For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં લોન્ચ થયેલી નવી લેમ્બોર્ગિની હુરાકૈનની 10 જાણવા જેવી વાતો

|
Google Oneindia Gujarati News

વિશ્વભરના ઓટોમોબાઇલ સેક્ટરમાં જાણીતી કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિની દ્વારા પોતાની નવા કાર હુરાકૈને લોન્ચ કરવામાં આવી છે. આ કારને ગલાર્ડોની રિપ્લેસમેન્ટ કાર કહેવામાં આવી રહી છે. હુરાકૈનને ભારત સિવાયના અન્ય દેશોમાં પહેલાંથી જ લોન્ચ કરી દેવામાં આવી હતી. ઇટલીની આ સુપરકાર મેન્યુફેક્ચરર કંપનીનું હાલ ભારતમાં અવેન્ટાડોર મોડલ ધૂમ મચાવી રહ્યું છે. નવી લેમ્બોર્ગિની હુરાકૈનની કિંમત અંગે વાત કરીએ તો એક્સ શો રૂમ દિલ્હી અનુસાર તેની કિંમત 3.43 કરોડ રૂપિયાની આસપાસ હશે.

નવી ઇટાલિયન સુપર કાર અંગે વાત કરીએ તો તેમાં શાર્પ એજ્સ, ટ્રેડિશનલ લેમ્બોર્ગિની ડિઝાઇન, એન્જીનમાં રેડિએટર્સને કૂલ કરી શકે એ માટે ફ્રન્ટમાં લાર્જ એર વેન્ટ્સ આપવામાં આવ્યું છે, તેમજ આ કારને વજનમાં હળવી રાખવા માટે તેમાં એલ્યુમિનિયમ અને ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારનું ઇન્ટિરીયર શાનદાર છે, તેમાં મોટું 12.3 ઇન્ચનું ટીએફટી ડિસપ્લે છે. જેમાં અનેકવિધ મોડ્સ આપવામાં આવ્યા છે. જે થકી ડ્રાઇવરને મહત્વની માહિતી પણ મળી શકે છે. તેમજ સ્ટિયરીંગ વ્હીલ પણ અલગ અલગ ડ્રાઇવિંગ મોડ ધારણ કરી શકે છે.

આ કારમાં કાર્બન સિરામિક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ એલઇડી લાઇટ ટેક્નોલોજી સાથે હેડ લેમ્પ બીમ્સ પણ આપવામાં આવ્યા છે. નવી લેમ્બોર્ગિની હુરાકૈન ભારતમાં લોન્ચ થઇ છે ત્યારે તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જાણવાની ઉત્સુકતા દરેક લેમ્બોર્ગિની કાર લવરને હોય, જેના ભાગરૂપે અમે અહીં આ કાર સાથે જોડાયેલી ખાસ 10 વાતો જણાવી રહી છે.

આ પણ વાંચોઃ- Red Bull X-Fighters: જોવા મળશે હૃદય થંભાવી દે તેવા સ્ટંટ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 મોંઘી અને વૈભવી વિન્ટેજ કાર્સ

કારનું એન્જીન અને પાવર

કારનું એન્જીન અને પાવર

નવી હુરાકૈનમાં 5.2 લિટરનું વી 10 એન્જીન આપવામાં આવ્યું છે, જે 8250 આરપીએમ પર 601 હોર્સપાવર જનરેટ કરે છે જ્યારે 6500 આરપીએમ પર 560 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. આ ઘણા જ શક્તિશાળી એન્જીનમાં 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. આ કારની સ્પીડ અંગે વાત કરવામાં આવે તો આ કાર 3.2 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 325 કિ.મી પ્રતિ કલાક છે.

આ કાર્સના પરફોર્મન્સને પડકારશે

આ કાર્સના પરફોર્મન્સને પડકારશે

3.2 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવતી આ લેમ્બોર્ગિની શેવરોલે ઝેડઆર-1, એસઆરટી વાઇપર, ફેરારી 459 સ્પાઇડર જેવી કાર કરતા વધારે ફાસ્ટ છે, જોકે હુરાકૈન કરતા વધુ ફાસ્ટ કારમાં મક્લારેન એફ 1, ફેરારી ઇન્ઝો, નિસાન જીટીઆર, બુગાટી વેયરોન, પોર્શે 918 સ્પાઇડર અને લેમ્બોર્ગિની અવેન્ટાડોર આવે છે.

60 અલગ શહેરોમાં 130 ઇવેન્ટ કર્યા બાદ કરાઇ લોન્ચ

60 અલગ શહેરોમાં 130 ઇવેન્ટ કર્યા બાદ કરાઇ લોન્ચ

2014 જીનેવા મોટર શો દરમિયાન હુરાકૈનને રજૂ કરતી વખતે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો, પરંતુ એ પહેલા કારના ફીચર્સને લઇને વિશ્વભરના 60 શહેરોમાં 130 જેટલી ઇવેન્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ લેમ્બોર્ગિની દ્વારા આ કારને રજૂ કરવામાં આવી હતી અને આજે આ કાર વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે.

હુરાકૈનની સ્ટોરી

હુરાકૈનની સ્ટોરી

હુરાકૈન એ હુર્રિકેન નથી. આ નામ બુલફાઇટિંગમાંથી આવ્યું છે. સ્પેનિશનમાં બુલ ફાઇટિંગને હુરાકૈન કહેવામાં આવે છે.

લેમ્બોર્ગિનીની સૌથી એડવાન્સ કાર

લેમ્બોર્ગિનીની સૌથી એડવાન્સ કાર

આ કારમાં વી10 એન્જીન આપવામાં આવ્યું છે, જે ઘણો જ પાવર અને એફિસિએન્સી આપે છે. તેમજ આ કારમાં લેમ્બોર્ગિની ડાયનેમિક સ્ટીરિંગ જેમાં રેટિઓ ઇલેક્ટ્રોનિક સ્ટીયરિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આવી ખુબીઓના કારણે લેમ્બોર્ગિની દ્વારા બનાવવામાં આવેલી કાર્સમાંથી આ કારને સૌથી વધુ એડવાન્સ કાર કહેવામાં આવે છે.

ગલાર્ડો કરતા વધારે શક્તિશાળી છે આ કાર

ગલાર્ડો કરતા વધારે શક્તિશાળી છે આ કાર

આ કારને ગલાર્ડોના સ્થાને રજૂ કરવામાં આવી છે, તેથી ગલાર્ડો સાથે તેની સરખામણી કરીએ તો આ કાર ગલાર્ડો કરતા વધારે શક્તિશાળી છે, આ કારનું એન્જીન 601 એચપી અને 560 એનએમ પ્રોડ્યુસ કરે છે, જે ગલાર્ડો કરતા વધારે છે. આ કારમાં આઇડીએસ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ છે, જે કારને ઓછા ફ્યુઅલમાં વધારે પાવર આપે છે.

ગલાર્ડો કરતા વધારે એફિસિએન્ટ છે આ કાર

ગલાર્ડો કરતા વધારે એફિસિએન્ટ છે આ કાર

એન્જીન સ્ટોપ સ્ટાર્ટ સિસ્ટમ, સિલિન્ડર ડિએક્ટિવેશનમાં એફિસિએન્સી ઉમેરવામાં આવી છે, જે પહેલા વી 12 પાવર્ડ અવેન્ટાડોરમાં હતી. તેમજ આ તમામ વસ્તુઓ આ વર્ષે ડિલિવર થનારા મોટાભાગના મોડલ્સમાં આપવામાં આવશે.

ગલાર્ડો કરતા વજનમાં હળવી

ગલાર્ડો કરતા વજનમાં હળવી

આ કાર ગલાર્ડો કરતા વજનમાં હળવી છે. એ માટે કારમાં કાર્બન ફાઇબર સાથે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારનો વજન અંદાજે 3100 પાઉન્ડસની આસપાસ છે, જે ગલાર્ડો કરતા અમુક પાઉન્ડસ ઓછો છે.

ગલાર્ડો કરતા વધારે સ્માર્ટ

ગલાર્ડો કરતા વધારે સ્માર્ટ

આ કારમાં એલડીએસ, ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ, એલપીઆઇ અને એએનઆઇએમએ આપવામાં આવ્યું છે, જે સ્ટ્રીટ, સ્પોર્ટ, રેસ જેવા મોડ્સ ડ્રાઇવરને આપી શકવા સમર્થ છે.

અંદરની તરફ ગલાર્ડો કરતા ઘણી સારી

અંદરની તરફ ગલાર્ડો કરતા ઘણી સારી

આ કારમાં મલ્ટી ફક્શન સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે, જેમાં ટર્ન સિગ્નલ, લાઇટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એએનઆઇએમએ સિસ્ટમ વિગેરે આપવામાં આવ્યું છે. 12.3 ઇન્ચ ટીએફટી ડિસપ્લે, નેવિગેશનલ ડિસપ્લે જેવી સુવિધા આપવામાં આવી છે.

English summary
The new Lamborghini Huracan was launched today.The new car from the Lamborghini stable will be the replacement for the Gallardo. The Huracan was launched in many other countries already. The Italian supercar manufacturer currently offer their Aventador model in India. The new Lamborghini Huracan will be priced at INR 3.43 crore (ex-showroom Delhi).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X