For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: એક કાર માટે 5.3 કરોડની પાર્કિંગ ખરીદી

તમે હાલમાં જે વાંચ્યું તે બિલકુલ સાચું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે દુનિયામાં અજબ ગજબ કિસ્સા બની રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

તમે હાલમાં જે વાંચ્યું તે બિલકુલ સાચું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે દુનિયામાં અજબ ગજબ કિસ્સા બની રહ્યા છે. અરબો લોકોની વસ્તી હોવા છતાં પણ આપણે ભારતીય પાર્કિંગ માટે વધારે મહેનત નથી કરતા. પાર્કિંગ માટે આપણે જગ્યા બનાવી જ લેતા હોય છે. પરંતુ હોંગકોંગમાં હાલત બિલકુલ ઉંધી છે. અહીં એક વ્યક્તિએ કારની પાર્કિંગ માટે 5.3 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

કાર પાર્કિંગ માટે પણ જગ્યા નથી બચી

કાર પાર્કિંગ માટે પણ જગ્યા નથી બચી

તમે જાણીને હેરાન થઇ જશો કે અહીં કાર પાર્કિંગ માટે પણ જગ્યા નથી બચી. રોજ પાર્કિંગના ભાવ વધી રહ્યા છે. અહીં હાલત એવી છે કે લોકો ગાડી ખરીદતા પહેલા પાર્કિંગ સ્પેસ ખરીદે છે. હોંગકોંગના કુલુન હો મેન જિલ્લામાં એક વ્યક્તિએ સિંગલ કાર પાર્કિંગ માટે 6 મિલિયન હોંગકોંગ ડોલર એટલે કે (લગભગ 5.3 કરોડ રૂપિયા) ચૂકવ્યા છે.

આ વિસ્તારમાં શહેરના અમીર લોકો રહે છે.

આ વિસ્તારમાં શહેરના અમીર લોકો રહે છે.

કુલુન શહેરના સૌથી પોર્શ વિસ્તાર હો મેન ટીનમાં આવેલા અલ્ટીમાં એપાર્ટમેન્ટમાં આ પાર્કિંગ ખરીદવામાં આવ્યું છે. આ સિંગલ પાર્કિંગ 16 ફુટ લાબું અને 4 ફુટ પહોળું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં શહેરના અમીર લોકો રહે છે. આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી જમીનની કિંમતો સતત વધી રહી છે.

જમીનની કિંમતો આસમાને

જમીનની કિંમતો આસમાને

તેનું મુખ્ય કારણ છે કે અહીં આસપાસના લોકો ઝડપથી આવીને વસી રહ્યા છે. આ શહેરમાં જમીનની કિંમતો આસમાને પહોંચી ચુકી છે. અહીં કાર પાર્કિંગની કિંમત કાર કરતા પણ વધારે થઇ ગયી છે જેને કારણે શહેરમાં જગ્યા નહીં મળવાને કારણે લોકો વધારે કિંમત ચૂકવીને પણ પાર્કિંગ ખરીદવા માટે મજબુર છે.

ખરીદનાર વિશે કોઈ પણ જાણકારી આપી નથી

ખરીદનાર વિશે કોઈ પણ જાણકારી આપી નથી

આ પાર્કિંગને એપાર્ટમેન્ટમાં રહેતા જે કપલે વેચ્યું હતું. તેમને ખરીદનાર વિશે કોઈ પણ જાણકારી આપી નથી. અહીં પાર્કિંગ કિંમત ઍપાર્ટમનેટના ફ્લેટની કિંમતના મુકાબલે પણ મોંઘી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પાર્કિંગ વેચનાર કપલે ગયા વર્ષે જ તેની અડધી કિંમતે તેને ખરીદ્યું હતું.

પાર્કિંગ સ્પેસ કિંમતોમાં 270 ટકાનો વધારો

પાર્કિંગ સ્પેસ કિંમતોમાં 270 ટકાનો વધારો

ધ્યાન આપવા જેવી બાબત છે કે હોંગકોંગમાં છેલ્લા વર્ષ 2015 અને 2017 વચ્ચે પાર્કિંગ સ્પેસ કિંમતોમાં 270 ટકાનો વધારો જોવા મળ્યો છે. જયારે ફલેટોની કિંમતમાં 256 ટકાનો વધારો જોવા મળ્યો છે. પાર્કિંગ સ્પેસનો કિંમતોમાં છેલ્લા 12 વર્ષથી સતત વધારો થઇ રહ્યો છે. શહેરોની અંદર સતત વાહનોની સંખ્યા વધી રહી છે.

English summary
A parking space in Hong Kong just sold for $760,000, the highest price ever paid for a parking spot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X