For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ એએમટી કાર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ જગતમાં ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન કાર્સની સંખ્યા વધી રહી છે. સિલેરિયો બાદ મારુતિ સુઝુકી દ્વારા એલ્ટો કે10 લોન્ચ કરવામાં આવી છે, આ ઉપરાંત બજારમાં જેસ્ટ અને ઇઓન 1એલ જેવી કાર્સ પણ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે. જેને લઇને વિવિધ કંપનીઓ દ્વારા એ દિશામાં પગલા ભરવાની શરૂઆત કરી છે. જે પ્રકારે વિવિધ કાર નિર્માતા કંપનીઓ એ દિશામાં કામ કરી રહી છે, તેને જોઇને લાગી રહ્યું છેકે, આવનારા સમયમાં ભારતમાં અનેક વિધ એએમટી કાર્સ ગ્રાહકોને એક સારા વિકલ્પ તરીકે મળી શકશે.

આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ જે એએમટી ધરાવતી હશે અને આવનારા સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં ટાટા, મહિન્દ્રા અને નિસાન જેવી કાર નિર્માતા કંપનીઓ છે, તો ચાલો તસવીરો થકી એ અંગે જાણીએ.

નેનો ટ્વિસ્ટ એફ-ટ્રોનિક

નેનો ટ્વિસ્ટ એફ-ટ્રોનિક

બની શકે છેકે ટાટા પોતાની આ કાર થકી મારુતિને ભારતની મોટી એફોર્ડેબલ ઓટોમેટિક કારની બાબતમાં ટક્કર આપી શકે. આ કારમાં 642 સીસી, 2 સિલિન્ડર એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે. આ કારમાં એએમટીને ઇટલી સ્થિત મેગ્નેટિક મરેલી દ્વારા ડેવલોપ્ડ કરવામાં આવશે.

ટાટા બોલ્ટ

ટાટા બોલ્ટ

એફ ટ્રોનિક વર્ઝનને લોન્ચ કર્યા બાદ ટાટા દ્વાર પોતાની નવી હેચબેક કાર લોન્ચ કરવામાં આવશે, જેમાં એએમટી આપવામાં આવશે. જેસ્ટ કારની જેમ બોલ્ટ કારમાં એએમટી હશે. ડીઝલ કારમાં એએમટી હશે જેના કારણે ભારતીય બજરમાં લોન્ચ કરવામાં આવેલી તે સૌથી સસ્તી ડીઝલ ઓટોમેટિક હેચબેક કાર બની જશે.

મહિન્દ્રા ક્વાન્ટો

મહિન્દ્રા ક્વાન્ટો

મહિન્દ્રા કોમ્પેક્ટ એસયુવીમાં કેટલાક બદલાવ લાવવા જઇ રહ્યું છે, તે ભારતમાં કોમ્પેક્ટ એસયુવીમાં એએમટી ગીયરબોક્સ લઇને આવશે. આ કારમાં 3 સિલન્ડિર, 1.5 લિટર ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે.

મહિન્દ્રા એસ101

મહિન્દ્રા એસ101

મહિન્દ્રા દ્વારા ફોર્ડ ઇકોસ્પોર્ટને જવાબ આપવા માટે પોતાની પ્રીમિયમ કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવાની યોજનામાં છે. જેમાં કંપની દ્વારા 1.2 લિટર પેટ્રોલ એન્જીન આપવામાં આવશે, જેમાં એએમટી હશે.

નિસાન માઇક્રા અને ડટ્સન ગો

નિસાન માઇક્રા અને ડટ્સન ગો

નિસાન દ્વારા પર એએમટી ગીયરબોક્સ વિકસાવવામાં આવી રહ્યું છે. જે તેની હેચબેક કાર નિસાન માઇક્રામાં જોવા મળશે. હાલ માઇક્રામાં સીવીટી આપવામાં આવે છે. સીવીટીની મોંઘી કિંમતને દૂર કરવા માટે નિસાન માઇક્રાનું એએમટી વર્જન લોન્ચ કરવાનું વિચારી રહી છે અને આ સાથે જ ડટ્સન ગોમાં પણ એએમટી જોવા મળશે.

English summary
india's Upcoming AMT cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X