For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્લે ડેવિડસનની સૌથી સસ્તી બાઇક થઇ લોન્ચ

|
Google Oneindia Gujarati News

હાર્લે ડેવિડસન નામ સાંભળતા જ બાઇક લવરના મનમાં શાનદાર લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી ક્રૂઝર બાઇક આવી જાય છે. પોતાના ખાસ લુક અને વિશ્વ ભરમાં પોતાની લોકપ્રિયતાના કારણે હાર્લે ડેવિડસનના ફેન ફોલોવિંગનો અંદાજો લગાવવો ઘણો જ મુશ્કેલ છે. જેના કારણે આ બાઇક ઘણી મોંઘી પણ રહી છે.

પરંતુ હવે એવું નથી. જી હાં, હાર્લે ડેવિડસને પોતાની બે સૌથી સસ્તી બાઇક હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 500 અને સ્ટ્રીટ 750ને રજુ કરી છે. તમને જણાવી દઇએ કે, હાલ ઇટલીના મિલાન શહેરમાં એકમા મિલાન મોટરસાઇકલ શો ચાલી રહ્યો છે. મોટરસાઇલ વિશ્વનો આ સૌથી મોટો મોટર શો છે.

હાર્લે ડેવિડસનની આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે આ બાઇકનું ઉત્પાદન ભારતમાં જ થશે અને હાર્લેની રેંજની આ સૌથી સસ્તી બાઇક હશે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ બન્ને બાઇકને.

હાર્લે ડેવિડસનની બાઇક

હાર્લે ડેવિડસનની બાઇક

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, નવી હાર્લે ડેવિડસનની આ બન્ને શાનદાર બાઇક સ્ટ્રીટ 500 અને 750ને.

ભારતીય રસ્તાઓ પર પરિક્ષણ

ભારતીય રસ્તાઓ પર પરિક્ષણ

તમને જણાવી દઇએ કે હાર્લેની આ બન્ને બાઇક ક્રૂઝર સ્ટાઇલ બાઇક છે, જેમાને તાજેતરમાં જ કંપનીએ પોતાની 500 સ્ટ્રીટનું ભારતીય માર્ગો પર પરિક્ષણ પણ કર્યું છે.

યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવાઇ છે બાઇક

યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવાઇ છે બાઇક

પોતાની આ સ્ટ્રીટ બાઇક સીરીઝના નિર્માણ અંગે હાર્લે એ જણાવ્યું કે, કંપનીએ પોતાની બન્ને બાઇક્સનુ નિર્માણ વિશ્વ ભરમાં યુવાનોના વિચારોને ધ્યાનમાં રાખીને કર્યું છે. આ ઉપરાંત એ પણ શોધ્યું છે કે, આજના યુવાનોને બાઇકમાં શું વધારે પસંદ છે.

દેખાવે બન્ને બાઇક એક સરખી

દેખાવે બન્ને બાઇક એક સરખી

દેખાવે હાર્લે ડેવિડસનની આ બન્ને બાઇક લગભગ એક સમાન છે. પરંતુ જ્યારે તમે 500 સ્ટ્રીટને ધ્યાનથી જોશો તો કંપનીએ એર ફિલ્ટરને તેમાં ઓપન રાખ્યું છે, જ્યારે સ્ટ્રીટ 750માં તેને કવર કરવામાં આવ્યું છે.

13 વર્ષ બાદ નવી બાઇકનું લોન્ચિંગ

13 વર્ષ બાદ નવી બાઇકનું લોન્ચિંગ

હાર્લેના હવાલાથી જાણવા મળ્યું છે કે, કંપનીએ છેલ્લા 13 વર્ષમાં એક પણ નવું મોડલ લોન્ચ કર્યું નથી. 13 વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ કંપનીએ પોતાની આ બે નવી બાઇક લોન્ચ કરી છે.

750 સ્ટ્રીટનું એર ફિલ્ટર

750 સ્ટ્રીટનું એર ફિલ્ટર

આ છે હાર્લે ડેવિડસન 750 સ્ટ્રીટનું એર ફિલ્ટર. તમે જોઇ શકો છો કે કંપનીએ તેને શાનદાર કવર પ્રદાન કર્યું છે.

આકર્ષક લુક

આકર્ષક લુક

હાર્લે ડેવિડસન 750માં કંપનીએ ઘણો જ આકર્ષક લુક પ્રદાન કર્યો છે. ડાર્ક બ્લેક માસ્ક વાઇઝર, હેવી ટેંક તેને ખાસ બનાવે છે.

એકમા મોટર શોમાં રજુ કરાઇ

એકમા મોટર શોમાં રજુ કરાઇ

હાર્લે હાલ પોતાની આ બન્ને બાઇકને એકમા મોટર શો થકી વિશ્વ સમક્ષ રજુ કરી છે, પરંતુ ટૂંક સમયમાં આ બન્ને બાઇક ભારતીય રસ્તાઓમાં હવા સાથે વાતો કરતી જોવા મળશે.

બ્લેક એક્જોસ્ટ સાઇલેન્સર

બ્લેક એક્જોસ્ટ સાઇલેન્સર

કંપનીએ હાર્લે ડેવિડસન 750 સ્ટ્રીટમાં શાનદાર બ્લેક એક્જોસ્ટ સાઇલેન્સરને સામેલ કર્યા છે. તમને જણાવી દઇએ કે, 70ના દશકા બાદ કંપનીએ પહેલીવાર આ પ્રકારના સાઇલેન્સરનો પ્રયોગ કર્યો છે.

આકર્ષક ટેલ લાઇટ

આકર્ષક ટેલ લાઇટ

આકર્ષક ટેલ લાઇટ જે દૂરથી જ હાર્લેનો અહેસાસ કરાવવા સક્ષમ છે, આ બાઇકને વધુ સારી બનાવે છે. આ લાઇટથી તમે અંઘારામા પણ દૂરથી હાર્લે ડેવિડસનને ઓળખી લેશો.

વાઇઝર અને ટેંક સંતુલિત આધાર પર

વાઇઝર અને ટેંક સંતુલિત આધાર પર

તમે જોઇ શકો છો કે કંપનીએ વાઇઝર અને ટેંકને ઘણા સંતુલિત આધાર પર તૈયાર કરી છે.

કિંમત હજુ જાહેર નથી કરાઇ

કિંમત હજુ જાહેર નથી કરાઇ

જો કે, કંપનીએ પોતાની આ બન્ને બાઇકની કિંમત અંગે કોઇ માહિતી બહાર પાડી નથી. પરંતુ જમકે હાલના સમયે દેશમાં સૌથી સસ્તી હાર્લેની બાઇક લગભગ 5 લાખ રૂપિયા સુધીની છે, તો આ નવી બાઇકની કિંમત લગભગ 3.5 લાખ રૂપિયાની આસપાસ હશે.

English summary
Harley Davidson Street 500 & Harley Davidson 750 bikes have been revealed at EICMA . Harley Davidson will launch its Street 500 and Street 750 in India soon, with cheaper price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X