#NewLaunch: 2017માં લોન્ચ થશે આ નવા સ્કૂટર્સ
છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં સ્કૂટર અને બાઇકનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. ખાસ કરીને યુવાઓમાં સ્કૂટરની ભારે ડિમાન્ડ રહે છે અને એ વાત તો છે જ કે મિત્રો સાથે પર ખુલ્લી હવામાં ફરવાની જે મજા સ્કૂટર પર આવે, તે ગાડીમાં ન જ આવે. વળી ગાડી બધાના બજેટમાં ફિટ પણ ન થાય; એવામાં શ્રેષ્ઠ વિકલ્પ એક જ રહે છે, સ્કૂટર અથવા બાઇક.
હોંડા, ટીવીએસ, યામાહા, વેસ્પા જેવી કંપનીઓએ ભારતીય બજારોમાં ખૂબ નામના મળી છે. આ લોકપ્રિય કંપનીઓમાંની અમુક 2017માં પોતાના નવા મોડેલ લોન્ચ કરવા તૈયાર છે. આવો નાંખીએ એક નજર 2017ના નવા ટુ-વ્હીલર મોડેલ્સ પર..
વેસ્પા જીટીએસ 300
ઇટાલિયન કંપની પિયાજિયો જલ્દી જ ભારતીય બજારમાં વેસ્પા જીટીએસ 300 પ્રીમિયમ સ્કૂટર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ દેશના સૌથી મોંઘા સ્કૂટર્સમાંનુ એક હશે, જેમાં એનાલૉગ ક્લસ્ટર, એલસીડી ડિસપ્લે, ટ્રેક્શન કંટ્રોલ અને એબીએસ જેવા અત્યાધુનિક ફિચર્સ હશે.
હીરો ડુઇટ ઇ
હીરો ડુઇટ ઇ ઇલેક્ટ્રોનિર સ્કૂટર છે, હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક સ્કૂટરની માંગ પણ ખાસો વધારો જોવા મળ્યો છે. જેના ધ્યાનમાં રાખીને હીરો ડુઇટની સિમિલર લાઇનમાં જ આ ઇલેક્ટ્રોનિક સ્કૂટર તૈયાર કરવામાં આવ્યું છે. આમાં લગાવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક મોટર 5 કિલોવૉટ પાવર આપશે. કંપનીનો દાવો છે કે આ કલાક દીઠ 0થી 60 કિલોમીટરની સ્પીડ 6.5 સેકન્ડમાં પકડી લેશે.
ઇથર એસ340
ઇથર એસ340 પણ એક ઇલેક્ટ્રોનિક સ્કૂટર છે, જે ઇથર એનર્જી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક સ્ટાર્ટ અપ કંપની છે, જેણે ત્રણ વર્ષ બાદ પોતાનું પહેલું સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટરનું 90 ટકા નિર્માણ ભારતમાં કરવામાં આવ્યું છે. આ સ્કૂટરનું એન્જિન 3 કિલોવૉટ અને 5 કિલોવૉટમાં પાવર આપે છે. તે વધુમાં વધુ કલાક દીઠ 72 કિલોમીટરની સ્પીડ આપે છે.
ટીવીએસ એનટૉર્ક 210
ટીવીએસ મોટરે દિલ્હી ઑટો એક્સપોમાં સ્પેશિયલ કોનસેપ્ટ સ્કૂટર 210 રજૂ કર્યું હતું. આ સ્કૂટર ન્યૂ જનરેશન પ્લેટફોર્મ ટેક્નોલૉજી પર તૈયાર કરવામાં આવ્યું છે. આમાં રેડિયલ ટ્યૂબલેસ ટાયર્સ, એડવાન્સ એલઇડી લાઇટિંગ, જીપીએસ નેવિગેશન, ઓનલાઇન કનેક્ટિવિટી વગેરે જેવા ફીચર્સ છે.
હીરો ઝેડઆઇઆર
હીરો મોટકૉર્પનું આ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ સ્કૂટર હોવાનું મનાઇ રહ્યું છે. સ્પોર્ટિ લૂક ધરાવતા આ સ્કૂટરમાં યૂરોપિયન સ્ટાઇલ સીટ જોવા મળશે. સાથે જ તેમાં અનેક અત્યાધુનિક ફિચર્સ જેવા કે ડેટાઇમ રનિંગ લાઇટ, એલઇડી બ્લિંકર્સ, ડ્યુઅલ પ્રોજેક્ટર હેડલેમ્પ, ફ્રન્ટ પ્રોટેક્શન સ્ક્રિન વગેરે પણ જોવા મળશે.