For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારમાં જોવા મળશે નવી સેફ્ટી સિસ્ટમ ‘હોન્ડા સેન્સિંગ’

|
Google Oneindia Gujarati News

જાપાનની જાણીતી કાર નિર્માતા કંપની હોન્ડા મોટર એક નવી એડવાન્સ્ડ ડ્રાઇવર-એસિસ્ટિવ સિસ્ટમ રજૂ કરવા જઇ રહી છે. જેનું નામ હોન્ડા સેન્સિંગ રાખવામાં આવ્યું છે, જેને ટૂંક સમયમાં જાપાનીઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. હોન્ડા મોટર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વધુ એક પહેલ સમાન છે. હોન્ડા સેન્સિંગ બે પ્રકારના સેન્સરનું કોમ્બિનેશન છે, જે વિવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે. એક છે મિલિમીટર વેવ રડાર, જેને ફર્સ્ટ ગ્રીલમાં ફીટ કરવામાં આવશે જ્યારે બીજું છે, મોનોકુલર કેમેરા જે વિન્ડસ્ક્રીનની ઉપર લગાવવામાં આવશે.

honda-driver-assist-system
નવું મિલિમીટર વેવ રડાર ચાલતા જતા લોકોને ડિટેક્ટ કરવાની માત્રામાં વધારો કરે છે, જે તેમના લો રેટ રેડિયો વેવ રિફ્લેક્શન અને સ્થિતિ તથા ટાર્ગેટ ઓબ્જેક્ટની સ્પીડના કારણે ડિટેક્ટ કરવામાં મુશ્કેલ રહે છે. બીજી તરફ મોનોકુલર કેમેરા એ પદયાત્રીઓ અને અન્ય ટાર્ગેટ ઓબ્જેક્ટની સાઇઝ સહિતની માહિતી એકઠી કરે છે, જે તમારી રેન્જમાં આવી રહ્યાં છે, જે તમારા વ્હીકલથી 60 મીટર દૂર હશે. જેનાથી તમે સાચવેતી અને ચોકસાઇ રાખી શકો છો.

આ બન્ને સેન્સિંગ ડિવાઇસમાં પેડેસ્ટ્રેઇન કોલિઝન મિટિગેશન સ્ટીયરિંગ સિસ્ટમ, કોલિઝન મિટિગેશન બ્રેક સિસ્ટમ, રોડ ડિપાર્ચર મિટિગેશન સિસ્ટમ, લેન કીપિંગ એસિસ્ટ સિસ્ટમ, એડપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, લો સ્પીડ ફ્લો, ટ્રાફિક સાઇન રેકોગ્નાઇઝેશન, ફોલ્સ સ્ટાર્ટ પ્રિવેન્શન ફક્શન અને લીડ કાર ડિપાર્ચર નોટિફિકેશન સિસ્ટમ જેવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ અનેકવિધ રીતે આ સિસ્ટમ ડ્રાઇવરને મદદરૂપ થઇ શકે છે, જેમાં વ્હીકલની સ્થિતિ કેવી છે, વ્હીકલ્સના વિવિધ પાર્ટ્સ અને ફંક્શન કઇ સ્થિતિમાં કામ કરી રહ્યાં છે વિગેરે માહિતી પણ ડ્રાઇવરને મળી શકે છે.

English summary
Honda, the Japanese carmaker has introduced a new driving aid system called Honda Sensing that will be debuted with the new Honda Legend in Japan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X