For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Highway પર અકસ્માત થતો રોકવા ફોલો કરો આ ટિપ્સ

હાઇ વે પર ગાડી ચલાવતા હોય અને પોતાની સલામતી માટે વિચારતા હોવ તો આ આર્ટીકલ ખાસ વાંચો.

By Chaitali
|
Google Oneindia Gujarati News

Recommended Video

Union cabinet has approved a mega-highway project worth Rs 7 Lakh crore | Oneindia News

હાઇ વે પર અકસ્માત થવા હવે એક સામાન્ય વાત થઇ ગઇ છે. સામાન્ય રીતે શહેરોના રસ્તા પર લોકો તો પણ સાવચેતીથી ગાડી કે ટૂ વ્હિલર ચલાવે છે પણ હાઇવેના વિશાળ રસ્તા અને ટ્રાફિકની ઓછી સમસ્યાના કારણે અનેક વાર હાઇ વે પર લોકો પોતાની ગાડીની સ્પીડ વધારતા હોય છે અને પાછળથી તેના લીધે કરીને ગણું ગુમાવી દેતા હોય છે. પણ ધણીવાર યુવનો કૂલ દેખાવાના ચક્કરમાં હાઇ વે પર ગાડી દોડાવી મૂકતા હોય છે અને તે તેમના જીવનની છેલ્લી રાઇડ ધણીવાર બની જતી હોય છે. ત્યારે હાઇવે સ્ફેટીની કેટલીક વાતો ધ્યાનમાં રાખવાથી તમે પણ મોટી દુર્ધટનાનો ભોગ બનવાથી બચી શકો તેમ છે. માટે વાંચો નીચેની ટિપ્સ...

ગાડીની કંડિશન

ગાડીની કંડિશન

ઘણીવાર ગાડીમાં બ્રેક, ક્લચને લઇને નાની નાની સમસ્યાઓને આપણે નજર અંદાજ કરતા હોઇએ છીએ. એમ વિચારીને કે પછી કરાવીશું અત્યારે ક્યાં મોટા ખર્ચો કરીએ. અને ધણીવાર તેવું બને છે કે આ નાના ખર્ચાને થતો રોકવાના ચક્કરમાં અકસ્માત થાય છે અને તમે મોટા ખર્ચામાં ફસાઇ જાવ છો. નિયમિત ગાડીને સર્વિસિંગમાં આપવી અને બ્રેક, ટાયર જેવી મહત્વની વસ્તુઓનું તાત્કાલિક રિપેરિંગ કરાવું જ સલાહભર્યું છે.

હાઇ વે પર મુસાફરી

હાઇ વે પર મુસાફરી

નોંધનીય છે કે હાઇવે પર પણ સ્પીડ લીમીટ આપેલી જ હોય છે અને અનેક જગ્યા અકસ્માતના સ્પોટના ચિન્હો પણ આપેલા હોય છે પણ શું આપણે આ નિયમોને માનીએ છીએ? આપણી કોણ સ્પીડ ચેક કરવાનું છે તેમ વિચારી આપણે અનેક વાર હાઇવે પર નક્કી સ્પીડ લીમિટથી વધારે સ્પીડમાં ચલાવીએ છીએ. તમે એક-બે વાર આમ કરવામાં સફળ થઇ ગયા તેનો મતલબ તેમ બિલકુલ નથી થતો કે હંમેશા માટે બચી જશો.

એક હાથથી ગાડી ચલાવી

એક હાથથી ગાડી ચલાવી

અનેક ડ્રાઇવર હાઇ વે પર જ્યારે લાંબો વખત ગાડી ચલાવાનું આવે છે તો તે એક હાથે જ ગાડી ચલાવે છે. ડ્રાઇવીંગ વખતે સ્ટીયરિંગને હંમેશાથી બે હાથે પકડવું જોઇએ. તે સેફ ડ્રાઇવીંગનો ભાગ છે. પણ કૂલ દેખાવાના ચક્કરમાં ક્યારેક આપણ પણ મૂર્ખા જેવા કામ કરીએ છીએ.

દારૂ પીને ગાડી ચલાવી

દારૂ પીને ગાડી ચલાવી

આ વાત બધાને ખબર છે કે દારૂ પીને ગાડી ના ચલાવાય. ગુજરાતમાં તો કહેવાતી દારૂબંધી પણ છે. પણ દારૂ પીને ચલાવતા તમામ ડ્રાઇવરને પુછીએ તો એ એમ જ કહેશે કે તેણે એટલી દારૂ નથી પીધી કે તે ગાડી ના ચલાવી શકે. અને આ જ કારણે ઘણીવાર તમે તમારી સાથે બીજાની જીંદગી સાથે પણ ખેલ રમી જાવ છો. તો ઉપરોક્ત વાતોને માનો અને સલામત રહો.

હેલમેટ

હેલમેટ

હાઇવે પર મોટા ભાગનના લોકો હેલમેટ વગર ડ્રાઇવીંગ કરતા જોવા મળે છે. ગુજરાતમાં તો જાણે આપણે ત્યાં પરંપરા છે. શહેરની વાત અલગ છે અને હાઇ વેની વાત અલગ. બન્ને જગ્યાએ હેલમેટ પહેરીને જ ટૂ વ્હીલર ચલાવવું જોઇએ. હાઇ વે પર સ્પીડ મારવી તો દરેક યુવાનને ગમે છે. પણ આ સ્પીડની મજા લાંબા સમય સુધી માણવી હોય તો હેલમેટ પહેરવી જોઇએ તે પણ સમજવું જરૂરી છે.

English summary
highway driving tips avoid accident in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X