For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય માર્ગો પર ધાક જમાવવા આવશે પોર્શેની આ કાર

By Super
|
Google Oneindia Gujarati News

વિદેશી અને વૈભવી કાર ભારતીય ઓટોમોબાઇલ બજારમાં ધૂમ મચાવી રહી છે. ઑડી, બીએમડબલ્યુ, સ્કોડા, મર્સીડિઝ, રેનો સહિતની કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા સમયાંતરે પોતાની શાનદાર કાર્સને ભારતમાં લોન્ચ કરવામાં આવી રહી છે. જો કે, ભારતમા માત્ર ઉક્ત કંપનીઓની જ વૈભવી કાર જોવા મળતી નથી. પોર્શે નામની કંપની દ્વારા પણ પોતાના મોડલ્સને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તાજેતરમાં પોર્શે કેયેન દ્વારા યુરોપમાં પોતાની પ્લેટિનિયમ સ્પેશિયલ એડિશન અંગે જાહેરાત કરવામાં આવી હતી.

પહેલા એવું લાગી રહ્યું હતું કે, આ કારને વિશ્વના અમુક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યા બાદ તેની સફળતા અને નિષ્ફળતાનું આંકલન કરીને ભારતીય બજારમાં તેને ઉતારવામાં આવશે પરંતુ હાલમાં જે માહિતી સાંપડી રહી છે, તેના આધારે પોર્શે પોતાની આ સ્પેશિયલ એડિશનને ભારતીય બજારમાં ઉતારવાનું વિચારી રહી છે અને કંપનીએ પોતાની આ કારને ફેબ્રુઆરી 2014ના ઓટો શોમાં લોન્ચ કરવાની યોજના પણ બનાવી લીધી છે.

જો કે, ભારતમાં આ કારની કિંમત કેટલી હશે એ અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પોર્શેની ડિલરશીપ દ્વારા આ કારનું બૂકિંગ ભારતમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ પોર્શેની આ કાર અંગે.

વિવિધ રંગોમાં કરાશે લોન્ચ

વિવિધ રંગોમાં કરાશે લોન્ચ

પોર્શે દ્વારા પોતાની આ કેયેન પ્લેટિનિયમ એડિશનને વિવિધ રંગોમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં પ્લેટિનિયમ સિલ્વર મેટાલિક, મેટોર ગ્રે મેટાલિક, બાસલ્ટ બ્લેક મેટાલિક, માહોગની મેટાલિક અને કરારા વાઇટ મેટાલિક. તેમજ સ્પેશિયલ એડિશન એસયુવીના ફીચરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જેમાં એસયુવીની હેડલાઇટ્સ બાઇએક્સનોન અને વ્હીલ 19 ઇન્ચ કેયેન ડિઝાઇનના છે.

કારનું ઇન્ટિરીયર

કારનું ઇન્ટિરીયર

કારના ઇન્ટિરીયર અંગે વાત કરવામાં આવે તો કારના ઇન્ટિરીયરમાં બ્લેક લક્ઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ જ ઓપ્શનલ ફીચરમાં લેધરનુ ઇન્ટિરીયર પણ છે. ફ્લોરના ફીચરમાં લક્ઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ પોર્શેના લોગો અને પ્લેટ્સમાં પ્લેટિનિયમ એડીશન એવું લખેલું છે.

મેકેનિકલ ફીચર

મેકેનિકલ ફીચર

મેકેનિકલ ફીચર્સ અંગે વાત કરીએ તો 8 સ્પીડ ટિપ્તરોનિક એસ ટ્રાન્સમિશન, પાવર સ્ટીરિંગ અને પાર્ક આસિસ્ટ સિસ્ટમનો ઉપયોગ ફ્રન્ટ અને રીયરમાં કરવામાં આવ્યો છે. તેમજ પોર્શે કોમ્યુનિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ, 11 સ્પીકર ઓડિયો સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કારનું એન્જીન

કારનું એન્જીન

પોર્શે કેયેન પ્લેટિનિયમ એડિશનના એન્જીનની વાત કરવામાં આવે તો 3.6 લીટર વી6 પેટ્રોલ એન્જીન જે 300 હોર્સ પાવર અને ડીઝલ એન્જીન 245 હોર્સ પાવર જનરેટ કરે છે. યુરોપમાં આ કારની કિંમત પેટ્રોલ એડીશન 66,379 યુરો અને ડીઝલ એડીશન 67,212 યુરો છે.

English summary
Porsche Cayenne Platinum Edition, a special limited run Cayenne was announced for Europe earlier this week. Surprisingly, the special edition Cayenne has already been confirmed for India, with a launch scheduled for Feb 2014, at the Auto Show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X