For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડા અમેજનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બૂકમાં

|
Google Oneindia Gujarati News

જાપાની ઓટોમોબાઇલ નિર્માતા હોન્ડાએ ભારતમાં ઉત્પાદોમાં તોફાન લાવી દીધું છે. ગાડીઓ જેમ કે, સિટી, બ્રાયો, અમેજ અને મોબિલિયો ઉપભોક્તાઓ વચ્ચે ઘણી લોકપ્રીય થઇ છે. આ નિર્માતાએ તાજેતરમાં હોન્ડા અમેજ લોંગેસ્ટ ડ્રાઇવ થ્રૂ અમેજિંગ ઇન્ડિયાનો પ્રારંભ કર્યો હતો.

હવે એ વાત સુનિશ્ચિત થઇ ગઇ છેકે હોન્ડા કાર્સ ઇન્ડિયાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ ગયું છે. તેમણે કોઇ એક દેશમાં કાર દ્વારા સૌથી લાંબી યાત્રાનો રેકોર્ડ નોંધાવ્યો છે. હોન્ડાની ફેમેલી સેડાન અમેજે સંપૂર્ણ ભારતમાં 400 શહેરોનું ભ્રમણ કરતા અંદાજે 23,800 કિ.મીનું અંતર નક્કી કર્યું.

હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને સીઇઓ હિરોનોરી કનાયામાએ જણાવ્યું કે, અમને એ જણાવતા ખુશી થાય છેકે હોન્ડા ઇન્ડિયાએ કોઇ એક દેશમાં કાર દ્વારા સૌથી લાંબી યાત્રા કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી વધુ એક મુકામ હાસલ કર્યું છે.

તેમણે એ પણ જણાવ્યું કે, વિભિન્ન ક્ષેત્રોમાં ડ્રાઇવ કર્યા બાદ હોન્ડા અમેજનું સ્થાયિત્વ, ગુણવત્તા અને વિશ્વસનીયતાનું પ્રમાણ મળે છે. આ વિશેષતાઓએ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાનો માર્ગ બનાવ્યો છે તથા આ કારને ગ્રાહકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે.

આ યાત્રા 15 સપ્ટેમ્બર 2014ના રોજ જોધપુરથી શરૂ કરવામાં આવી હતી. હોન્ડા અમેજે ભારતના મેદાનો, પર્વતો, સમુદ્ર તટો, હાઇવે, ટ્રાફિકવાળા શહેરો અને આંતરિક ક્ષેત્રોની યાત્રા કરી છે. આ યાત્રા 55 દિવસ સુધી ચાલી અને આ દરમિયાન તેમણે ભારતના દરેક ખૂણાની યાત્રા કરી.

honda-amaze-guinness-world-records-02
ભારતીય લેખક ચેતન ભગત દ્વારા હોન્ડા અભિયાનની એક વેબ શ્રેણી પ્રારંભ કરવામાં આવશે. આ વેબ વીડિયોઝમાં લોંગેસ્ટ ડ્રાઇવ થ્રૂ અમેજિંગ ઇન્ડિયાની ભારતમાં કરવામાં આવેલી યાત્રાને દર્શાવવામાં આવશે.

અહીં દર્શકો માટે પણ એક પ્રતિયોગિતા રાખવામાં આવી છે, જેમાં કોઇપણ વ્યક્તિ ભારતના અજ્ઞાત સ્થળો અંગેના ફોટા અથવા કહાણી મોકલી શકે છે. જેને વિજેતા જાહેર કરવામાં આવશે તેને ભારતના યાદગાર સ્થળોની યાત્રા કરવાની તક મળશે.

English summary
Honda Amaze drives into Guinness World Records with its longest drive through India. Honda Amaze Longest Drive Through Amazing India clocked 23,800 kms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X