For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આ છે અત્યારસુધીમાં બનેલી Most Beautiful રોલ્સ રોય્સ?

|
Google Oneindia Gujarati News

એક સમયે રોલ્સ રોય્સના એન્જીનનો ઉપયોગ જમીન, હવા અને પાણી પરના પાવર બ્રેકિંગ વાહનોમાં કરવામાં આવતો હતો, રોલ્સ રોય્સના આવા જ એક એન્જીનનો ઉપયોગ બ્લુબર્ડ કે3 બોટમાં કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ સર મેલ્કોલ્મ કેમ્પબેલે 1937માં વિશ્વ વૉટર સ્પીડ રેકોર્ડને તોડવા માટે કર્યો હતો. 1 સપ્ટેમ્બર 1937ના રોજ લેક મેગ્ગીઓરી ખાતે કેમ્પબેલે 203 કિ.મી પ્રતિ કલાકની સ્પીડના આંકે પહોંચીને એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો, જોકે બાદમા તેમણે જ પોતાનો આ રેકોર્ડ 208 કિ.મી પ્રતિ કલાકની ઝડપના આંકને અડીને તોડ્યો હતો.

તમને કદાચ એ થતું હશે કે રોલ્સ રોય્સની શાનદાર કાર અંગે વાત કરવાના બદલે તેના એન્જીન અંગે શા માટે વાત કરવામાં આવી રહી છે, તો તમને જણાવી દઇએ કે કેમ્પબેલે આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે જે રોલ્સ રોય્સ એન્જીન બોટનો ઉપયોગ કર્યો હતો, તે એન્જીન સાથે કંપની દ્વારા એક લીમિટેડ એડિશન બહાર પાડવામાં આવી રહી છે. આ લીમિટેડ એડિશનનું નામ ફેન્ટમ ડ્રોપહેડ કોપ છે, જેને ફેન્ટમ ડ્રોપહેડ કોપ વૉટરસ્પીડ કલેક્શન પણ કહેવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી આ કાર અંગે વધું જાણીએ.

23મી મેના રોજ જાહેરમાં પ્રદર્શિત કરાશે

23મી મેના રોજ જાહેરમાં પ્રદર્શિત કરાશે

ધ રોલ્સ રોય્સ ફેન્ટમ ડ્રોપહેડ કોપ વૉટરસ્પીડ કલેક્શનને સૌથી પહેલા એક ખાનગી કાર્યક્રમમાં 13 મેના રોજ દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમ લંડનમાં એ જ સ્થળે ગોઠવવામાં આવ્યો હતો, જે ક્યારેક ઓરિજીનલ બ્લુબર્ડ મોટર કંપની હતી, જે હવે બ્લુબર્ડ રેસ્ટોરાં બની ગયું છે. આ કારને વિલા ધ એસ્ટમાં 2014 કોન્કોર્સો દી એલેગ્નાઝા દરમિયાન 23 મેના રોજ જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવશે.

સ્પેશિયલ કલરમાં પેઇન્ટ

સ્પેશિયલ કલરમાં પેઇન્ટ

આ ફેન્ટમ કોપને સ્પેશિયલ કલરમાં પેઇન્ટ કરવામાં આવી છે, જે તેને ખાસ બનાવે છે. આ કલરને મેગીઓર બ્લુ કહેવામાં આવે છે, જે એ તળાવ પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં વોટર સ્પીડ રેકોર્ડ નોંધાયો હતો. આ કલર બ્લુબર્ડના કલરથી પ્રેરિત છે. આ એવી પહેલી રોલ્સ રોય્સ છે કે એન્જીન અને વ્હીલ આમ તમામ બાબતે એક સરખુ ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

નિર્માણ કરતા પહેલા લેવામાં આવી પરવાનગી

નિર્માણ કરતા પહેલા લેવામાં આવી પરવાનગી

આ કારનું નિર્માણ કરતા પહેલા કેમ્પબેલના ગ્રાન્ડસન અને ગ્રેટ ગ્રાન્ડસનની પરવાનગી લેવામાં આવી હતી. ફેન્ટમ ડ્રોપહેડ કોપ વોટરસ્પીડ કલેક્શનના માત્ર 35 યુનિટ જ લોન્ચ કરવામાં આવશે.

બ્લુબર્ડ કે3ને મળતો આવતા ડેક ફીચર્સ

બ્લુબર્ડ કે3ને મળતો આવતા ડેક ફીચર્સ

અન્ય બાબતની જેમ આ પણ પહેલીવાર રોલ્સ રોય્સમાં જોવા મળી રહ્યું છે, ઓરીજિનલ બ્લુબર્ડ કે3માં જોવા મળતા બ્રશ્ડ સ્ટીલ સહિતની બાબતો ડેક ફીચર્સમાં જોવા મળશે.

મેગ્ગીઓરે બ્લુ કલર થીમનું ઇન્ટિરીયર

મેગ્ગીઓરે બ્લુ કલર થીમનું ઇન્ટિરીયર

કારના સ્ટીયરિંગ વ્હીલ, કપ હોલ્ડર્સ અને ડેશબોર્ડ પર નજર ફેરવીશું તો મેગ્ગીઓરે બ્લુ કલરની થીમનું ઇન્ટિરીયર જોવા મળશે. આ સ્ટીયરિંગ વ્હીલ પહેલીવાર રજૂ કરવામાં આવે છે.

સિમ્બોલિક બ્લુબર્ડ

સિમ્બોલિક બ્લુબર્ડ

હૈંડ-ઇંગ્રેવેદ ડોર સિલ્સ અને આર્મરેસ્ટમાં સિમ્બોલિક બ્લુબર્ડ જોવા મળે છે.

કેમ્પબેલના રેકોર્ડની ગુંથણી ગ્લવ બોક્સ પેનલમાં

કેમ્પબેલના રેકોર્ડની ગુંથણી ગ્લવ બોક્સ પેનલમાં

કારના ગ્લવ બોક્સ પેનલમાં કેમ્પબેલ દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડને ગુંથવામાં આવ્યો છે.

બ્લુબર્ડ કે3ને મળતી આવતી ડાયલ ડિઝાઇન

બ્લુબર્ડ કે3ને મળતી આવતી ડાયલ ડિઝાઇન

બ્લુબર્ડ કે3ના ડાયલ અને ક્લોક જેવાજ પાવર રિઝર્વ ડાયલને સેન્ટર ડેશબોર્ડ ફીચર્સમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે.

કારનું એન્જીન

કારનું એન્જીન

આ લિમીટેડ એડિશનના એન્જીન અંગે વાત કરવામાં આવે તો 6.75 લીટર, વી12 એન્જીનને મેકેનિકલી મોડિફાઇડ કરવામાં આવ્યું નથી અને તે 453 હોર્સપાવર પ્રોડ્યુસ કરશે. આ એન્જીનમાં એઇટ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે.

English summary
Rolls Royce engines once used to power record breaking vehicles on land, air and even water. One such Rolls Royce engine powered the the Bluebird K3 boat, which Sir Malcolm Campbell used to break the world water speed record in 1937.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X