આ કાર્સમાં ફરે છે મુકેશ અંબાણી અને રતન તાતા
તાતા, બિરલા, અંબાણી આ માત્ર એ નામ નથી કે જેનાથી તેમની ઓળખ થાય છે, પરંતુ હવે આ નામ વિશ્વ પટલ પર ભારતની ઓળખ કરાવે છે. તમે બધા જ્યાં પણ આ નામોને સાંભળો છો ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન જરૂરથી ઉઠે છે કે આખરે આ લોકોની લાઇફસ્ટાઇલ કેવી હશે. ભારતીય ઉદ્યોગ જગતને ઉંચાઇઓ પર પહોંચાડનાર ઘુરંઘરોની લાઇફસ્ટાઇલ પણ એટલી જ શાનદાર છે.
જી હાં, તમારી જિજ્ઞાસુ પ્રવૃતિને ધ્યાનમાં રાખીને આ વખતે તમને દેશના એ બિઝનેસ ટાયકૂન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો અને તેમની શ્રેષ્ઠ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ. આ એક સામાન્ય પ્રશ્ન છે જે દરેક આમ વ્યક્તિના મનમાં રહેતો હશે કે આખરે તાતા, અંબાણી, બિરલા અને માલ્યા જેવી હસ્તી કેવા પ્રકારની કારમાં સફર કરતા હશે. તો ચાલો તસવીરોના માધ્યમથી અમે તમને જણાવીએ તેમન શાહી સવારીઓ અંગે.
આ પણ વાંચોઃ- ટોપ 10 કાર અકસ્માતો, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ
આ પણ વાંચોઃ- બેંટલી ફ્લાઇંગ ટૂ ટાટા ઝેસ્ટઃ ઑગસ્ટમાં લોન્ચ થઇ આ કાર્સ
આ પણ વાંચોઃ- મારુતિ સુઝુકીની નવી કાર સિઆઝ આપી શકશે આ કાર્સને ટક્કર?

આ કાર્સમાં ફરે છે તાતા, અંબાણી અને બિરલા જેવા દિગ્ગજ
ભારતીય ઉદ્યોગ જગતને નવી ઉંચાઇઓ પર પહોંચાડનારા દેશના શ્રેષ્ઠ બિઝનેસ ટાયકૂન્સની કારો અંગે જાણવા નેકસ્ટ બટન પર ક્લિક કરો.

રતન તાતાની શાનદાર મર્સડીઝ બેન્ઝ એસ-ક્લાસ
દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની તાતા મોટર્સના માલિક રતન તાતા જેમણે વિશ્વને સૌથી સસ્તી અને નાની કારમાં ફરવાની તક આપી, તેમને જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સડીઝ બેન્ઝની લક્ઝરી કાર એસ ક્લાસમાં સફર કરવું પસંદ છે. જો કે, તેમની શાહી સવારીઓમાં ફેરારી કેલિફોર્નિયા, મેસેરેટી, કૈડિલૈક એક્સએલઆર અને ક્રાઇસલર જેવી કારો પણ છે.

અનિલ અંબાણી લેમ્બોર્ગિનીના દિવાના
દેશની પ્રમુખ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને લગ્ઝરી કાર્સ ઉપરાંત સ્પોર્ટ કાર્સનો પણ ઘણો જ શોખ છે. આ જ કારણ છે કે તે લેમ્બોર્ગિનીની શાનદાર સ્પોર્ટ કાર ગલાર્ડોમાં ફરવાનું પસંદ કરે છે. અનિલની આ કાર માત્ર 4.2 સેકેન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ ઉપરાંત આ કારની વધુંમાં વધું સ્પીડ 325 કિમી પ્રતિ કલાક છે.

મુકેશ અંબાણીની સવારી મેબૈક 62
રિલાયન્સ ઇન્ડિયાના ચેરમેન મુકેસ અંબાણીને ફોર્બ્સની યાદીમાં વિશ્વાના સૌથી ધનિક ભારતીય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મુકેશ અંબાણી પોતાની હળવાશની પળોમાં મેબૈક 62 લગ્ઝરી સિડાન કારમાં ફરવાનું પસંદ કરે છે. ભારતીય બઝારમાં આ કારની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા છે.

વિજય માલ્યા પણ મેબૈક 62ના શોખીન
દેશના લિકર કિંગના નામથી જાણીતા વિજય માલ્યા પોતાની કાસ લાઇફસ્ટાઇલ અને બિંદાસ્ત અંદાજ માટે જાણીતા છે. વિજય માલ્યા મેબૈક 62 સિડાન કારમાં ફરવાનું પસંદ કરે છે. આ કાર મુકેશ અંબાણી પાસે પણ છે. વિજય માલ્યાનું કાર કલેક્શન ઘણું જ મોટું છે.

અજીમ પ્રેમજીની કોરોલા
દેશની પ્રમુખ આઇટી કંપની વિપ્રોના સંસ્થાપક અજીમ પ્રેમજી અંગે કહેવામાં આવે છે કે તે જે રીતે આધુનિકતાના પર્યાય છે ઠીક તેવી જ રીતે તે સાધારણ જીવનશૈલીમા માનનારા છે. પ્રેમજી પાસે ટોયોટાની શાનદાર સિડાન કાર કોરોલા છે.

કુમાર મંગલમ બિરલાની બીએમડબલ્યુ
કુમાર મંગલમ બિરલા આદિત્ય બિરલા ગૃપના અધ્યક્ષ છે ભારતમાં ગ્રાસમ, હિંડાલ્કો, અલ્ટ્રાટેક સીમેન્ટ, આદિત્ય બિરલા નુવો, આઇડિયા સેલ્યુલર, આદિત્ય બિરલા રિટેલ અને કેનેડામાં આદિત્ય બિરલા મિનિક્સ અને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ(બિટ્સ પિલાણી)ના તે કુલાધિપતિ છે. કુમાર મંગલમ બીએમડબલ્યુની લગ્ઝરી સિડાન કાર 5 સીરીઝમાં ફરવાનું પસંદ કરે છે.

એચસીએલના પ્રમુખ શિવ નાડારની શાહી સવારી
શિવ નાડાર ભારતના પ્રમુખ ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. તે એચસીએલ ટેક્નોલોજીના અધ્યક્ષ અને પ્રમુખ રણનીતિના અધિકારી છે. તેમને વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા ઉદ્યોગ અને વ્યાપારના ક્ષેત્રમાં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાંચ દેશોમાં 100 કરતા વધારે કાર્યાલય, 30 હજારથી વધારે કર્મચારી-અધિકારી અને વિશ્વભરમાં કમ્પ્યુટર વ્યવસાયીઓ, ઉપભોક્તાઓનો તે વિશ્વાસ છે. શિવ નાડાર રોલ્સ રોય્સની શાનદાર કાર ફેન્ટમની સવારી કરે છે.

સુભાષ ચંદ્રાની શાનદાર મર્સીડિઝ
દેશની પ્રમુખ ટીવી ચેનલ ઝી ટીવીના સુભાષ ચંદ્રા, મર્સીડિઝ બેન્ઝની શાનદાર એમપીવો વિયાનોમાં ફરે છે.

સુનીલ ભારતી મિત્તલની સવારી
દેશની સૌથી મોટી જીએસએમ આધારિત મોબાઇલ ફોન કંપની ભારતી ગૃપના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સુનીલ બી. મિત્તલને આધુનિક ભારતના પરિવર્તનકારી સીઇઓ માનવામાં આવે છે, જેમણે દેશમાં ટેલીફોનની દિશાને બદલી છે. સુનીલ મર્સડીઝ બેન્ઝની શાનદાર કાર એસ500માં ફરે છે.

વીસી વર્મનની સવારી મર્સડીઝ બેન્ઝ
ભારતને સ્વાસ્થ્ય, વ્યક્તિગત ધ્યાન અને ભોજન ઉત્પાદોના ક્ષેત્રમાં રોકાણ કરનારી દેશની ચોથી સૌથી મોટી કંપની ડાબર ઇન્ડિયા લિમિટેડના વીસી વર્મન મર્સડીઝ બેન્ઝની શાનદાર કાર સિડાન કાર મર્સડીઝ બેન્ઝ કોમપ્રેશરમાં ફરવાનું પસંદ કરે છે.