For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી

ભારતમાં ઓકિનાવા કંપની દ્વારા બીજો ઇ- સ્કૂટર લોન્ચ. પ્રેજ ઇલેક્ટ્રિક સ્કૂટરથી 1 રૂપિયામાં 10 કિ.મીનું અંતર કાપી શકાય છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

2017નો છેલ્લો મહિનો આવી ગયો છે. અને બધા નવા વર્ષને વધાવવા માટે તૈયાર છે. જેમ દિવાળીએ નવા વાહનોની ખરીદી મોટા પાયા પર થાય છે તેવી જ ખરીદી ડિસેમ્બરમાં થતી હોય છે. જો તમે પણ કોઈ ટૂ-વ્હીલર વાહન ખરીદવા માંગતા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતમાં સૌથી જલ્દી ગ્રો કરતી ટૂ-વ્હીલર કંપની ઓકિનાવાએ તેમની નવી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેજને લોન્ચ કરી છે. આ સ્કૂટરની બજાર કિંમત હાલ 59.886 (દિલ્હી) રાખવામાં આવી છે. ઓકિનાવા કંપનીની વાત કરવામાં આવે તો આ કંપનીએ આ પહેલા પણ ભારતમાં વર્ષની શરૂઆતમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યુ હતું.

ઇલેક્ટ્રિક સ્કૂટર

ઇલેક્ટ્રિક સ્કૂટર

આ સ્કૂટરમાં સામેની હેડલાઇટ, ફ્રન્ટ ડીપર્સ, એલઇડી ડીઆરએલએસ અને પીલીબિયન બેકસ્ટ છે. જે સ્કૂટરને પ્રીમિયમ લૂક આપે છે. તેના પાવરની વાત કરવામાં આવે તો 1000 વોટ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે જે 3.35 બીએચપીનું ઉત્પાદન કરે છે. રસ્તા પર પ્રેજની સ્પીડ 75કિ.મી પ્રતિ કલાકે છે. આથી જ તે ભારતની સૌથી જલ્દી ચાલતી ઇલેક્ટ્રિક સ્કૂટર છે.

પ્રેજની બેટરી

પ્રેજની બેટરી

હાલ કંપનીએ પ્રેજમાં છ થી આઠ કલાક ચાલે તેવી એક લીડ એસિડ બેટરીનો ઉપયોગ કર્યો છે. જેની કિંમત 5000થી 6000 છે. આ બેટરીને ચાર્જ થતા માત્ર બે કલાક લાગે છે. આ ઉપરાંત ઓકિનાવા કંપનીએ દાવો કરતા જણાવ્યુ કે, એક વખત ચાર્જ થયા બાદ આ સ્કૂટર 175થી 200 કિ.મી સુધી જઈ શકે છે. એટલે તમે માત્ર 1 રૂપિયામાં 10 કિ.મીનો પ્રવાસ કરી શકો છો.

ઇલેક્ટ્રિક સ્કૂટરની સુવિધાઓ

ઇલેક્ટ્રિક સ્કૂટરની સુવિધાઓ

પ્રેજમાં એક સાઇડચ સ્ટેંડ સેંસર, ચાવી વગર ચાલુ થઈ શકે તેવી સુવિધા, માઇ સ્કૂટર ફક્શન, એન્ટી થીપ સિસ્ટમ આવેલા છે. આ ઉપરાંત 19.5 લીટર સીટ મેમોરીનો પણ કંપની દાવો કરી રહી છે. આ ઉપરાતં આ સ્કૂટરમાં ફ્રન્ડ ટૂ બ્રેક બ્રેક અને ઇ-એબીએસ(ઇલેક્ટ્રોનિક મદદ બ્રેકિંગ સિસ્ટમ)ની પણ સુવિધા આવેલી છે.

તજજ્ઞોની રાય

તજજ્ઞોની રાય

ઓકિનાવા પ્રેજ એક પ્રીમિયમ ઇલેક્ટ્રીક સ્કૂટર છે. જેનો ઉપયોગ તમે તમારા દરરોજના કામમાં પણ સરળતાથી કરી શકો છો. પ્રદુષણ ઘટાડવાનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રમાણમાં વજનમાં પણ હલકી હોય છે તેથી તેનો ઉપયોગ કરનારને તેને ચલાવવામાં મજા આવે છે.

English summary
okinawa praise electric scooter launched in india price specifications features images.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X