For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે, મારુતિ સુઝુકી એસ-ક્રોસ

મારુતિ સપ્ટેમ્બરમાં લોન્ચ કરે છે,એસ-ક્રોસ કાર. આ કારમાં ક્રોસઓવર જેવા જ ઘણા ફિચર. બીજુ નવુ શું છે તે માટે વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

ભારતની જાણીતી કાર નિર્માણ કંપની મારુતિ સુઝુકી દેશમાં જલ્દી જ નવા અવતાર સાથે એસ-ક્રોસ લઈને આવી રહી છે. એક અહેવાલ અનુસાર સુઝુકી પ્રીમિયમ ક્રોસઓવર સપ્ટેમ્બર 2017માં ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને એ સાથે જ કારનુ બુકિંગ પણ 1 સપ્ટેમ્બર 2017થી જ ચાલુ કરવામાં આવશે. તો આવો જાણીએ આ નવી એસ-ક્રોસના ફિચર જે લોકોના મન મોહી લે એવા છે.

મારુતિ સુઝુકી એસ-ક્રોસની ડિઝાઈન

મારુતિ સુઝુકી એસ-ક્રોસની ડિઝાઈન

નવી એસ-ક્રોસ ફોક્લેટને પ્રાવરણી, સ્લેટ, ક્રોમ પટ્ટી, પ્રોજેકટર હેડલાઈટની સાથે ડિઝાઈન કરવામાં આવી છે. આ કારમાં બમ્પરની સાથે બીજી એક બારી પણ છે. નવી ડિઝાઈન એસ-ક્રોસમાં પાછળની તરફ થોડી નમેલી ટેલ લેપ ક્લ્સ્ટર જોવા મળશે. ગાડીના બમ્પરને નવેસરથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.

સુઝુકી એસ-ક્રોસમાં શું નવું-જુનું ?

સુઝુકી એસ-ક્રોસમાં શું નવું-જુનું ?

ક્રોસઓવરની સંપુર્ણ ડિઝાઈનમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં નથી આવ્યુ. કારમા ડેશબોર્ડ, સીટ અને બીજા સાધનોમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યુ. પરંતુ સુઝુકી તેના પૈંડાને બદલી શકે છે. જે જુની ક્રોસઓવર કરતા વધુ સારા હોય. તે ઉપરાંત કારના એન્ડંરોઈટ ઓટો અને એપલ કાર્પલે સાથે નવી ઈંફોટેનમેંટ સિસ્ટમ જોવા મળશે. નવી ટેકનોલોજીના ચાહકો માટે આ કાર બધી રીતે પસંદ આવે તેવી છે.

એસ-ક્રોસનુ એન્જિન

એસ-ક્રોસનુ એન્જિન

નવી એસ-ક્રોસમાં હાલની 1.3 લીટર અને 1.6 લીટર ડિઝલ એન્જિનવાળી કાર જોવા મળશે તેવી સંભાવના છે. તેની સાથે બીજી 1.5 લીટર પેટ્રોલ એન્જિનવાળી પણ સુઝુકી લાવી શકે છે. 1.3 લીટર એન્જિંનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ જોડવામાં આવે છે. અને 1.6 લીટરને 6-સ્પીડ ગિયરબોક્સથી જોડવામાં આવે તેવુ લાગી રહ્યુ છે. પરંતુ પેટ્રોલમાં આવી કોઈ સુવિધા મળે તેવુ હાલ નથી લાગી રહ્યુ.

શું છે જાણકારોનો મત એચ-ક્રોસ માટે ?

શું છે જાણકારોનો મત એચ-ક્રોસ માટે ?

નવી અસ-ક્રોસ કાનની ડિઝાઈનને વિદેશી બજારમાં પહેલા લેન્ચ કરવામાં આવી છે. આ નવા મોડલને ભારતમાં તેના પરિક્ષણ વખતે જોવામાં આવી હતી. નવી ક્રોસઓવરને નવા બદલાવ સાથે લોન્ચ કરાશે જેમાં કદાચ પેટ્રોલ એન્જિન હોઈ શકે છે. જે હાલની ક્રોસઓવર કરતા વધુ સારી રહેશે.

English summary
Maruti Suzuki's Cross Facelift india launch details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X