પજેરો સ્પોર્ટ્સ એટીને આ એસયુવી આપશે કપરી ટક્કર
જાપાનીઝ કાર નિર્માતા કંપની મિત્સુબિશી દ્વારા ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની લિમિટેડ કાર્સને જ લોન્ચ કરે છે. તેણે પહેલા ભારતમાં પોતાની લોકપ્રીય સેડાન કાર લેન્સરને લોન્ચ કરી હતી, ત્યારબાદ કેડિયા હતી અને હાલના સમયે ભારતમાં તેની પજેરો સ્પોર્ટ એસયુવી વેચાણ અર્થે મુકવામાં આવી છે. મિત્સુબિશી દ્વારા પજેરો સ્પોર્ટ્સની લિમિટેડ એડિશન થોડાક સમય પહેલા લોન્ચ કરવામાં આવી હતી, હવે કંપની દ્વારા તેનું નવું મોડલ પજેરો સ્પોર્ટ્સ એટી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
પજેરો સ્પોર્ટ્સ એટી એક ઓટોમેટિક ટ્રાન્સમિશન એસયુવી છે. જેની ભારતીય બજારમાં કિંમત 23,55,000 રાખવામાં આવી છે. ત્યારે આ રેન્જમાં ભારતમાં હાજર રહેલી અન્ય એસયુવી પર નજર ફેરવવામાં આવે તો ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ટ્યુનર અને હુન્ડાઇ સાન્તા ફે તરફથી તેને કપરી ટક્કર મળી શકે તેમ છે. એ વાતને ધ્યાનમા રાખીને આજે અમે અહીં ઉક્ત તમામ એસયુવીની તુલનાત્મક માહિતી તસવીરો થકી આપી રહ્યાં છીએ, જેમાં તેમની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, એવરેજ, ડિમેન્શન અને સેફ્ટી ફીચર્સ અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો એ જાણીએ.

કારની કિંમત અંગે સરખામણી
મિત્સુબિશી પજેરો સ્પોર્ટ્સની કિંમતઃ- 24.1થી 24.4 લાખ રૂપિયા
ટોયોટા ફોર્ટ્યુનરની કિંમતઃ- 22.7થી 24.3 લાખ રૂપિયા
ફોર્ડ એન્ડેવરની કિંમતઃ- 20.3થી 23.6 લાખ રૂપિયા
હુન્ડાઇ સાન્તા ફેની કિંમતઃ- 26.2થી 29 લાખ રૂપિયા

એન્જીનઃ- મિત્સુબિશી પજેરો સ્પોર્ટ્સ
એન્જીનઃ- 2477 સીસી, 2.5 લિટર, 16વી કોમન રેઇલ ડીઆઇ-ડી એન્જીન, 4000 આરપીએમ પર 175.56 બીએચપી અને 2000-2500 આરપીએમ પર 400 એનએમ ટાર્ક
એવરેજઃ- 11.5 કેએમપીએલ શહેરમાં અને 13.5 કેએમપીએલ હાઇવે પર

એન્જીનઃ- ટોયોટા ફોર્ટ્યુનર
એન્જીનઃ- 2982 સીસી, 3 લિટર 16વી ડી4ડી ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 168.7 બીએચપી અને 1400-3200 આરપીએમ પર 360 એનએમ ટાર્ક
એવરેજઃ- 7.8 કેએમપીએલ શહેરમાં અને 12.55 કેએમપીએલ હાઇવે પર

એન્જીનઃ- ફોર્ડ એન્ડેવર
એન્જીનઃ- 2953 સીસી, 3 લિટર, 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3200 આરપીએમ પર 153.86 બીએચપી અને 2500 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
એવરેજઃ- 8.2 કેએમપીએલ શહેરમાં અને 11.4 કેએમપીએલ હાઇવે પર

એન્જીનઃ- હુન્ડાઇ સાન્તા ફે
એન્જીનઃ- 2199 સીસી, 2.2 લિટર 16 વી સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 194.3 બીએચપી અને 1800-2500 આરપીએમ પર 436.39 એનએમ ટાર્ક
એવરેજઃ- 8.35 કેએમપીએલ શહેરમાં અને 11.72 કેએમપીએલ હાઇવે પર

ડિમેન્શનઃ- મિત્સુબિશી પજેરો સ્પોર્ટ્સ
લંબાઇ-4695એમએમ, પહોળાઇ- 1815એમએમ, ઉંચાઇ- 1840એમએમ, વ્હીલ બેઝ- 2800

ડિમેન્શનઃ- ટોયોટા ફોર્ટ્યુનર
લંબાઇ-4705એમએમ, પહોળાઇ- 1840એમએમ, ઉંચાઇ- 1850એમએમ, વ્હીલ બેઝ- 2750

ડિમેન્શનઃ- ફોર્ડ એન્ડેવર
લંબાઇ-5062એમએમ, પહોળાઇ- 1788એમએમ, ઉંચાઇ- 1826એમએમ, વ્હીલ બેઝ- 2860

ડિમેન્શનઃ- હુન્ડાઇ સાન્તા ફે
લંબાઇ-4690એમએમ, પહોળાઇ- 1880એમએમ, ઉંચાઇ- 1690એમએમ, વ્હીલ બેઝ- 2700

સેફ્ટી ફીચર્સ અંગે સરખામણી
મિત્સુબિશી પજેરો સ્પોર્ટ્સ
ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ અને ઇબીડી હાઇડ્રોલિક બ્રેક બૂસ્ટર્સ સાથે.
ટોયોટા ફોર્ટ્યુનર
ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, બ્રેક એસિસ્ટ, વીએસસી.
ફોર્ડ એન્ડેવર
ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સાઇડ એરબેગ્સ.
હુન્ડાઇ સાન્તા ફે
ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ટોપ વેરિએન્ટ્સમાં સિક્સ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ.