• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિસાન ટેર્રાનોઃ એસયુવી માર્કેટની દમદાર ગેમ ચેન્જર

By Super
|

જાપાની વાહન નિર્માતા કંપની નિસાને તાજેતરમાં જ પોતાની શાનદાર એસયુવી ટેર્રાનોને દેશની સામે રજૂ કરી હતી. કંપની ટૂંક સમયમાં પોતાની આ એસયુવીને ભારતીય બજારમાં લોન્ચ કરવા જઇ રહી છે. નિસાને આ શાનદાર એસયુવીને દેશભરમાં પોતાની લોકપ્રિયતા હાંસલ કરવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે, કંપની આ એસયુવીનું નિર્માણ પોતાના સહયોગી રેનો ડસ્ટરના પ્લેટફોર્મ પર કરી છે.

એક આદર્શ એસયુવી તરીકે કંપનીએ આ એસયુવીને પોતાની પ્રાઇઝ સેગ્મેન્ટમાં એ તમામ ખુબીઓને શાનદાર રીતે રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી નિસાન ટેર્રાનો દેશના અનેક દિગ્ગજ એસયુવીએ કપરી ટક્કર આપવામાં સક્ષમ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ, નિસાનની આ નવી એસયુવી ટેર્રાનોના ફીચર્સ, એન્જીન ક્ષમતા અને અન્ય ટેક્નોલોજીના વિવરણ અંગે.

નિસાનની ટેર્રાનો અંગે જાણીએ

નિસાનની ટેર્રાનો અંગે જાણીએ

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જાણીએ નિસાન ટેર્રાનો અંગે.

કારનો આકાર

કારનો આકાર

લંબાઇઃ 4331 એમએમ

પહોળાઇઃ 1822 એમએમ

ઉંચાઇઃ 1671 એમએમ

વ્હીલબેસઃ 2673 એમએમ

ગ્રાઉન્ડ ક્લીયરેન્સઃ 205 એમએમ

ટર્નિંગ રેડિયસઃ 5.2 મીટર(ડસ્ટરની જેમ)

એક્સટીરિયર

એક્સટીરિયર

જો તમે વિચારો છો કે નિસાન ટેર્રાનો અને ડસ્ટર બન્ને જ સંપૂર્ણપણે સમાન છે, તો એવું નથી. જી હાં, નિસાને પોતાની આ એસયુવીનું નિર્માણ ભલે ડસ્ટરના પ્લેટફોર્મ પર કરી છે, પરંતુ કંપનીએ આ ડસ્ટરથી અલગ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. નિસાન ટેર્રાનો રેનો ડસ્ટરની સરખામણીએ 16 એમએમ લાંબી છે. જો કે, તેનો ગ્રાઉન્ડ ક્લીયરન્સ ડસ્ટરની બરોબર રાખી છે.

સ્ટાયલિંગ

સ્ટાયલિંગ

જેવું કે અમે તમને જણાવી દઇએ કે, કંપનીએ આ એસયુવીને ડસ્ટરથી અલગ બનાવી છે, કારણ કે, કંપની આ વાતથી ઘણા વાકેફ છે કે, લોકો તેની તુલના ડસ્ટરથી જરૂર કરશે. નિસાનના ટેર્રાનોની સ્ટાઇલમાં બનાવવામાં આવી છે. સામેથી જોઇએ તો શાનદાર ગ્રીલ, આકર્ષક બોનટ તેને નિસાન ફેમેલીનો એક મહત્વના હિસ્સા જેવો આભાસ કરાવે છે.

ફ્રન્ટ ગ્રીલ

ફ્રન્ટ ગ્રીલ

નિસાને ટેર્રાનોને શાનદાર ક્રોમ વી ગ્રીલનો પ્રયોગ કર્યો છે, જે વી શેપમાં બનાવવામાં આવ્યો છે. નિસાન આ પ્રકારની ગ્રીલનો પ્રયોગ પોતાની અન્ય એસયુવી જેવી એક્સટ્રેલ, પાથફાઇન્ડર અને કાશકોયમાં પણ કરે છે.

પાછળનો ભાગ(રિયર વ્યૂ)

પાછળનો ભાગ(રિયર વ્યૂ)

જો કે, નિસાને જે પ્રકારે ટેર્રાનોને ફ્રન્ટ લુકમાં પરિવર્તન કર્યું છે, તે તેના રિયર લુકને ડસ્ટરથી અલગ કરવામાં સંપૂર્ણ પણે સફળ થયેલું જોવા મળતું નથી. ટેલ લાઇટના ક્લસ્ટર ઉપરાંત ટેર્રાનોમાં વધું ખાસ અલગ કરવામાં આવ્યું નથી, પરંતુ આ એસયુવીની ટેલલાઇટ ઘણી જ આકર્ષક છે, જે એસયુવી લવર્સને ઘણી પસંદ આવશે.

સાઇડ વ્યૂ

સાઇડ વ્યૂ

નિસાને ટેર્રાનોએ સાઇડ લુકને ઘણું જ ખાસ બનાવ્યું છે. ખાસ કરીને લંબાઇ વધારે થવાના કારણે આ વાસ્તવિક એસયુવી લુક પ્રદાન કરે છે.

ટોપ વ્યૂ(રુફ રેલ)

ટોપ વ્યૂ(રુફ રેલ)

તમે તસવીરમાં જોઇ શકો છો કે કંપનીએ ટર્રાનોના છત પર શાનદાર રુફ રેલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે આજકાલ વાહનને સ્પોર્ટી લુક આપવા માટે ઘણું ટ્રેન્ડમાં છે.

વ્હીલ

વ્હીલ

કંપનીએ ટેર્રાનોના ટોપ ઇન્ડ વેરિએન્ટમાં શાનદાર 16 ઇન્ચના ડાઇમન્ટ કટ એલોય વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો કે, ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એલોય વ્હીલ એસયુવીના બોટમ લુકને વધુ સ્પોર્ટી બનાવે છે.

સાઇડ વ્યૂ મિરર

સાઇડ વ્યૂ મિરર

ORVM એટલે કે આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર, ઘણું જ આકર્ષક છે. કંપનીએ આ એક રંગના બદલે બે રંગો જેમાં બ્લેક કલર નીચેની તરફ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જો કે, આ માત્ર ટોપ એન્ડ વેરિએન્ટમાં છે, અથવા તો પછી અન્ય વેરિએન્ટમાં પણ આવા સાઇડ વ્યુ મિરરનો પ્રયોગ કરવામાં આવશે, તેનો ખુલાસો એસયુવીને લોન્ચ બાદ કરવામાં આવશે.

ઇન્ટિરિયર

ઇન્ટિરિયર

રેનો ડસ્ટર અને નિસાન ટેર્રાનો બન્નેનું ઇન્ટિરિયર અમુક હદે એક સરખું છે, પરંતુ કંપનીએ તેમાં ઘણું જ પરિવર્તન કર્યું છે, જો કે, તેને વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે.

સ્ટીયરિંગ વ્હીલ

સ્ટીયરિંગ વ્હીલ

આ સ્ટીયરિંગ વ્હીલ પર ધ્યાન આપવામાં આવે તો નિસાને તેમાં સિલ્વર કલરના પ્લાસ્ટિકનો પ્રયોગ કર્યો છે. જે સ્પોર્ટી લુક પ્રદાન કરે છે. જો કે, કંપનીએ સ્ટીયરિંગ વ્હીલમાં કંટ્રોલ બટનને શામેલ કર્યું નથી, જેની ખોટ ચાલકને જરૂરથી વર્તાશે, બની શકે છે કે, કંપની તેને બાદમાં એડીશનમાં અપડેટ રજૂ કરે છે.

સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ

સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ

કંપનીએ ટેર્રાનોના ડેશબોર્ડ પર શાનદાર સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ પણ આપ્યુ છે. જેમાં તમે જરૂરિયાતના સામાન જેમ કે સન ગ્લાસેસ, હેંકી અથવા તો સીડી ઇત્યાદી રાખી શકો છો.

નિસાન ટેર્રાનો ગ્લેવ બોક્સ

નિસાન ટેર્રાનો ગ્લેવ બોક્સ

કંપનીએ શાનદાર ગ્લેવ બોક્સને પણ સામેલ કર્યું છે, જે શાનદાર સ્પેશયુક્ત છે, તમે આ ગાડીને પેપર વિગેરે સુરક્ષિત રાખી શકો છો.

ડેશબોર્ડ

ડેશબોર્ડ

નિસાન ટેર્રાનોનું ડેશબોર્ડ ઘણું જ આકર્ષક છે. કંપનીએ આ ડ્યુએલ ટોન, બ્લેક અને બીજ કલરથી સજાવવામાં આવ્યું છે, જો કે, આ લક્ઝરી સાથે જ સ્પોર્ટીનો પણ અહેસાસ કરાયું છે, જો કે, કંપનીએ ટેર્રાનોએ બેસ વેરિએન્ટમાં માત્ર એક રંગ એટલે કે બ્લેક કલરના ડેશબોર્ડનો ઉપયોગ કર્યો છે.

કેબિન

કેબિન

કંપનીએ ટેર્રાનોએ શાનદાર સ્પેશિયસ કેબિન પ્રદાન કરે છે. જો કે, ચાલક અને સહચાલક બન્ને સહેલાયથી સફર કરવા માટે શાનદાર લેગ રૂમ અને વધારે સ્પેસ(જગ્યા) પ્રદાન કરે છે, જો કે, કારની ઉંચાઇ વધારે નહીં હોવાન કારણે હેડ રૂમ એટલું વધારે નથી, પરંતુ સામાન્યતઃ આટલી સ્પેશ પુરતી છે.

સીટિંગ(બેસવાની ક્ષમતા)

સીટિંગ(બેસવાની ક્ષમતા)

કંપનીએ ટેર્રાનોની એક શાનદાર એસયુવી તરીકે રજૂ કરી છે, જેમાં વધુમાં વધુ સ્પેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ એસયુવીને રિયર એટલે કે પાછલની સીટ પર આરામથી ત્રણ લોકો બેસી શકે છે. આ ઉપરાંત ફ્રન્ટ રોમાં કંપનીએ જે સીટનો પ્રયોગ કર્યો છે, તે વધારેમાં વધારે સહેલાયથી ફોલ્ડ થઇ શકે છે, જે તમે તસવીરમાં જોઇ શકો છો.

દરવાજા

દરવાજા

નિસાન ટેર્રાનોનો દરવાજો ઘણો જ આકર્ષક છે, જો કે એક ઝલકમાં જ તમને પસંદ પડી જશે. શાનદાર સિલ્વર ક્રોમ ફિનિશ આકર્ષક સ્ટોરેજ ગેપ અને નિકિલ કરેલું હેન્ડલ તેને બધાથી અલગ પાડે છે. દરવાજાની અંદરની તરફ શાનદાર સિલ્વર હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં પાવર વિન્ડો સ્વીચ પણ સામેલ કરવામાં આવી છે.

બૂટ સ્પેશ(ડિક્કી)

બૂટ સ્પેશ(ડિક્કી)

જેવું કે અમે તમને પહેલા જણાવ્યું છે કે, સ્પેશના મામલે આ એસયુવીમાં કોઇ કમી નથી. બૂટ સ્પેશ જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ, કંપનીએ તેમાં શાનદાર સ્પેશ પ્રદાન કરી છે, જે તમને લોંગ ડ્રાઇવિંગ અથવા તો આઉટિંગ દરમિયાન વધુમાં વધુ સામાન રાખવાની સુવિધા પ્રદાન કરે છે. નિસાન ટેર્રાનોમાં કુલ 475 લીટરના બૂટ સ્પેસ પ્રદાન કરવામાં આવ્યું છે, અને જો તમે કારની પાછળની સીટને ફોલ્ડ કરો છો તો તેમાં 1064 લીટરની શાનદાર બૂટ સ્પેશ મળી જશે

એન્જીન ક્ષમતા

એન્જીન ક્ષમતા

નિસાને ટેર્રાનોમાં 1.6 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જીન અને 1.5 લીટરની ક્ષમતાના કે9કે(K9K) ટર્બો ડીઝલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે એસયુવીને ઘણી જ દમદાર શક્તિ પ્રદાન કરે છે.

ટ્રાન્સમિશન(ગિયર)

ટ્રાન્સમિશન(ગિયર)

નિસાન ટેર્રાનોમાં કંપનીએ 5-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ યુક્ત છે. જો કે, કંપની થોડાક સમય બાદ બજારમાં પોતાના ઓલ વ્હીલ ડ્રાઇવ ટર્રાનોને પણ રજૂ કરી શકે છે.

હેંડલિંગ અને ડ્રાઇવિંગ

હેંડલિંગ અને ડ્રાઇવિંગ

જ્યારે તમે નિસાન ટેર્રાનોને લઇને હાઇવે પર ઉતરો છો, તો તે સમયે તમને એક લક્ઝરી અનુભવ થાય છે, સાથે જ સપાટ રસ્તામાં જ્યારે તમારી એસયુવી કાચા રસ્તા પર આવે છે, તો તમને ટેર્રાનો શાનદાર સંસ્પેશનનો અંદાજો આવે છે. જો તમે ડ્રાઇવિંગ પર ધ્યાન આપીએ તો તે મહંદ અંશે રેનો ડસ્ટરને મળતી આવે છે.

એવરેજ

એવરેજ

નિસાને દાવો કર્યો છે કે, ટેર્રાનોનું વેરિએન્ટ 13.2 કિમી પ્રતિ લીટર એવરેજ આપે છે. કારણ કે ડીઝલ વેરિએન્ટમાં બે અલગ-અલગ ટ્યૂન પ્રદાન કરે છે, તો 85 પીએસની ટ્યૂનિંગ 20.45 કિમી પ્રતિ લીટર અને 110 પીએસની ટ્યૂનિંગવાળી ટેર્રાનો 19.01 કિમી પ્રતિલીટરના માઇલેજ પ્રદાન કરે છે. જો કે, એક એસયુવી માટે ઘણી જ શાનદાર એવરેજ છે.

ટેર્રાનોના રંગ

ટેર્રાનોના રંગ

નિસાન ટેર્રાનો ભારતીય બજારમાં કુલ છ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. જો કે, આ પ્રકાર છે.

-બ્રોજ ગ્રે

-પર્લ વ્હાઇટ

-બ્લેડ સિલ્વર

- સફાયર બ્લેક

-સ્ટરલિંગ ગ્રે

- ફાયર રેડ

નિસાન ટેર્રાનોના ફીચર્સ

નિસાન ટેર્રાનોના ફીચર્સ

- ડ્રાઇવિંગ એરબેગ

- એન્જીન ઇમોબિલાઇઝર

- સેટ્રલ લોકિંગ

- સીટ બેલ્ટનું રિએક્ટર

- પાવર વિન્ડો

- કીલેસ ઇન્ટ્રી

- પાવર સ્ટેરિંગ

- ટીલ્ટ ફોલ્ડેબલ રિયર સીટ

- એડજેસ્ટેબલર ફ્રન્ટ સીટ

- 2 ડીન ઓડિડોય સિસ્ટમ

નિસાન ટેર્રાનોની કિંમત

નિસાન ટેર્રાનોની કિંમત

જો કે, કંપનીએ હજુ સુધી એસયુવીને વેચાણ અર્થે રજૂ કરી નથી, તેથી કંનપીએ તેની કિંમત વિગેરે અંગે કઇ પણ જાણકારી આપી નથી, પરંતુ જાણકારોનું માનવું છે કે, કંપની આ એસયુવીની કિંમત 10 લાખ રૂપિયાની અંદર રાખવામાં આવશે.

English summary
Nissan Terrano is a compact premium SUV. Here is Nissan Terrano review, price, engine specs, features, mileage compared to Renault Duster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more