For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સહિત આ 10 શહેરોમાં મારુતિ સિઆઝનું લાંબુ વેઇટિંગ

|
Google Oneindia Gujarati News

મારુતિ સુઝુકી દ્વારા ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની નવી કાર સિઆઝને લોન્ચ કરવામાં આવી છે. જે પ્રકારે મારુતિની અન્ય કાર્સની લોકપ્રિયતા છે અને બ્રાન્ડ પ્રત્યે જે પ્રકારે કાર ચાહકોમાં વિશ્વસનિયતા છે, તેની અસર આ કારમાં પણ જોવા મળી છે. સિઆઝને લોન્ચ કરવામાં આવી ત્યારથી લઇને અત્યારસુધીમાં તેનું શાનદાર બુકિંગ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એવી છેકે દેશના મેટ્રો શહેરમાં આ કારનું વેઇટિંગ બેથી ત્રણ મહિના છે, જ્યારે અન્ય શહેરોમાં ત્રણથી ચાર અઠવાડિયાનુ વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું છે.

maruti-suzuki-ciaz
વાત દેશના ટોપ 10 શહેરોની કરવામાં આવે તો અમદાવાદ, જયપુર, બેંગ્લોર, ઇન્દોર, ચંદીગઢ, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકતામાં કારનું વેઇટિંગ વધારે છે. મેટ્રો શહેરની વાત કરવામાં આવે તો નવી દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકતામાં દિવાળી અને ઘનતેરસને ધ્યાનમાં રાખીને તમે અત્યારે કાર નોંધાવો તો તમારે નિરાશ થવું પડી શકે છે. દિલ્હી અને એનસીઆરમાં સિઆઝના બેઝ વેરિએન્ટ્સનો વેટિંગ પિરીયડ 8થી 12 અઠવાડિયા છે, જ્યારે ટોપ એન્ડ વેરિએન્ટ્સ માટે 12થી 16 અઠવાડિયાનો વેટિંગ પિરીયડ છે. મુંબઇ, ચેન્નાઇ અને કોલકતામાં 2થી 2.5 મહિનાનું વેઇટિંગ છે.

વાત અન્ય મહત્વના શહેરોની કરવામાં આવે તો જયપુરમાં એકથી દોઢ મહિનાનું વેઇટિંગ છે. અમદાવાદ અને ઇન્દોરમાં બે મહિનાની આસપાસનું વેઇટિંગ પિરીયડ છે. જ્યારે ચંદીગઢમાં ડીઝલ મોડલ કરતા પેટ્રોલ મોડલમાં વધારે વેઇટિંગ છે. પેટ્રોલ વેરિએન્ટ્સમાં 3થી 4 મહિનાનું તો ડીઝલ વેરિએન્ટ્સમાં 2થી 3 મહિનાનું વેઇટિંગ છે. હૈદરાબાદ અને બેંગ્લોરમાં પેટ્રોલ વેરિએન્ટ્સ માટે 4 અઠવાડિયાનું અને ડીઝલ વેરિએન્ટ્સમાં 8 અઠવાડિયાનું વેઇટિંગ છે.

English summary
Maruti Suzuki Ciaz's Waiting Period Top Cities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X