For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alret! મારૂતિ સુઝુકીએ લોન્ચ કર્યું અલ્ટો 800નું ફેસ્ટિવ એડિશન

ભારતના તહેવારોને ધ્યાનમાં રાખીને મારૂતિ સુઝુકીએ અલ્ટો 800 લોન્ચ કરી. આ કાર ભારતની વર્તમાન હેચબેક કારને આપશે ટક્કર. અલ્ટો 800માં શું છે? વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

મારૂતિ સુઝુકીએ ભારતમાં તહેવારને ધ્યાનમાં રાખીને અલ્ટો 800 લોન્ચ કરી છે. આ હેચબેગ કારની કિંમત 3.54 લાખ રાખવામાં આવી છે. મારૂતિએ ભારતમાં અલ્ટો 800ને થોડા ઘણા બદલાવ સાથે ફરી લોન્ચ કરી છે. આ આવૃત્તિમાં એક્સિટિરિયર અને ઈંટીરિયરમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી અલ્ટો 800માં એલએક્સઆઇ અને વીએક્સઆઇ ટ્રિમ પર આધારિત છે. તેમાં સાઈડ પ્રોફાઇલ, ઓઆરવીએસ કવર ગાર્નિશ અને નવા ગ્રાફિક્સની સાથે આ તહેવારે આવી રહી છે.

અલ્ટો 800માં શું નવું છે ?

અલ્ટો 800માં શું નવું છે ?

અલ્ટો 800ની આ આવૃત્તિના ઇંટીરિયર સુધારામાં નવા સીટ કવર જોવા મળશે. આ ઉપરાંત ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો આ આવૃત્તિ રિવર્સ પાર્કિંગ સેંસરથી સજ્જ છે. આ કારમાં મિકેનિકલ બદલાવ કરવામાં નથી આવ્યો. સુરક્ષાની દ્રષ્ટિએ કારમાં ડ્રાઇવર માટે એયરબેગની વ્યવસ્થા કરવામાં આવી છે.

અલ્ટો 800નું એન્જિન

અલ્ટો 800નું એન્જિન

મારૂતિની અલ્ટો કાર ઘણી જ પ્રખ્યાત છે. આ હેચબેગ કારમાં 796સીસી ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન 47.3 બીએચપી ઉપર 69 એનએમના ટોર્કનું ઉત્પાદન કરે છે. આ કારના એન્જિનને પાંચ મેન્યુએલ ગિયરબોક્સથી જોડવામાં આવ્યુ છે.

આ કારમાં બીજું શું-શું છે?

આ કારમાં બીજું શું-શું છે?

અલ્ટો 800માં વીએક્સઆઇ ટ્રિમમાં રિમોટ ચાઈનાલેસ એન્ટ્રી, રિઅર દરવાજો ચાઇલ્ડ લોક અને સેન્ટ્રલ દરવાજો પણ આવેલો છે. ફેસ્ટિવલ સીઝનમાં આવતી અલ્ટો 800 વીએક્સઆઇ ટ્રિમની તુલનામાં 20,000 રૂપિયા વધુ આપીને મળી રહી છે.

અલ્ટો વિશે શું કહેવું છે તજજ્ઞોનું?

અલ્ટો વિશે શું કહેવું છે તજજ્ઞોનું?

મારૂતિ સુઝુકીએ ભારતના તહેવારોને ધ્યાનમાં રાખીને સૌ પહેલા અલ્ટો 800ને લોન્ચ કરી છે, અલ્ટો હેચબેગમાં કોસ્મેટિક બદલાવ સિવાય ખાસ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. પરંતુ રેનો ક્વિડ્ડ, હુંડાઇ અને ડેટસન રેડી-ગોને ચોક્કસ ટક્કર આપી શકે તેમ છે.

English summary
maruti suzuki alto 800 utsav edition launched in india. Read launch price and specifications here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X