For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બખ્તરબંધ કારમાં સફર કરશે મુકેશ અંબાણી

|
Google Oneindia Gujarati News

દેશના સૌથી પૈસાદાર અદ્યોગપતિ મુકેશ અંબાણી હવે એક સશસ્ત્ર અને મજબૂત સુરક્ષા ઉપકરણોથી લેસ તેવી બીએમડબલ્યૂ કારમાં ફરશે. આ પહેલા પણ દેશના અનેક જાણીતા વ્યક્તિઓ આવી બખ્તરબંધ કારમાં વસાવી ચૂક્યા છે. ત્યારે મુકેશ અંબાણીએ બીએમડબલ્યૂની 7મી સિરીઝને ખરીદી છે.

ખૂબ જ આકર્ષક અને દમદાર એન્જિન ધરાવતી આ બુલેટપ્રુફ કારમાં છે અનેક ખાસિયત. તમને જાણીને નવાઇ લાગશે કે આ કારના રજિસ્ટ્રેશન માટે જ મુકેશ અંબાણીએ 1.6 કરોડ રૂપિયા આપ્યા હતા.

ત્યારે આ ખાસ કારની ખૂબીઓ વિષે અમે તમને જણાવીશું આ ફોટો સ્લાઇડરમાં. તો જાણો મુકેશ અંબાણી આ બખ્તરબંધ કારની વિશેષતાઓ આ તસવીરોમાં...

ખાસ ધાતુનો ઉપયોગ

ખાસ ધાતુનો ઉપયોગ

બીએમડબલ્યૂ 7 સીરીઝની આ કારમાં ખાસ પ્રકારનું ધાતુ લગાવામાં આવ્યું છે જે કોઇ પણ મોટા અકસ્માતને સંપૂર્ણપણે સહન કરી શકે છે.

બુલેટપ્રૂફ

બુલેટપ્રૂફ

આ કારમાં બુલેટપ્રુફ પેનલ કારના દરવાજા, રુફ, લેગરૂમ અને કેબિનના પાર્ટિશનમાં લગાવામાં આવ્યા છે.

વિદેશી કાર

વિદેશી કાર

બીએમડબલ્યૂ 760 એલઆઇ સીરીઝની આ કારને ખાસ જર્મનીથી આયાત કરવામાં આવી છે.

8 કરોડની કાર

8 કરોડની કાર

આ કારની સાચી કિંમત લગભગ 2 કરોડ છે પણ તેમાં નાખેલી ખાસ ટેકનોલોજી અને સુરક્ષા ફિચર્સના કારણે આ કારની કિંમત 8 કરોડ છે. જેમાં આયાત કર પણ સમાવિષ્ટ છે.

લગ્ઝરી ઇન્ટીરિયર

લગ્ઝરી ઇન્ટીરિયર

આ કારની અંદર લગ્ઝરી ઇન્ટીરિયર લગાવામાં આવ્યું છે.

દમદાર એન્જિન

દમદાર એન્જિન

આ કારમાં ટ્વીન પાવર ટર્બો બી 12 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કારની સ્પીડ અને ક્ષમતા વધારે છે. આ કાર માત્ર 6.2 સેકેન્ડમાં 100 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે.

ટેમ્પ્રેચર સેન્સર અને ગેસ સેન્સર

ટેમ્પ્રેચર સેન્સર અને ગેસ સેન્સર

આ કારમાં ટેમ્પ્રેચર સેન્સર અને ગેસ સેન્સર જેવા ઉપકરણો લગાવામાં આવ્યા છે.

ઇન્ટરકોમ

ઇન્ટરકોમ

આ કારમાં ઇન્ટકોમની સુવિધા છે. જેના દ્વારા કારના દરવાજા કે કાચ ખોલ્યા વગર માઇક્રોફોન અને સ્પીકર્સથી કારની બહાર લોકોથી વાતચીત કરી શકાય છે.

English summary
Mukesh Ambani's Reliance Industries Limited has purchased a high-end armoured car BMW 7-series 760i. Check out, Mukesh Ambani's new car through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X