For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડાની એમેજિંગ અમેજે મચાવી દીધી ધમાલ

|
Google Oneindia Gujarati News

જાપાનીઝ કાર નિર્માતા કંપની હોન્ડાની અમેજિંગ અમેજ સિડાન કારે ભારતીય બજારમાં તહેલકો મચાવી દીધો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ કંપનીએ દેશના રસ્તા પર પોતાની પહેલી ડીઝલ સિડાન કાર અમેજને રજૂ કરી હતી. પોતાના આકર્ષક લૂક, બજેટની કિંમતના કારણે માત્ર બે મહિનામાં આ કારે લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. હોન્ડાએ માત્ર બે મહિનાની અંદર કુલ 16 હજાર અમેજ કાર્સનું વેચાણ કર્યું છે.

જેમાં લગભગ 13 હાજર ડીઝલ અમેજનું વેચાણ થયું છે. ભારતીય બજારમાં હોન્ડાની ડીઝલ કારની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. એટલું જ નહીં કંપનીએ પોતાની આ કાર માટે લગભગ 22 હજાર કાર્સનું બુકિંગ પણ કર્યુ છે. કંપની પોતાની આ કારની સફળતાંથી ઘણી ઉત્સાહિત છે. તો તસવીરોના માધ્યમથી જાણીએ કાર અંગે.

ડીઝલ મોડલની કિંમત

ડીઝલ મોડલની કિંમત

ભારતીય બજારમાં અમેજ ડીઝલ મોડલની કિંમત 5.99 લાખ રૂપિયા છે અને પેટ્રોલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 4.99 લાખ રૂપિયા છે.

ઓછી કિંમતમાં સારી કાર

ઓછી કિંમતમાં સારી કાર

ઓછી કિંમતમા સારી કાર મળી રહી હોવાના કારણે ભારતીય બજારમાં આ કારને ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે.

કારનું એન્જીન

કારનું એન્જીન

કંપનીએ પેટ્રોલ વેરિએન્ટમાં 1.2 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે અને ડીઝલ વેરિએન્ટમાં 1.5 લીટરની ક્ષમતાના એન્જીનનો ઉપયોગ કર્યો છે.

કારના માઇલેજ પર એક નજર

કારના માઇલેજ પર એક નજર

કંપની દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર હોન્ડા અમેજનું ડીઝલ વેરિએન્ટ 23 કિમી પ્રતિ લીટરનું માઇલેજ આપે છે. આ ઉપરાંત 1.5 લીટરની એન્જીન ક્ષમતા કારને 85થી 90 બીએચપીની દમદાર શક્તિ પ્રદાન કરે છે.

ભારતીય બજારમાં હોન્ડાની આ કાર્સ સફળ

ભારતીય બજારમાં હોન્ડાની આ કાર્સ સફળ

હોન્ડા છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય બજારમાં સતત કારોનું વેચાણ કરી રહી છે, પરંતુ હોન્ડાની સિટી સિડાન અને બ્રાયો હૈચબેક જ સૌથી સફળ કાર રહી છે.

English summary
Honda's new car Amaze is getting overwhelming response from car buyers. Honda has sold 16,000 Amaze cars in just two months. Of the total 16k sold, almost 13,000 has been diesel Amaze.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X