For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતુરતાનો અંતઃ આવી રહી છે જગુઆરની શાનદાર સવારી

|
Google Oneindia Gujarati News

આપણા સમયની સૌથી સુંદર કાર વિશ્વ ભરના સુંદર રસ્તાઓ પર પોતાની દસ્તક આપવાની અણી પર છે. જ્યારથી જગુઆર દ્વારા તેની એફ ટાઇપ કુપ કારની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી તેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે અને આ કાર એવી જ છે જે આપણી આશા ઓ પર ખરી ઉતરી શકે છે.

જગુઆર એફ ટાઇપ કુપએ સી-એક્સ16 કોન્સેપ્ટ કાર કે જેને 2011માં ફ્રંકફુર્ટ ઓટો શોમાં પહેલીવાર દર્શાવવામાં આવી હતી, તેનું પ્રોડક્શન વર્ઝન છે. એફ ટાઇપ કુપ કાર એક એવી રેર કાર છે કે જે તેની કોન્સેપ્ટ કાર કરતા થોડીક અલગ છે. જે એક અદ્ભૂત બાબત છે. તો ચાલો તસવીરો થકી જાણીએ જગુઆરની નવી એફ ટાઇપ કુપની ખાસિયતોને.

ત્રણ વેરિએન્ટ

ત્રણ વેરિએન્ટ

જગુઆર એફ ટાઇપ કુપના ત્રણ વેરિએન્ટ છે. જેમાં બે કનવર્ટેબલ- V6 સુપરચાર્જ્ડ મોડલ્સ અને એક V8 સુપરચાર્જ્ડ મોડલ છે અને માત્ર V8 કુપને એફ ટાઇપ આર કુપ તરીકે બોલાવવામાં આવે છે, જે તમને હાઇ પરફોર્મન્સ મશિનનો અનુભવ કરાવશે.

એફ ટાઇપ કુપની શક્તિ

એફ ટાઇપ કુપની શક્તિ

એફ ટાઇપ કુપની શક્તિ અંગે વાત કરવામાં આવે તો, 3.0 લીટર સુપરચાર્જ્ડ વી6 એન્જીન 340 એચપીની શક્તિ આપવા સક્ષમ છે જે 5.1 સેકન્ડમાં 0.60 એમપીએચની ઝડપ પકડી શકે છે. તેની સૌથી વધુ સ્પીડ 259 કિમી પ્રતિ કલાક છે.

એફ ટાઇપ એસ કુપની શક્તિ

એફ ટાઇપ એસ કુપની શક્તિ

એફ ટાઇપ એસ કુપની શક્તિની વાત કરવામાં આવે તો 3.0 લીટર સુપરચાર્જ્ડ વી6 એન્જીન 380 એચપીની શક્તિ સાથે 4.6 સેકન્ડમાં 60 એમપીએચની ઝડપ પકડી શકે છે અને તેની સર્વાધિક ઝડપ 275 કિમી પ્રતિ કલાક છે.

એફ ટાઇપ આર કુપની શક્તિ

એફ ટાઇપ આર કુપની શક્તિ

એફ ટાઇપ આર કુપની શક્તિની વાત કરવામાં આવે તો 5.0 લીટર સુપરચાર્જ્ડ વી8 એન્જીન 550 એચપી શક્તિ આપવા સક્ષમ છે. જે 4 સેકન્ડમાં 60 એમપીએચની ઝડપ પકડવા સક્ષમ છે અને તેની સર્વાધિક ઝડપ 300 કિમી પ્રતિ કલાક છે.

ઝેડ એફ એઇટ સ્પીડ

ઝેડ એફ એઇટ સ્પીડ

તમામ ત્રણેય વેરિએન્ટમાં ઝેડએફ એઇટ સ્પીડ ક્વિકશિફ્ટ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. તેમજ સાથે પેડલ શિફ્ટર અથવા તો સેન્ટ્રલ સ્પોર્ટશિફ્ટ લેવલ છે.

ન્યુ ટોર્ક્યુ વેક્ટરિંગ સિસ્ટમ

ન્યુ ટોર્ક્યુ વેક્ટરિંગ સિસ્ટમ

એફ ટાઇપ કુપ મોડલ્સમાં બીજી જનરેશન ઇલેક્ટ્રિક એક્ટિવ ડિફરન્ટિઅલ અને ન્યુ ટોર્ક્યુ વેક્ટોરિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

ગ્લાસ રૂફ પેનલ

ગ્લાસ રૂફ પેનલ

જગુઆર દ્વારા નવી એફ ટાઇપમાં એલ્યુમિનિયમ અથવા તો ગ્લાસ રૂફ પેનલ્સ આપવામાં આવી રહી છે.

રીયર બૂટ સ્પેસ

રીયર બૂટ સ્પેસ

એફ ટાઇપ કુપમાં રીયર બૂટ સ્પેસ આપવામાં આવી છે, જગુઆર અનુસાર તેમાં તમે ગોલ્ફ કીટના બે સેટ રાખી શકો છો.

સ્પીડ અનુસાર સ્પોઇલર એક્ટિવેટ

સ્પીડ અનુસાર સ્પોઇલર એક્ટિવેટ

કારની અંદર બૂટ લિડ સિટ્સમાં એક્ટિવ સ્પોઇલર આપવામાં આવ્યા છે, જે ઓટોમેટિક તમારી કારની ઝડપ અનુરાસ એક્ટિવેટ થઇ જાય છે. જો તમારી કાર 112 કિમીની ઝડપે જતી હોય તો તે અપ થશે અને તમારી કાર 80 કિમીની ઝડપ કરતા નીચે હશે તો તે ડાઉન થઇ જશે.

શાનદાર ડ્રાઇવિંગ અનુભવ

શાનદાર ડ્રાઇવિંગ અનુભવ

હાયર ચેસિસ સિફ્ટનેસ અને લોઅર વેઇટના કારણે એફ ટાઇપ કુપ તમને શાનદાર ડ્રાઇવિંગ અનુભવ કરાવે છે.

એડેપ્ટિવ ડમ્પિંગ સોફ્ટવેર

એડેપ્ટિવ ડમ્પિંગ સોફ્ટવેર

એફ ટાઇપ આર કુપનું વજન હળવું નથી, પરંતુ તે કન્વર્ટિબલ વર્ઝન છે, અને તેમાં રિવાઇઝ્ડ સસ્પેન્શન અને રિટર્ન્ડ એડેપ્ટિવ ડમ્પિંગ સોફ્ટવેર સેટિંગ આપવામાં આવ્યા છે, જે એક્સ્ટ્રા હોર્સપાવરને કમ્બાઇન કરે છે અને શાનદાર પરફોરમન્સ આપે છે.

શાનદાર ડિઝાઇન

શાનદાર ડિઝાઇન

જગુઆરના ડિઝાઇન ડિરેક્ટર અનુસાર એફ ટાઇપ કુપની ડિઝાઇન શાનદાર છે. લોંગ બોનેટ, લો રૂફલાઇન અને ટેપરિંગ કેબિન એફ ટાઇપ કુપને શાનદાર બનાવે છે.

કારની કિંમત

કારની કિંમત

એફ ટાઇપ કુપની કિંમતઃ- $65,000
એફ ટાઇપ એસ કુપની કિંમતઃ- $77,000
એફ ટાઇપ આર કુપની કિંમતઃ- $99,000

English summary
One of the most beautiful car of our times has just got a permanent roof. Its the Jaguar F Type Coupe that we have all been waiting for ever since the British automaker revealed the F Type convertible last year. And its looks like everything we had hoped for.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X