• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શેવરોલે સેલ ડીઝલમાં સસ્તા વેરિએન્ટ સામેલ

|

વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સે તાજેતરમાં જ પોતાની સબ બ્રાન્ડ શેવરોલે હેઠળ શ્રેષ્ઠ કાર શેવરોલે સેલ હૈચબૈકને રજૂ કરી હતી. આ દરમિયાન કંપનીએ ડીઝલ સંસ્કરણમાં બેસ વેરિએન્ટને દૂર રાખ્યું હતું, પરંતુ શેવરોલેએ ડીઝલ સેલમાં વધુ એક વેરિએન્ટને પણ સામેલ કર્યું છે. કુલ મળીને શેવરોલે સેલના 8 વેરિએન્ટ થઇ ગયા છે, જેમાં 4 વેરિએન્ટ પેટ્રોલમાં છે અને 4 વેરિએન્ટ ડીઝલમાં છે.

કંપનીએ નવી ડીઝલ બેસ વેરિએન્ટના ફીચર્સને ઘણી બધી બાબતે એક સરખા રાખવામાં આવ્યા છે. નવા વેરિએન્ટમાં કંપનીએ માત્ર એન્જીનને બદલ્યું છે, નવા બેસ વેરિએન્ટમાં કંપની 1.2 લીટરની ક્ષમતાના ડીઝલ એન્જીનનો પ્રયોગ કરે છે, બાકીના ડીઝલ વેરિએન્ટમાં 1.3 લીટર ક્ષમતાના એન્જીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ બેસ વેરિએન્ટના સેલ પીએસનું માઇલેજ ઘણું જ શાનદાર છે. કંપનીએ દાવો કર્યો છે કે આ કાર 1 લીટર ઇધણમાં 22.1 કિમી સુધી સફર કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય બજારમાં શેવરોલે સેલની બેસ વેરિએન્ટની કિંમત 5.29 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

આ કારના પેટ્રોલ સંસ્કરણમાં કંપનીએ 1.2 લીટરની ક્ષણતા બીડીઓએચસી એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત અન્ય ડીઝલ વેરિએન્ટમાં કંપની 1.3 લીટરની ક્ષમતાના મલ્ટીજેટ ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. કંપનીએ આ કારમાં ઘણી જ આધુનિક ટેક્નોલોજી અને શાનદાર ફીચર્સ સાથે બજારમાં રજૂ કરી છે. આ કાર એક ફાઇવ ડોર હૈચબૈક કાર છે. આ કારનો આકાર આ કારને ઘણી જ શ્રેષ્ઠ બનાવી દે છે જે કારને અંદરથી સારી એવી સ્પેસ આપે છે.

આ કારને કંપનીએ સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારી બનાવી છે. શેવરોલે સેલના ફ્રન્ટ વ્હીલમાં કંપની એબીએસ ઇબીડી બ્રેકિંગ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ઝડપ દરમિયાન બ્રેક એપ્લાય કરતી વખતે ડ્રાઇવરને સારું સંતુલન પ્રદાન કરશે. આ ઉપરાંત રિયર વ્હીલમાં શ્રેષ્ઠ ક્વોલિટીના ડ્રમ બ્રેકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારનું કુલ વજન 1065 કિલોગ્રામ છે.

શેવરોલે સેલમાં કંપનીએ 5 સ્પીડ મેન્યુઅ ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કારના ઇન્ટિરિયરને પણ કંપનીન શ્રેષ્ઠ રીતે તૈયાર કર્યું છે. આ કારમાં શ્રેષ્ઠ ડેશબોર્ડને આધુનિક ફીચર્સથી ભરપૂર બનાવી છે. શેવરોલેએ આ કારનો આકાર ઘણો જ આકર્ષક બનાવ્યો છે. જેનાથી આ કાર અંદરથી સારી સ્પેસ આપે અને માઇલેજ સારી રહે.

English summary
Chevrolet has added a new base variant to its Sail U VA diesel lineup. The new diesel Sail U VA is powered by a 1.2 liter engine, and Chevrolet Sail U VA's mielage is 22.1 kmpl. The Chevrolet U VA diesel PS's price is INR 5.29 lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more