી

લાઇવ વાયરએ બ્રામ્મો એમ્પલ્સ આર અને ઝીરો SR/DS કરતા ઘણી શક્તિશાળી છે, પરંતુ તે ઘણો ઓછો ટાર્ક પ્રોડ્યુસ કરે છે અને રેન્જ ઓછી છે.

બાઇકની સ્પીડ

બાઇકની સ્પીડ

બાઇકની સ્પીડ અંગે વાત કરવામાં આવે તો આ બાઇક 4 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં 0-96 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, તેની સર્વાધિક ઝડપ 150 કિ.મી પ્રતિ કલાક છે.

ચાર્જિંગ સમય

ચાર્જિંગ સમય

ચાર્જિંગ કરતી વખતે 220 વોલ્ટ પર 3.5 કલાકનો સમય લાગે છે.

English summary
Harley Davidson's first electric motorcycle, the LiveWire, has made its official debut and we have our first official details about the motorcycle. It is now confirmed that the LiveWire is not a production model, but a pre-production model that will be used to gauge people's reaction for the next year or so.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X