For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જોઇએ ધોનીનો બાઇક પ્રેમ, ક્વાકર મશીન- નિંજા એચ2

|
Google Oneindia Gujarati News

કાવાસાકીએ હાલમાં જ પોતાની ખૂબ ચર્ચિત નિંજા એચ2ને બજારમાં મૂકી છે. આ એક ખાસ મોટરબાઇક છે જે ખાસ લિમિટેડ નંબરમાં જ મળશે, કારણ કે આ બાઇક આપની ઘણી બધી ડિમાંડને પૂર્ણ કરે છે.

એચ2 ખૂબ જ મોંઘી બાઇક છે, એમાં કોઇ શંકાને સ્થાન નથી કે માત્ર સ્ટેટસ સિમ્બોલ માટે, સેલિબ્રિટીયો માટે આવી બાઇક ખરીદવી સામાન્ય વાત છે. આજના લગભગ દરેક ક્રિકેટ પ્રેમિયોને એ ખબર હશે કે એમએસ ધોની બાઇકના કેટલા મોટા ફેન છે અને તેમની પાસે બાઇકનું એક સારુ એવું કલેક્શન છે. આ કલેક્શનમાં ધોનીની પાસે મોર્ડન બાઇક ઉપરાંત ક્લાસિક બાઇક્સ પણ છે.

આપણે સૌ જાણીએ છીએ કે ધોનીની અંદર બાઇકને લઇને કેટલો બધો ઉત્સાહ છે. અત્રે ધોનીની આંખો તેમની કાવાસાકી નિંજા એચ2 પર છે. માહી જાણીતા છે યામાહા આરડી 350 જેવી ક્લાસિક બાઇક્સની ઓનરશિપ માટે, સાથે જ મોર્ડન બાઇક જેમાં હેલકેટનો પણ સમાવેશ થાય છે.

આવો એક નજર કરીએ ધોનીની હાઇપર બાઇક નિંઝા એચ2 પર...

માત્ર 5 જ બાઇક ઉપલબ્ધ હોય છે

માત્ર 5 જ બાઇક ઉપલબ્ધ હોય છે

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન માટે આ હાઇપર મોટરસાયકલને ખરીદવી સરળ છે. જ્યારે કાવાસાકીએ જાહેરાત કરી છે કે પ્રારંભિક સ્થિતિમાં માત્ર પાંચ નિંજા એચ2 જ ઉપલબ્ધ થઇ શકશે. તેમાંથી એક બાઇક હતી જેનો કોઇ ખરીદદાર ન્હોતો.

માહીની કાવાસાકી નિંજા એચ2

માહીની કાવાસાકી નિંજા એચ2

આ છે માહીની કાવાસાકી નિંજા એચ2 જે બહાર આવી રહી છે. ક્રિકેટરે હાલમાં જ એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે લાગે છે કે હું જેની રાહ જોઇ રહ્યો હતો તે સમય આવી રહ્યો છે. અમે એ વિચારી રહ્યા છીએ કે ધોની આ બાઇકને હમણા કેવી રીતે ચલાવી શકશે, કેમકે અત્યારે તો આઇપીએલ 8 ચાલી રહ્યું છે.

ધોનીના પાર્કિંગ સ્પેસમાં વધું એક શાનદાર કલેક્શન

ધોનીના પાર્કિંગ સ્પેસમાં વધું એક શાનદાર કલેક્શન

ધોનીને નિંજા એચ2 મળ્યા બાદ ગર્વ અનુભવાઇ રહ્યો હશે. તેની સાથે જ તેમણે પોતાના ટૂ-વ્હિલર પાર્કિંગ સ્પેસમાં વધું એક શાનદાર કલેક્શનને સામેલ કરી લીધું છે. આશા છે કે ક્રિકેટર ટૂંક સમયમાં પોતાના મિત્રો અને પ્રશંસકોને પોતાના આ નવા કલેક્શનને શોર્ટ વીડિયો ક્લિપની ગિફ્ટથી ખુશ કરશે

કાવાસાકી નિંજા એચ2ની કિંમત

કાવાસાકી નિંજા એચ2ની કિંમત

કાવાસાકી નિંજા એચ2ને ખરીદવામાં માહીએ ખૂબ જ મોટી રકમ ચૂકવવી પડશે. આ બાઇકની ઇન્ડિયામાં કિંમત લગભગ 29 લાખ છે જે તેની દિલ્હી એક્સ-શોરૂમ પ્રાઇઝ છે. આ બાઇક ડાયરેક્ટ ઇંપોર્ટ થાય છે, જેમાં ટેક્સ, ડ્યૂટી ચાર્જ ખૂબ જ લાગે છે. તેના કારણે તેની કિંમત વધી જાય છે.

નિંજાનું એન્જિન

નિંજાનું એન્જિન

કાવાસાકીએ આ હાઇપર બાઇકમાં ચાર સિલેન્ડર 998 સીસીનું સુપરચાર્જ એન્જિન લગાવેલું છે. આ એન્જિનની કુલ ક્ષમતા 207 હોર્સ પાવર છે અને 133.5 એનએમનું પીક ટાર્ક છે. ભારતના રસ્તાઓ પર ધોનીએ આ બાઇકને સંભાળીને ડ્રાઇવ કરવું પડશે.

ક્યારે બેસસે ધોની નિંજા પર

ક્યારે બેસસે ધોની નિંજા પર

અમે જાણવા માટે ઉત્સુક છીએ કે ક્યાં અને કેવી રીતે ચલાવશે, જો ચલાવશે તો પાછળ કોને બેસાડશે? આપની જેમ અમે પણ રાહ આ બાઇક ડ્રાઇવ કરતા ધોનીને જોવા ઉત્સુક છીએ. જ્યાં સુધી માહી નિંજા એચ2ની સાથે દેખાશે નહીં ત્યાં સુધી તેમને આઇપીએલ 8ની મેચોમાં જોઇ શકો છો.

English summary
Kawasaki India has recently launched its highly talked about hyperbike the Ninja H2. It is a highly exclusive motorcycle and will be offered in limited numbers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X