For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા છ વિકલ્પો સાથે ભારતમાં લોન્ચ થઇ હ્યુંડાઈ વર્ના

ભારતમાં લોન્ય થઈ હ્યુંડાઈ વર્ના કાર. નવી હ્યુંડાઈ અલગ-અલગ છ વિકલ્પો સાથે ભારતમાં લોન્ચ થઈ. આ કાર વિશે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

ભારતમાં હ્યુંડાઈની નવી કાર લોન્ચ થઈ છે જેની કિંમત દિલ્હીના શો રૂમમાં 7.99 લાખથી શરૂ થાય છે. નવી હ્યુંડાઈ વર્ના ભારતમાં ચાલતી સેડાન કારને ટક્કર આપવા માટે એકદમ તૈયાર છે. હાલ ભારતમાં હોંડા સિટી અને મારૂતિ સુઝુકી સીયાઝ કાર ઘણી લોકપ્રિય છે, નવી હ્યુંડાઈ વર્ના આ કારને ટક્કર આપશે.

હ્યુંડાઈ વર્નામાં શું છે નવું ?

હ્યુંડાઈ વર્નામાં શું છે નવું ?

હ્યુંડાઈ વર્ના કાર પેટ્રોલ અને ડીઝલના છ અલગ-અલગ વિકલ્પો સાથે અને નવી કિંમત સાથે બજારમાં આવી ગઇ છે. પેટ્રોલ એડિશનમાં એક ઓટોમેટિક ગિયરબોક્સની સાથે ઈએક્સ અને એસએક્સ પણ રાખવામાં આવ્યું છે. જ્યારે ડીઝલમાં ઓટો એસએક્સ અને ટ્રિમ લેયર સાથે મુકવામાં આવ્યું છે.

હ્યુંડાઈ વર્નાનુ સ્પેસિફિકેશન

હ્યુંડાઈ વર્નાનુ સ્પેસિફિકેશન

નવી હ્યુંડાઈ વર્નાને બે 1.6 લીટરના ચાર સિલેંડર એન્જિન - એક પેટ્રોલ અને ડીઝલ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે પેટ્રોલ અને ડીઝલ સાથે 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

હ્યુંડાઈ વર્નાનું માઈલેજ

હ્યુંડાઈ વર્નાનું માઈલેજ

પેટ્રોલ વર્ના એક 1591 સીસી ચાર સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરે છે, જે 121 બીએચપી @ 6400 આરપીએમ અને 151 એનએમ ટોકેલ @ 4850 આરપીએમનું ઉત્પાદન કરે છે. પેટ્રોલ વર્ના 17.7 કિ.મી. પ્રતિ લીટર ચાલે છે. જ્યારે ડીઝલ એન્જિન 1582 સીસી અને 126 બીએચપી @ 4000 આરપીએમ તથા 260 એનએમ ટોકેલ @ 1500-3000આર પીએમની ક્ષમતા ધરાવે છે અને ડીઝલ વર્ના 24.76 કિ.મી. પ્રતિ લીટર ચાલે છે.

અન્ય સુવિધા સાથે હ્યુંડાઈ વર્ના

અન્ય સુવિધા સાથે હ્યુંડાઈ વર્ના

આ કારને ત્રણ વર્ષ માટે અમર્યાદિત કિલોમીટરની વોરંટી આપવામાં આવી છે. નવા સેડાન મેપકેર સેટ-એનએવી સિસ્ટમથી ત્રણ વખત અપડેટ કરવામાં આવી છે. નવી હ્યુંડાઈ વર્ના હ્યુંડાઇના 2 પ્લેટફોર્મ પર આધારિત છે, જે હાઈ પાવરનો ઉપયોગ કરે છે અને કાર ચલાવવામાં સરળતા લાવે છે. આ ઉપરાંત ક્રુઝ કંટ્રોલ, બુલ-સ્ટાર્ટ, ઇલેક્ટ્રિક સનરૂફ જેવી સગવડો તો ખરી જ.

હ્યુંડાઈ વર્નાની ડિઝાઈન

હ્યુંડાઈ વર્નાની ડિઝાઈન

આ કારને પહેલી નજરે જોતા તે શાર્પ લાગે છે. સામે સ્પોર્ટસ કોનર પ્રોજેકટર હેડલાઈટ્સ અને પોઝિશનિંગ લેંપની સાથે પ્રોજેક્ટર લેંપ પણ છે. 16 ઈંચના પૈડા તેને વધુ આકર્ષક બનાવે છે અને તેનો ટેલ લેંપ પણ શાનદાર છે. રંગોની વાત કરવામાં આવે તો સ્ટાર ડસ્ટ, સિઆરા બ્રાઉન, જ્વાલા ઓરેન્જ, ફાયર રેડ અને ફેંટમ બ્લેકમાં આ કાર ઉપલબ્ધ છે.

તજજ્ઞોના મતે કેવી છે હ્યુંડાઈ વર્ના?

તજજ્ઞોના મતે કેવી છે હ્યુંડાઈ વર્ના?

હ્યુંડાઈ વર્ના પહેલા કરતા વધુ સારી દેખાઈ રહી છે. તેના એન્જિન શક્તિશાળી છે અને ગ્રાહક માટે લાભદાયક પણ છે. તેની નવી સુવિધા અને ટેકનોલોજી કારને વધુ સારી બનાવે છે. તો જો તમને પણ લાંબા ગાળાનો ફાયદો કરાવે તેવી કાર શોધી રહ્યા હોવ, તો હ્યુંડાઈ વર્ના તમારા માટે ઉત્તમ છે.

English summary
Hyundai Verna launched in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X