For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાવાસાકીની H2-H2R અંગે જાણવા જેવી ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં એકથી એક ચઢિયાતી બાઇક અને કાર લોન્ચ કરવામાં આવી રહી છે. બાઇકને વધુ પરફોર્મન્સ અને સ્ટાઇલિશ લુક આપવા માટે જે તે બાઇક નિર્માતાઓ દ્વારા પોતાની નવી પ્રોડક્ટ પાછળ અઢળક કામ કરવામાં આવી રહ્યું છે, જેથી તે વિરોધી કંપનીએ લોન્ચ કરેલી બાઇકને મજબૂત ટક્કર આપી શકે છે.

આજે અમે અહીં કાવાસાકીની બાઇક અંગે વાત કરી રહ્યા છીએ, કાવાસાકીની નિંઝા બાઇક વિશ્વભરમાં ઘણી જ લોકપ્રિય છે, આ વખતે કંપની પોતાની નવી બાઇક લોન્ચ કરવા જઇ રહી છે, જેમાં એક એચ2આર અને એચ2 છે, આ બન્ને બાઇક ઘણી જ ખાસ છે અને અન્ય બાઇક કરતા વધારે સારી માનવામાં આવી રહી છે. એક તરફ જ્યાં એચ2આરને ટ્રેક માટે બનાવવામાં આવી છે તો એચ2ને સ્ટ્રીટ લીગલ માટે બનાવવામાં આવી છે. ચાલો તસવીરો થકી એ બાઇક સાથે જોડાયેલી પાંચ ખાસ વાતોને જાણીએ.

આ પણ વાંચોઃ ભારતની ટોપ 10 બાઇક્સ, કિંમત 1 લાખની અંદર
આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં મારુતિ અને મહિન્દ્રા સામે હાંફી ગયા ટાટા અને ફોર્ડ
આ પણ વાંચોઃ જાણો ખાસ ટિપ્સઃ hot કારને કેવી રીતે કરવી cool

સુપરચાર્જ્ડ

સુપરચાર્જ્ડ

આગામી સમયમાં વિશ્વભરમાં અલ્ટ્રા હાઇ પરફોર્મન્સ બાઇક જોવા મળશે, જેમાં સુપરચાર્જ્ડ અને ટર્બોચાર્જ્ડ જોવા મળશે. કાવાસાકીની એચ2આર ઉપરાંત હોન્ડા અને સુઝુકીની બાઇક્સમાં જોવા મળશે. એચ2આર સુપરચાર્જર બાઇક છે, જે 300 એચપી હોર્સપાવર જનરેટ કરે છે, આ બાઇકમાં 998 સીસી, ઇનલાઇન-4 પાવરપ્લાન્ટ એન્જીન છે અને લાઇટર વેઇટ છે.

આ સ્ટ્રીટ લીગલ બાઇક નહીં ટ્રેક બાઇક છે

આ સ્ટ્રીટ લીગલ બાઇક નહીં ટ્રેક બાઇક છે

કાવાસાકીની એચ2આરને ટ્રેક માટે ડિઝાઇન કરવામાં આવી છે, ના કે સ્ટ્રીટ લીગલ. જોકે એચ2ને સ્ટ્રીટ ઉપયોગ માટે બનાવવામાં આવી છે. જોકે, સ્ટ્રીટ વર્ઝન માટેના સ્પેસિફિકેશનની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી નથી. એચ2આર 300 હોર્સપાવરની આસપાસ જનરેટ કરે છે.

ઇતિહાસિક વારસો

ઇતિહાસિક વારસો

કાવાસાકીએ મોર્ડન સ્ટાઇલને વધારે ગંભીર લીધી નથી, તેમાં ટ્રેડિશનલ કાવાસકી રિવર માર્કના લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 750 સીસી સ્ટ્રોક ટ્રિપલને એચ2 અને કાવાસાકી એચ2આરને ડબ્ડ કરવામાં આવી છે, એચ2આરને મોટી માત્રામાં વેચવામાં આવવાનું નથી, કારણ કે તે નોન સ્ટ્રાઇક લીગલ બાઇક છે. કંપની આ બાઇકને હેરિટેજ બાઇક બનાવવા માગે છે.

હાઇ સ્પીડ માટે એરોડાઇનેમિક વર્ક

હાઇ સ્પીડ માટે એરોડાઇનેમિક વર્ક

કાવાસાકીએ આ બાઇકની સ્પીડ પર ખાસ કામ કર્યું છે અને બાઇક હાઇ સ્પીડ પર જઇ શકે એ માટે તેના પર એરોડાઇનેમિક વર્ક કરવામાં આવ્યું છે. બાઇકના અપર અને લોઅર વિંગલેટ્સ ઉપરાંત બોડીવર્કમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે, જે બાઇકની સ્પીડને જાળવી રાખે છે. આ ડિઝાઇનને કાવાસાકીના એરોસ્પેસ ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેમજ તેમાં જે ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વ્હીલબેઝને ડાઉનફોર્સ જાળવી રાખવામાં મદદરૂપ થઇ શકે છે.

હાઇ કોન્સેપ્ટ સ્ટાઇલ

હાઇ કોન્સેપ્ટ સ્ટાઇલ

કાવાસાકીએ પોતાની આ બાઇક્સને હાઇ કોન્સેપ્ટ સ્ટાઇલ આપી છે, જેને તે ઇન્ટેસ્ટ ફોર્સ ડિઝાઇન તરીકે ઓળખાવે છે. એચ2આર અને સ્ટ્રીટ વર્ઝન એચ2 બન્નેમાં કાવાસાકીના ડિઝાઇનર્સ દ્વારા સારું કામ કરવામાં આવ્યું છે અને તેમણે કરેલું કાર્ય પ્રભાવિત થતા આકર્ષી શકે તેવું છે.

English summary
kawasaki H2-H2R's five things to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X