For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે

આજે અમે તમને જણાવીશુ કે ભારતમાં લોકોને કયા કલરની કાર સૌથી વધુ પસંદ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતમાં તમને લગભગ બધા જ રંગો ની કાર મળી જશે. ઘણી કારો અલગ પેન્ટ ફિનિશિંગ સાથે પણ આવે છે. કોઈ પણ નવી કાર તમને લગભગ આઠ કે દસ કલર ઓપશન સાથે ચોક્કસ મળી જશે. પરંતુ આજે અમે તમને જણાવીશુ કે ભારતમાં લોકોને કયા કલરની કાર સૌથી વધુ પસંદ છે.

ભારતીય લોકો કલર ભલે કોઈ પણ પસંદ કરતા હોય, પરંતુ કોઈ સમાન ખરીદતા પહેલા તેઓ પસંદ સિવાય પણ બીજી ઘણી બાબતો પણ ધ્યાન આપે છે. જેમ કે ઘણા પ્રસંગે કાળા કલરને અશુભ માનવામાં આવે છે. સફેદ અને સિલ્વર કલરની કાર ના ખરીદવા પાછળ કારણ આપે છે કે તેના પર ધૂળ અને માટી ખુબ જ જામી જાય છે. તો પછી આખરે ભારતીયો ને કયા કલરની કાર પસંદ આવે છે અથવા તો તેઓ ક્યા કલરની કાર ખરીદવાનું પસંદ કરે છે તેના વિશે જાણો.

સિલ્વર અને કાળા કલર ની કાર

સિલ્વર અને કાળા કલર ની કાર

ખરેખર ભારતમાં આખી દુનિયાની જેમ જ સફેદ, સિલ્વર અને કાળા કલર થી કાર ખુબ જ પ્રચલિત અને લોકપ્રિય છે. જેનું મુખ્ય કારણ છે કે સફેદ, સિલ્વર અને કાળા કલર નો કાર વધુ સમય સુધી ફ્રેશ રહે છે અને સાફ રહેવા પર તેનો લૂક બરાબર જામે છે. ઘણી કંપનીઓ પોતાની કાર મેટલિક પેન્ટ ફિનિશિંગ સાથે વેચે છે. પરંતુ તેમાંથી વધારે પડતા કલર થોડા સમય પછી ફીકા પડી જાય છે.

કારની રિસેલ વેલ્યુ ઘટી જાય

કારની રિસેલ વેલ્યુ ઘટી જાય

આ બધા કારણોને કારણે કારની રિસેલ વેલ્યુ ઘટી જાય છે. પરંતુ સફેદ, સિલ્વર અને કાળા કલર ધરાવતી કારમાં કોઈ સ્ક્રેચ અથવા ડેન્ટ ના હોય તો તેની સારી એવી રિસેલ વેલ્યુ મળે છે.

ભારતીય સફેદ કલરની કાર પસંદ કરે છે

ભારતીય સફેદ કલરની કાર પસંદ કરે છે

ત્રણમાંથી એક ભારતીય સફેદ કલરની કાર પસંદ કરે છે. બધા ભારતીયોમાં લગભગ 46% લોકો પાસે સફેદ કાર છે. ત્યારપછી 20% લોકો પાસે સિલ્વર, 11% પાસે ગ્રે કલર અને 5% લોકો પાસે બ્લેક અને રેડ કલર કાર છે.

બીજા કલરની કાર વિશે વાત

બીજા કલરની કાર વિશે વાત

જો બીજા કલરની કાર વિશે વાત કરવામાં આવે તો તેમાં લાલ, વાદળી, ગ્રે, ગોલ્ડ, બ્રાઉન, પિન્ક, લીલો, પીળો અને ઓરેંજ કલર વધુ ફેમસ છે. હવે ઘણી કારો મેટ પેન્ટ ફિનિશિંગ સાથે આવે છે.

English summary
Cars sold in India are available in a variety of colours. Some cars are launched with an exclusive paint finish too, just for the sake of attention. Here are some of the most liked car colours in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X